ડમ્પિંગ ગ્રાઉન્ડને લઇ સુપ્રિમ કોર્ટે ર્એક દિશા બતાવી છે. હવેથી અમુક શરતોને આધારે પ્રોજેક્ટ શરૂ કરી શકાશે. નવા બિલ્ડિંગ કંશટ્રકશન હવે શરૂ થઇ શકશે. 6 નવી સાઇટ પર ડમ્પિંગ થઇ શકશે. 6 મહિનામાં નવો માર્ગ મળી શકે છે. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટનો માર્ગ શોધાવો જરૂરી છે. કોર્પોરેશન કોઇ માર્ગ જરૂર શોધી લેશે. 500 જેટલી નવી સ્કીમ આવી શકે છે. પ્રોપર્ટી માર્કેટમાં સપ્લાઇ વધી જશે. ડેવલપરને ઘણા બધા કોસ્ટ લાગે છે.
મુંબઇમાં પ્રોપર્ટીનો 10,000થી ઓછો ભાવ અશક્ય છે. મુંબઇની આસપાસ એરિયામાં અફોર્ડેબલ પ્રોજેક્ટ આવી શકે છે. રિડેવલમેન્ટની રાહ જોતા લોકો માટે સુપ્રિમ કોર્ટનો નિર્ણય સારા સમાચાર છે. 4000 થી 5000 જેટલી નવી સ્કીમ શરૂ થઇ શકે છે. એકાદ વર્ષમાં નવા પ્રોજેક્ટ શરૂ થઇ શકે છે. રેડી રેકનર રેટ ઘટવા જોઇએ. સરકાર આવક વધારવા માટે રેડીરેકનર રેટ નથી ઘટાડતી છે.
રેડી રેકનર રેટ પર પ્રોપર્ટી નથી વેચી શકાતી છે. રેડી રેકનર રેટથી ઓછી કિંમત પર વેચાણ કરતા ટેક્સ લાગે છે. રેડી રેકનર 10 થી 15% ઘટવા જોઇએ. રેડી રેકનર રેટ ઘટતા કિંમત અને સ્ટેમ્પડ્યુટી અને રજીસ્ટ્રેશન ખર્ચ ઘટશે. ગ્રાહકો રેડી રેકનર રેટ ઘટવાની રાહ જોઇ રહ્યાં છે. ગ્રાહકો OC આવ્યા પછી ખરીદી કરવા ઇચ્છે છે જેથી GST બચી શકે છે.
ગ્રાહકો ખરીદીનો નિર્ણય આગળ વધારી રહ્યાં છે. RERA દ્વારા કંશિલેશન કમિટિ છે. RERA કંશિલેશન કમિટિ દ્વારા ઘણી સમસ્યાનાં હલ આવ્યાં છે. કંશિલેશન કમિટિ દ્વારા ગ્રાહક અને ડેવલપર વચ્ચેની સમસ્યા નિવારાય છે. 50 થી 60% સમસ્યાનું નિવારણ મળે છે. કંશિલેશન કમિટિ દ્વારા ગ્રાહક અને ડેવલપરનું કમ્યુનિકેશન થાય છે.
રિયલ એસ્ટેટ પર GSTની અસર
GDPનાં ગ્રોથમાં રિયલ એસ્ટેટનો ભાગ હોય છે. આવક વધતા લોકો ઘર ખરીદે છે. રિયલ એસ્ટેટના વિકાસ સાથે દેશની GDP વધી શકે છે. પ્રધાનમંત્રીનું 2022 સુધી હાઉસિંગ ફોર ઓલનું સપનું છે. દરેક વર્ગનાં લોકોને ઘર મળે એવા પ્રયાસો છે. હાઉસિંગને પ્રોત્સાહન મળે એવા ઘણા પ્રયાસ થઇ રહ્યાં છે. રિયલ એસ્ટેટમાં તક વધી રહી છે. GSTમાં સુધારા કરવા જરૂરી છે. રિયલ એસ્ટેટ માટે GSTનો ઘટાડો જરૂરી છે. RERA બાદ JV પ્રોજેક્ટ આવવાની શરૂઆત થઇ છે.
અમુક કિસ્સામાં પ્રોજેક્ટ પુરો કરવા માટે JV જરૂરી છે. આવતા વર્ષમાં ઘણા JV પ્રોજેક્ટ આવી શકે છે. મિડલ ક્લાસ સેગ્મેન્ટને અફોર્ડેલ ઘર માટે રાહ જોવી પડશે. GST અને રેડી રેકનર રેટ ઘટે તો કિંમત ઘટી શકે છે. પનવેલ, વિરાર, વસઇમાં અફોર્ડેબલ ઘર મળી શકે છે. પ્રોપર્ટીની કિંમત ઘટતા સમય લાગશે. Naredco એક્સિબિશનને સારો પ્રિતિસાદ મળ્યો છે. ગ્રાહકો OC વાળા પ્રોજેક્ટમાં ખરીદી કરવી પસંદ કરે છે.
ગ્રાહકો વિશ્ર્વાસ કરી શકે એવા ડેવલપર પાસે ઘર ખરીદે છે. થાણા, પનવેલ, વિરારમાં ઘરની ઘણી માંગ છે. ઇન્ફ્રાસ્ટ્રકચરનો વિકાસ થતા હાઉસિંગની માંગ વધશે. મુંબઇનાં પેરિફરલ એરિયામાં પ્રોજેક્ટ વધી શકે છે. સોલપેન લેન્ડમાં 5 લાખ ઘર આવી શકે છે. EWS માટે ખાસ FSI આવી શકે છે. રેન્ટલ હાઉસિંગને પ્રોત્સાહન આપવું જરૂરી છે.
રેન્ટલ હાઉસિંગ પર નવી પોલિસી આવી શકે છે. વિકસિત દેશોમાં રેન્ટલ હાઉસિંગ હોવુ જરૂરી છે. ભારતમાં સોશિયલ સિક્યોરિટી ન હોવાથી ઘર લેવુ જરૂરી છે. મુંબઇ શહેરમાં 0.5 FSI વધારાઇ છે. FSIનો વધારો સેક્ટોરિયલ છે. FSIનો વધારો સેક્ટોરિયલ ન હોવો જોઇએ. દરેક પ્લોટ માટે 4 FSI કરી દેવી જોઇએ.