પ્રોપર્ટી ગુરૂ: રિડેવલપમેન્ટ અંગે ચર્ચા - property guru a discussion on redevelopment | Moneycontrol Gujarati
Get App

પ્રોપર્ટી ગુરૂ: રિડેવલપમેન્ટ અંગે ચર્ચા

નૌશાદ પંજવાણીનું કહેવુ છે કે 30 વર્ષથી જુની બિલ્ડિંગનાં સ્ટ્રકચરલ ઓડિટ થવા જરૂરી છે.

અપડેટેડ 12:34:55 PM Aug 17, 2019 પર
Story continues below Advertisement

મેન્ડરસ પાર્ટનર્સના મેનેજિંગ પાર્ટનર નૌશાદ પંજવાણીનું કહેવુ છે કે વરસાદ સિઝનમાં જુની ઇમારતો પડી જતી હોય છે. જુના પથ્થરોની બિલ્ડિંગ 100 વર્ષની લાઇફ ઘરાવે છે. આરસીસી બિલ્ડિંગની 50 થી 70 વર્ષની લાઇફ. ઇંટનાં બાંધકામ 30 થી 35 વર્ષની લાઇફ ધરાવે છે. ડિઝાઇન ઉપર પણ બિલ્ડિંગની લાઇફ નિર્ભર થાય. બિલ્ડિંગને મેન્ટેન કરવી જરૂરી. સ્ટિલ અને સિમેન્ટ બાંધકામનાં મુખ્ય મટિરિયલ છે.

બિલ્ડિંગનું મેન્ટેન્સ થવુ ખૂબ જરૂરી છે. 30 વર્ષથી જુની બિલ્ડિંગનાં સ્ટ્રકચરલ ઓડિટ થવા જરૂરી છે. બિલ્ડિંગની સાફ સફાઇ ખૂબ જ જરૂરી છે. વાયરિંગ-પલ્બિંગ પાઇપ ખવાઇ ન જાય તેનુ ધ્યાન રાખવું. વુડન વર્ક હોયતો તેની ખાસ કાળજી રાખવી. બિલ્ડિંગને 5 વર્ષે એક વાર કલર કરવો જોઇએ. 10 વર્ષે પ્લાસ્ટર અને વુટરપ્રુફિંગ ચેક કરવા. ફ્લેટનો અંદરથી ગેરવપરાશ ન થવો જોઇએ.

લોડબેરિંગ કેપિસિટી યોગ્ય છે કે નહી તે ચકાસવું. ઇન્ટરનલ રિનોવેશનમાં પણ ધ્યાન રાખવું. જુની લાદી કાઠી નવી નાખવી જોઇએ. બિલ્ડિંગનો લોડ બેરિંગ ન વધે તેનુ ધ્યાન રાખવું. લોડબેરિંગ પિલરને ડેમજ ન કરવા જોઇએ. 30 વર્ષ જુની બિલ્ડિંગનાં દર 5 વર્ષે સ્ટ્રકચરલ ઓડિટ ફરજીયાત છે. ઓડિટ બાદ રિપેર કે રિડેવલમેન્ટની સલાહ આપશે. ટેકનો, કમર્શિયલ કારણો જોઇ રિડેવલપમેન્ટ કે રિપેરનાં નિર્ણય લેવા.

બીમ કે કોલમ પર અસર થાયતે રિડેવપમેન્ટ કરાવવું. ખર્ચની સામે તમારી બિલ્ડિંગની લાઇફને સરખાવો. મેમ્બરોને મંજુરી ન મળવા માટે બિલ્ડર પર વિશ્ર્વાસનો અભાવ કારણભુત છે. RERAમાં રિડેવલમેન્ટનો સમાવેશ કરાયો છે. કાયદા અને નિયમો કડક થતા મેમ્બરની સમસ્યા ઘટી છે. અમુક વખત એક બે મેમ્બરની મંજૂરીન મળતા રિડેવલપમેન્ટ અટકે છે. સોસાયટીનાં સભ્યોએ એકબીજાને સાથ સહકાર આપવો જોઇએ.

MoneyControl News

MoneyControl News

First Published: Aug 10, 2019 4:52 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.