મોદી સરકારને આવતા પહેલા પ્રોપર્ટી માર્કેટ સામે ઘણા પડકાર હતા. મોદી સરકારે લીધો અફોર્ડેબલ હાઉસિંગને પ્રોત્સહાન આપવાનો નિર્ણય. નોટબંધી, GST અને RERA જેવા મોટા રિફોર્મ લવાયા. પ્રોપર્ટી માર્કેટમાં ઘણા સ્ટ્રકચરલ ઇસ્યુ રહેલા છે. પ્રોપર્ટીની કિંમતો વધવી સરળ છે, ઘટવી મુશ્કેલ છે. નોટબંધીથી પ્રોપર્ટીમાં કાળુનાણું ઘટ્યું.
કાળુનાણું ઘટતા જમીનની કિંમત સ્થીર થઇ. માર્કેટમાં અફોર્ડેબલ હાઉસિંગની માંગ વધી. હાલનું પ્રોપર્ટી માર્કેટ રોકાણકાર માટેનુ નથી. સરકારે એન્ડયુઝર માટેનું માર્કેટ બનાવવામાં મેળવી સફળતા. બે વર્ષ પહેલાનાં બજેટમાં અફોર્ડેબલ હાઉસિંગને અપાયુ પ્રોત્સાહન. રેન્ટલ સેટ ઓફ લાવવાથી રિયલ યુઝરને લાભ મળ્યો. સરકારે અફોર્ડેબલ હાઉસિંગ માટે અમુક સ્કીમ જાહેર કરી.
પ્રધાનમંત્રી આવાસ યોજના શરૂ કરાઇ. અફોર્ડેબલ હાઉસિંગ માટે વ્યાજદર ઘટાડાયા. અફોર્ડેબલ પ્રોજેક્ટ વધારવા બિલ્ડરોને પણ અમુક રાહત અપાઇ. ડેવલપર હવે ગ્રાહકની અફોર્ડિબિલીટી જોઇ પ્રોજેક્ટ લાવે છે. ઘરની કિંમત અને સાઇઝ બન્ને ઘટ્યા છે. નવા પ્રોજેક્ટનાં લોન્ચમાં 20% ઘટાડો થયો છે. પાછલા વર્ષમાં 30% વેચાણમાં વધારો થયો. નવા લોન્ચ દરેક સેગ્મેન્ટમાં થયા છે.
સરકારે લીધેલા પગલાનાં લાભ હવે મળવા લાગ્યા છે. અફોર્ડેબલ હોમ્સની દરેક શહેરમાં માંગ છે. MMR રીજનમાં વેચાણમાં 25% વધારો છે. NCRમાં નવા લોન્ચ અને વેચાણ વધ્યા છે. ડેવલપર દ્વારા પણ સબવેશંન સ્કીમ લવાઇ રહી છે. 2005-2014 સુધીની સ્થિતી હાલ કરતા વિપરીત હતી. તે સમયે ઇન્વેન્ટરી હતી પણ સેલ્સ ન હતા.
હવે ઇન્વેન્ટરી ઘટી પરંતુ કિંમત ઘટી નહી. જમીનની કિંમતો સતત વધી રહી છે. જમીનની કિંમતમાં 9% વધી રહ્યા છે. ડેવલપરનાં નફાનો સરેરાશ ભાગ ઘટ્યો છે. કિંમત વધતા સેલ્સ ઘટ્યા હતા. સિમેન્ટ, સ્ટીલ વગેરેની માંગ પણ ઘટી હતી. હવે દરેક ઇન્ડસ્ટ્રીમાં માંગ વધતી જોવા મળી રહી છે.
MMRમાં 25% વેચાણ વધ્યા છે. ગુજરાતમાં વેચાણ 10% વધ્યા છે. MMR,NCR, હૈદરાબાદમાં વેચાણ વધ્યા. બેંગ્લોર, પુનામાં વેચાણ વધ્યા. પાછલા ક્વાટરમાં 72% નવા લોન્ચ વધ્યા. RERA પછી ડેવલપર હવે સેટ થઇ રહ્યાં છે.
હાલનું માર્કેટ રોકાણકારનું માર્કેટ નથી રહ્યું. હવે પ્રોપર્ટી માર્કેટ એન્ડ યુઝરનું માર્કેટ બન્યું છે. રહેવા માટે ઘર જરૂર ખરીદી શકો. પ્રોપર્ટીમાં રોકાણથી દુર રહેવુ સલાહભર્યું છે. હજી પણ ભારતમાં ઇનવેન્ટરી વધુ છે. રેન્ટલ યિલ્ડ 1 થી 2.5% ચાલી રહ્યો છે. 5% સુધીનું રેન્ટલ યિલ્ડ મળવું જોઇએ. રેન્ટલ યિલ્ડમાં ઘટાડો થઇ રહ્યો છે.
પ્રોપર્ટીની કિંમતમાં વધારો થયો પરંતુ રેન્ટમાં નહી. રેન્ટલ યિલ્ડ 3 થી 3.5% મળી શકે તો જ રોકાણ કરવું. ઘર ત્યાંજ ખરીદવું જ્યા તમે પોતે રહી શકો. હેબિટેબલ ઘર ખરીદવું ખૂબ જરૂરી છે. કમર્શિયલમાં રેન્ટલ યિલ્ડ 10-11% સુધી હોવી જોઇએ.
અફોર્ડેબલ ઘર લેવા માટેનો સારો સમય છે.એન્ડયુઝર માટે ઘર ખરીદવાની હાલ સારી તક છે. રોકાણ માટે ઘર ખરીદવું નહી. મુંબઇમાં પ્રોપર્ટીની કિંમત ઘણી વધારે છે. અમુક લોકો મુંબઇમાં ભાડે રહી વતનમાં સસ્તા ઘર ખરીદે છે. માણસની અફોર્ડિબિલીટી મુજબ તે ઘર ખરીદે છે.