Smriti Irani Saudi Arabia Visit: ભારતના લઘુમતી કલ્યાણ મંત્રી સ્મૃતિ ઈરાની તાજેતરમાં સાઉદી અરેબિયાની મુલાકાતે હતા. આ દરમિયાન તે મદીના પણ ગયા હતા અને ત્યાં હજ માટેની તૈયારીઓ અંગે જાણકારી મેળવી હતી. ભારતીય પ્રતિનિધિમંડળ સાથે પહોંચેલા સ્મૃતિ ઈરાનીએ સાઉદી અરેબિયાના કેટલાક વરિષ્ઠ નેતાઓને પણ મળ્યા હતા અને જેદ્દાહમાં આયોજિત ઉમરાહ સંમેલનમાં પણ ભાગ લીધો હતો. આ મુલાકાતની તસવીરો સ્મૃતિ ઈરાનીએ ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે અને તેણે જણાવ્યું છે કે તે પવિત્ર અલ મસ્જિદ અલ નબવી અને મદિનાની કુબા મસ્જિદના બહારના પરિસરમાં ગયા હતા. કુબા મસ્જિદને ઇસ્લામની પ્રથમ મસ્જિદ માનવામાં આવે છે. તેની સ્થાપના 622 એડી માં પ્રોફેટ મોહમ્મદ દ્વારા કરવામાં આવી હતી.