રાજેન બાંદેલકરનું કહેવુ છે કે પ્રોપર્ટીનાં વેચાણ વધ્યા. દિવાળી આશા જેટલી સારી નથી રહી. ડિમોનેટાઇઝેશન પછી વેચાણ ઘટ્યા છે. રેરા મોટી આશાની કિરણ છે. મહારાષ્ટ્રમાં 13000થી વધુ પ્રોજેક્ટ રજીસ્ટર થયા. જીએસટીને કારણે ગ્રાહકનો ખર્ચ વધે છે. 12% જીએસટી ઘણો મોટો છે. સ્ટેમ્પ ડ્યુટી અલગ છે. જીએસટી ઉપરાંત અન્ય ટેક્સ લાગે છે. રેડી પઝેશન વાળા પ્રોજેક્ટનાં વેચાણ વધ્યા છે. સરકાર ડેવલપર્સની સમસ્યા પર ધ્યાન આપે છે. સીએમ દ્વારા ડેવલપર્સને સહયોગ છે.
એસ્પન કુપરના મતે દિવાળી ખરાબ પણ નથી ગઇ. દિવાળી પર ઘર વેચાયા છે. ઘર લેવા લોકોને ઘણો સંઘર્ષ કરવો પડે છે. પ્રોપર્ટી પર GST ઓછુ થવુ જોઇએ. જીએસટીના કારણે વેચાણને માર પડ્યો છે. હાલ વેચાણ થઇ રહ્યાં છે. સારા પ્રોજેક્ટ વેચાય રહ્યાં છે. ઇન્ડસ્ટ્રીને સુધરતા થોડો સમય લાગશે.
ચંદ્રેશ મહેતાના મુજબ પ્રોપર્ટીની ઇક્વાયરી શરૂ થઇ છે. સરકારના પ્રયાસની અસર દેખાઇ રહી છે. ડેવલપર પર વિશ્ર્વાસનો પ્રશ્ર્ન હલ થયો છે. રેરા અને જીએસટીની મોટી અસર થઇ છે. ઓસી સાથેનાં પ્રોજેક્ટમાં જીએસટીની અસર નથી. બાંધકામ હેઠળનાં પ્રોજેક્ટ માટે જીએસટીનો ખર્ચ વધે છે. ગ્રાહકો ઓસી સાથેનાં પ્રોજેક્ટમાં રસ લે છે. બાંધકામ હેઠળનાં પ્રોજેક્ટને મોળો પ્રતિસાદ છે. વર્લ્ડ બેન્કનો ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ રિપોર્ટ છે.