પ્રોપર્ટીની લગતી તમામ જરૂરી માહિતી આપના સુધી પહોચાડતો શો એટલે પ્રોપર્ટી ગુરૂ. આજના પ્રોપર્ટી ગુરૂમાં આપણે જાણીશું. આપણા સાથે જોડાઇ રહ્યા છે NAREDCOનાં નેશનલ પ્રેસિડન્ટ, નિરંજન હિરાનંદાણી અને મેન્ડરસ પાર્ટનર્સનાં ફાઉન્ડર અને મેનેજીંગ પાર્ટનર, નૌશાદ પંજવાની
નૌશાદ પંજવાનીનું કહેવું છે કે એમઆઈજી માટેની પ્રધાનમંત્રી આવાસ યોજના 15 મહિના માટે લંબાવાઇ છે. રૂપિયા 2.60 લાખની લોન સબસિડીનો લાભ વધુ 15 મહિના સુધી લઇ શકાશે. રૂપિયા 6 થી 9 લાખની વાર્ષિક આવક ધરાવનાર માટેની આ સ્કીમ છે. રૂપિયા 6 થી 9 લાખની વાર્ષિક આવક ધરાવનાર 4% ની ઇન્ટરેસ્ટ સબસિડીને પાત્ર છે. રૂપિયા 12 થી 18 લાખની વાર્ષિક આવક ધરાવનાર 3% ની ઇન્ટરેસ્ટ સબસિડીને પાત્ર છે.
હાઉસિંગ ફોર ઓલને પ્રોત્સાહન આપવા આ સબસિડી લંબાવાઇ છે. અભિનંદન પહેલા તો , નવું પદ સંભાળ્યા બાદ તમારૂ ખાસ ફોકસ શું હશે. સુધી હાઉસિંગ ફોર ઓલનાં લક્ષ્ય પર ભરોસો કરવો જરૂરી છે. NAREDCO, ઇન્ડસ્ટ્રી અને ઇનવેસ્ટરનો સાથ મળવો જરૂરી છે. હાઉસિંગ ફોર ઓલનું સપનું જરૂર સાકાર થઇ શકે છે. NAREDCOનો સંપુર્ણ સાથ હાઉસિંગ ફોર ઓલ માટે મળશે. અફ્રોર્ડેબલ હાઉસિંગ માટે શું ખાસ કરવાની હાલે જરૂર છે.
નિરંજન હિરાનંદાણીનું કહેવું છે કે સામાન્ય જનતાને અફોર્ડેબલ કિંમતમાં ઘર મળે એ જરૂરી છે. જમીની કિંમત વધુ હોવાથી ઘર મોંઘા બને છે. સરકારી જમીન પર અફોર્ડેબલ સ્કીમ કરવાની જરૂર છે. NAREDCOનાં કોન્સ્ફોરન્સમાં કેન્દ્ર સરકારના મંત્રી દ્વારા 8 અફોર્ડેબલ હાઉસિંગ સ્કીમની જાહેરાત છે. 6 અફોર્ડેબલ સ્કીમ સરકારી જમીન પર થશે. 2 અફોર્ડેબલ સ્કીમ પ્રાઇવેટ જમીન પર થશે. રિયલ એસ્ટેટમાં થયેલા નવા બદલાવો બાદ હાલની પરીસ્થીતી શું છે. નોટબંધી, રેરા અને જીએસટીથી ઇન્ડસ્ટ્રીને અસર થઇ છે. અફોર્ડેબલ હોમ્સની માંગ વધુ છે. અફોર્ડેબલ હાઉસિંગની ઇન્ડસ્ટ્રીને જરૂર છે.
બધાની આશાઓ વઘી ગઇ છે કે હવે બજેટ હોમ્સ આ દિવાળી બાદ મળતા થઇ જશે. આપ શું માનો છો ગ્રાઉન્ડ રિયાલીટી શું છે. 2022 સુધી અફોર્ડેબલ હાઉસિંગ મળશે. પરિવર્તન માટે થોડો સમય જરૂરી છે. 2-3 વર્ષમાં અફોર્ડેબલ હોમ્સ મળતા થઇ જશે. ઘર ખરીદવાનો વીચાર આવે તો પહેલો વીચાર ઘરની કિંમતનો જ થાય છે શું આવનાર દિવસોમાં ભાવ વધશે કે ઘટશે. પ્રોપર્ટીની કિંમતો વધવાની શક્યતા ખૂબ ઓછી છે. ગુજરાત રિયલ એસ્ટેટ માર્કેટને તમે કઇરીતે મુલવો છો. ગુજરાતમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રને ફાયદો થશે. બુલેટ ટ્રેન જેવા નવા પ્રોજેક્ટ ગુજરાતમાં આવી રહ્યાં છે.