દિવાળી સ્પેશલ પ્રોપર્ટીગુરૂ - diwali special propertygu | Moneycontrol Gujarati
Get App

દિવાળી સ્પેશલ પ્રોપર્ટીગુરૂ

પાછલા 2 મહિનામાં વેચાણ વધ્યાં છે. થાણા, પવઇ, પનવેલમાં વેચાણ વધ્યાં છે.

અપડેટેડ 01:25:49 PM Nov 03, 2018 પર
Story continues below Advertisement

હિરાનંદાણી ગ્રુપના એમડી નિરંજન હિરાનંદાણીનાં મતે પાછલા 2 મહિનામાં વેચાણ વધ્યાં છે. થાણા, પવઇ, પનવેલમાં વેચાણ વધ્યાં છે. આ ફેસ્ટિવ સિઝન સારી જઇ શકે. લોકો જીએસટી ભરવાની ટાળે છે, માટે રેડી ફ્લેટ લેવા માંગે છે. ડેવલપરે રેડી સ્ટોક વેચવો પડે છે. 25 થી 30% ફ્લેટ શરૂઆતમાં વેચાય છે. 25 થી 30% બાંધકામ ચાલુ હોય ત્યારે વેચાય છે. 30 થી 40% ફ્લેટ ઓસી પછી વેચાય છે. રેડી ફ્લેટ પર જીએસટી લાગતો નથી.

નિરંજન હિરાનંદાણીના મુજબ ડેવલપરને હાલ પહેલા જેટલુ માર્જીન નથી. ડેવલપરને હવે 15 થી 20% માર્જીનથી ચાલવું પડશે. ડેવલપરને કૅશફ્લો મોટો પડકાર છે. ડેવલપર માટે બાંધકામ દરમિયાન લિક્વિડિટી પડકાર છે. રેરા સમગ્ર ભારતમાં લાગુ થયું છે. રિકંસિલેશનમાં 80% સફળતા મળી રહી છે. રિકંસિલેશન કમિટી દ્વારા સરળતાથી સમસ્યા ઉકલી રહી છે. એન્ડયુઝર માટે ઘર લેવાનો ઉત્તમ સમય છે. ગ્રાહક પાસે નેગોશિયેશનની તક છે.

નિરંજન હિરાનંદાણીનું માનવુ છે કે ગ્રાહકને ચોઇસ પણ મળી રહી છે. હોમલોન પણ સરળતાથી મળી રહી છે. સ્ટોક માર્કેટ તુટતા રિયલ એસ્ટેટમાં રોકાણ વધશે. હવે પ્રોપર્ટી માર્કેટનો સારો સમય શરૂ થઇ શકે. રેસિડન્શિયલની માંગ વધી રહી છે. ઘર લેવાની રાહ જોતા લોકો હવે ઘર ખરીદી રહ્યાં છે. ગ્રાહક રેસિડન્શિયલ અને કમર્શિયલમાં રોકાણ વધી રહ્યાં છે. કમર્શિયલમાં લિઝિંગનું માર્કેટ વધુ છે. આ વર્ષે લિઝિંગ 15% વધારો થયો છે. GST બાદ રિજન વાઇસ વેરહાઉસ બની રહ્યાં છે. હવે મોટી સાઇઝનાં વેરહાઉસની ડિમાન્ડ વધી રહી છે. પાછલા વર્ષમાં ભારતીયોનાં વિદેશની પ્રોપર્ટીમાં રોકાણ વધ્યાં હતા.

નિરંજન હિરાનંદાણીનું કહેવુ છે કે દુબઇ અને ઘણા દેશોમાં રિસેશન છે. કરન્સી ડિફરન્સને કારણે રોકાણકારને લાભ મળી શકે. એનઆરઆઈનું ભારતમાં રોકાણ વધી શકે. એનઆરઆઈ માટે ભારતમાં રોકાણ કરવાની ખૂબ સારી તક છે. લંડનમાં લોકો રોકાણ વધારી રહ્યાં છે. સ્ટુડિયોથી લઇ 1,2 BHK ફ્લેટ ખરીદાય છે. એનઆરઆઈ ભારતમાં તો એક ઘર રાખે જ છે. દુબઇનાં લોકો ભારતમાં રોકાણ કરે છે. ભારતનું અર્થતંત્ર વિકસી રહ્યું છે. ભારતની પ્રોપર્ટીમાં રોકાણ સારૂ છે. પ્રોપર્ટીમાં રોકાણનો ખૂબ સારો સમય છે.

નાઇટ ફ્રેન્ક ઇન્ડિયાના અમદાવાદ બ્રાન્ચ ડિરેક્ટર, નેશનલ ડિરેક્ટર ઇન્ડસ્ટ્રીયલ બલબિરસિંહ ખાલસાનાં મતે જાન્યુઆરીથી જુનમાં નવા લોન્ચ ઘણા વધ્યાં. પ્રાપર્ટીમાર્કેટમાં માંગ 3% વધી છે. મુંબઇ અને હૈદરાબાદમાં ઘરની માંગ સારી છે. બેંગલોર અને અમદાવાદમાં માંગ સ્ટેબલ રહી છે. પૂનામાં માંગ વધી રહી છે. હૈદરાબાદમાં પ્રોપર્ટીની કિંમત વધી છે. ઇન્ડસ્ટ્રીયલની માંગમાં 50% વધારો થયો છે. વેરહાઉસ ડિમાન્ડ પ્રમાણે બની રહ્યાં છે. મુંબઇ,દિલ્હી એનસીઆર, પૂનામાં સારી ડિમાન્ડ છે.

બલબિંર સિંહ ખાલસાના મુજબ જીએસટી અને અન્ય ટેક્સ સાથે બાયરને માટો ખર્ચ આવે છે. 20% જેટલો ટેકસ ઘર પર ભરવો પડે છે. સરકારે ટેક્સ ઘટાડવા અંગે વિચાર કરવો જોઇએ. ગ્રાહક માટે ઘર લેવાની ઉત્તમ તક હાલમાં છે. હાલમાં તૈયાર ઘર પણ ઉપલબ્ધ છે. આ દિવાળી ઘર લેવાનો ઉત્તમ સમય છે. પ્રોપર્ટીની કિંમત ઘટવાની શક્યતા નથી. કિંમત નથી ઘટી રહી,ટિકિટ સાઇસ ઘટે છે. ડેવલપરનાં માર્જીન ઓછા થઇ રહ્યાં છે.

MoneyControl News

MoneyControl News

First Published: Nov 03, 2018 1:25 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.