બલબિરસિંહ ખાલસાનું કહેવુ છે કે અમદાવાદમાં નવા લોન્ચમાં ઘટાડો છે. નવા લોન્ચ 30% ઘટ્યા છે. અમદાવાદનું માર્કેટ કરેક્શન મોડમાં છે. ગુજરાતમાં RERA અમલીકરણ મોડુ થયુ છે. અમદાવાદનાં મોટાભાગના પ્રોજેક્ટ RERA રજીસ્ટર છે. અમદાવાદમાં લગભગ 7 ક્વાટરની ઇન્વેન્ટરી છે. આવનારા 6 મહિનામાં ઘણા નવા લોન્ચ થશે.
અમદાવાદમાં પ્રોપર્ટીની કિંમત સ્થિર છે. અમદાવાદમાં સરેરાશ કિંમત 2800 સ્કેવરફૂટ ચાલે છે, જે ઘણો ઓછો છે. ડેવલપર માટે માર્જીન ખૂબ જ ઓછો છે. જમીનની કિંમત ખૂબ વધારે છે. અમદાવાદમાં 25 થી 30% જમીનની કિંમત વધી છે. નવી ઇન્વેન્ટરી ખૂબ મોંઘી આવશે. ઘર ખરીદનારે હાલ ઘર ખરીદી લેવું જોઇએ. ડેવલપર રેરા પ્રમાણે જ ચાલવુ જરૂરી છે. ડેવલપરની જવાબદારી વધી છે.
અમદાવાદમાં 2બીએચકે આશરે રૂપિયા 30 થી 35 લાખમાં મળી શકે. અમદાવાદમાં પ્રોપર્ટીની કિંમત ખૂબ ઓછી છે. અમદાવાદમાં ટ્રાવેલિંગ પણ સરળ છે. અમૂક ડેવલપર ઓફર આપી રહ્યાં છે. જુના રેટ પર ફ્લેટ મળવાએ ડિસ્કાઉન્ટ જ ગણાય. એન્ડયુઝર માટે ઘર ખરીદવાની સારી તક છે. અમદાવાદનાં નવા લોન્ચ રૂપિયા 50 લાખથી નીચેના છે. 71% લોન્ચ અફોર્ડેબલ સેગમેન્ટમાં થયા છે.
અમદાવદમાં નવા બિલ્ડિંગ 12થી વધુ માળનાં છે. ટ્રાન્ઝિક્ટ ઝોનમાં વધુ FSIનો લાભ. છેલ્લા છ મહિનામાં લિઝિંગની ડિમાન્ડ વધી છે. અમદાવાદમાં કમર્શિયલ માર્કેટ સુધરી રહ્યું છે. મોટી કમર્શિયલ સ્પેસની માંગ વધુ છે. ગિફ્ટ સિટીમાં ખૂબ સારો વિકાસ છે. SG રોડ પર વધુ લિઝિગ થઇ રહ્યું છે. સાણાંદનો વિકાસ સારો થયો છે. નોર્થ અને વેસ્ટ ગુજરાતમાં માંગ વધી છે.
અમદાવાદમાં જમીનનાં મોટા શોદા થયા. અમદાવાદમાં મોલ બનાવવા માટે જમીનનો શોદો થયો છે. જમીનનો શોદો કમર્શિયલ માટે થયો છે. ગિફ્ટ સિટીમાં રેસિડન્શિયલ ડિમાન્ડ પર આવી રહી છે. મેટ્રોની કનેક્ટિવિટી આવતા ગિફ્ટ સિટીની માંગ વધશે. સાણંદ, બેચરાજી વેરહાઉસિંગ બુમિંગ પર છે. વેરહાઉસિંગમાં ખૂબ સારી માંગ બની રહી છે.
અમદાવાદમાં રિડેવલપમેન્ટ શરૂ થયુ છે. નાના નાના પ્રોજેક્ટનું રિડેવલપમેન્ટ થઇ રહ્યું છે. અમદાવાદ અને ગુજરાતનું ઇન્ફ્રાસટ્રકચર વિકસી રહ્યું છે. ગુજરાતનાં વિવિધ શહેર વિકસી રહ્યાં છે. અમદાવાદ ઓટો હબ તરીકે ઉભરી રહ્યું છે. ઓટો ઇન્ડસ્ટ્રીને કારણે પ્રોપર્ટીની માંગ વધશે. કમર્શિયલમાં 6 થી 7% વળતર મળી શકે છે. રેસિડન્શિયલમાં 3 થી 4% વળતર મળી શકે છે. વેરહાઉસિંગમાં 9% સુધીની રિટર્ન મળી શકે છે.
સવાલ: સુપર બિલ્ટ અપ અને ફ્લેટ્સમાં ચોક્કસ બિલ્ટ અપ વિસ્તારોની વાસ્તવિક ખ્યાલ શું છે? સુપર બિલ્ટ અપ માટે ગ્રાહકો શા માટે ચૂકવણી કરે છે?
જવાબ: ડૉ. બીપી ભુવાને સલાહ છે કે RERA મુજબ માત્ર કાર્પેટ એરિયા પર જ ડેવલપર વેચાણ કરી શકે છે. વાપરી શકાય એટલો વિસ્તાર એટલે કાર્પેટ એરિયા. વોલ અને કાર્પેટ એરિયા એટલે બિલ્ડઅપ એરિયા. કોમન એરિયા સાથેનો એરિયા એટલે સુપર બિલ્ટઅપ એરિયા ગણાય. RERA મુજબ કાર્પેટની વ્યાખ્યા અલગ કરાઇ છે.
સવાલ: શું RERAનાં અમુક નિયમોને કારણે ડિમાન્ડ પર અસર થઇ રહી છે? શા માટે બિલ્ડર હજી પણ અમૂક વિગતો આપવા તૈયાર નથી. અને RERA સાઇટ પર પણ અમુક વિગતો જોવી સરળ નથી.
જવાબ: ભરત ચાંગેલાને સલાહ છે કે RERAની વેબસાઇટ પર દરેક માહિતી ઉપલબ્ધ હોય છે. જો માહિતી ન મળે તો RERAમાં ફરિયાદ કરી શકો.
સવાલ: તેમના શહેરમાં 6 થી 24 માળનાં ટાવર બની રહ્યાં છે અને જ્યારે હુ એમને RERA રજીસ્ટ્રેશન વિશે પુછુ છુ તો દરેકનો જવાબ છે કે આપણે RERAમાં નથી આવતા તો મને એ જણાવશો કે RERA ક્યા પ્રોજેક્ટ પર લાગુ થાય છે? પ્લોટની સાઇઝ, ફ્લેટની સંખ્યા કઇ રીતે નક્કી થશે કે RERA કોને લાગશે?
જવાબ: જોહર ખારોદવાલાને સલાહ છે કે RERAનાં નિયમ દેશનાં દરેક ખૂણામાં લાગુ થશે. 500 મીટરની જમીનનાં પ્રોજેક્ટ માટે RERA નહી લાગે. 8 ફ્લેટથી ઓછા ફ્લેટના પ્રોજેક્ટ માટે RERA રજીસ્ટ્રેશન જરૂરી નથી. OC/BU આવી ગયું હોય તો RERA રજીસ્ટ્રેશન કરી શકો છો.