Narendra Modi in Winter Session: સંસદનું શિયાળુ સત્ર આજથી શરૂ થઈ રહ્યું છે. આ સત્રમાં હાજરી આપવા આવેલા પીએમ મોદીએ સંસદની બહાર મીડિયાને સંબોધન કર્યું હતું. પીએમ મોદીએ કહ્યું, 'રાજકીય ગતિવિધિ ઝડપથી વધી રહી છે. ગઈકાલે ચાર રાજ્યોની ચૂંટણીના પરિણામો આવ્યા. પરિણામો ખૂબ જ પ્રોત્સાહક છે - જેઓ સામાન્ય લોકોના કલ્યાણ માટે, દેશ માટે અને દેશના ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રતિબદ્ધ છે તેમના માટે પ્રોત્સાહક છે.