પ્રોપર્ટી ગુરૂ: તમારી પ્રોપર્ટી પર નિષ્ણાંતનો મત - property guru expert opinion on your property | Moneycontrol Gujarati
Get App

પ્રોપર્ટી ગુરૂ: તમારી પ્રોપર્ટી પર નિષ્ણાંતનો મત

2018 પ્રોપર્ટી માર્કેટ માટે આશાનું વર્ષ રહેશે. 2018માં નવા પ્રોજેક્ટ આવી જશે.

અપડેટેડ 11:28:46 AM Dec 26, 2017 પર
Story continues below Advertisement

કેવુ રહ્યં વર્ષ 2017?
2017માં મોટા રિફોર્મસ થયા છે. પ્રોપર્ટી માર્કેટ માટે 2017 નબળુ રહયું છે. નોટબંધી, રેરા અને જીએસટીની અસર પ્રોપર્ટી માર્કેટ પર થઇ છે. નોટબંધીની અસર હવે પુરી થઇ છે. રેરા અને જીએસટીને લઇ હજી મુંઝવણો છે. રેરા અને જીએસટી બાદ નવા લોન્ચ 70% ઘટ્યાં છે. પ્રોપર્ટી માર્કેટમાં સપ્લાય ઘટી ગઇ હતી.

કેવુ રહેશે વર્ષ 2018?
2018 પ્રોપર્ટી માર્કેટ માટે આશાનું વર્ષ રહેશે. 2018માં નવા પ્રોજેક્ટ આવી જશે.

કોમન રિયલ એસ્ટેટ રેગ્યુલેશન આવી રહ્યાં છે. ગુજરાતમાં ઓછા ડેવલપર્સ મલ્ટીસિટી પ્રોજેક્ટ કરે છે. ગુજરાતનાં દરેક શહેરનાં જીડીસીઆર અલગ અલગ છે. હવેથી ગુજરાતમાં કોમન જીડીસીઆર લાગુ થશે. એફએસઆઈ કે બાંધકામનાં દરેક નિયમ સમાન હશે. હવે ગ્રાહકો ઘર ખરીદીનાં નિર્ણય લઇ રહ્યાં છે. ડેવલપર પાસે સેલ્સમાં વધારો નોંધાય રહ્યાં છે. એન્ડ યુઝર ઘર ખરીદી રહ્યાં છે.

આપનો પ્રોજેક્ટ RERAમાં રજીસ્ટર છે કે નહી તે ચકાસો. BU ન આવ્યું હોય તેવા દરેક પ્રોજેક્ટ RERA રજીસ્ટર હોવા જરૂરી. તમે RERA ઓથોરીટીમાં ફરિયાદ કરી શકો છો. BU ન મળવાનું કારણ અનઅધિકૃત બાંધકામ હોઇ શકે છે.

સવાલ: અમદાવાદથી વિવેક પાઠકનો. તેમણે લખ્યુ છે કે મારે અમદાવાદમાં ટેનામેન્ટ ખરીદવુ છે, મારૂ બજેટ `30લાખ છે. આ બાબતે આપની સલાહ આપશો.

જવાબ: વિવેક પાઠકને સલાહ છે કે ઇસ્ટન અમદાવાદમાં વિકલ્પો મળી શકે છે. ઓઢવ, નરોડા તરફ વિકલ્પો મળી શકે છે.

સવાલ: રૂપેન પારેખે લખ્યુ છે કે તેમણે 4 BHK  ફ્લેટ ખરીદ્યો છે. જયા મોટો ગાર્ડન, જીમ અને વિવિધ એમિનિટઝ પણ છે. તેમણે જણાવ્યુ છે કે આ પ્રોજેક્ટ કુલ 6 બ્લોકમાં 88 ફ્લેટનો છે, જે 3, 3.5 અને 4 BHKનાં છે. તો આવી સ્કીમમાં મેન્ટેનન્સ કઇ રીતે લાગશે?  તેમની સોસાયટી ગુજરાત co-operative service society હેઠળ રજીસ્ટર છે.

જવાબ: રૂપેનભાઇને સલાહ છે કે મેન્ટેનન્સ પ્રતિ SqFt પ્રમાણે આવે છે. અલગ સાઇઝનાં ફ્લેટનાં મેન્ટેનન્સ અલગ હોઇ શકે. સોસાયટીનાં કુલ ખર્ચને નંબર ઓફ મેમ્બર પર વહેંચવામાં આવે છે.

સવાલ: સાગર ગોહિલનો પ્રશ્ન છે કે તેમને 2-3 BHKનાં ટેનામેન્ટ કે ડુપલેક્ષ વડોદરા કે આસપાસનાં વિસ્તારમાં 30 લાખના બજેટમાં મળી શકશે?

જવાબ: સાગર ગોહિલને સલાહ છે કે વડોદરા સિટીથી થોડુ દુર જવુ પડશે. અટલાદરા, પાદરા કે માંજલપુરમાં વિકલ્પો મળી શકે.

સવાલ: હું મુંબઇમાં રહુ છુ, ગુજરાતમાં કોઇ ગામમાં સેક્ન્ડહોમ લેવુ છે. શાંતિવાળુ ગામ હોય અને અલગ મકાન હોય એવો વિકલ્પ શોધુ છુ. બજેટ 80 લાખ છે.

જવાબ: જીગર શાહને સલાહ છે કે ગુજરાતનાં ઘણા ગામમાં તમને જોઇતુ ઘર મળી શકે છે. સાઉથ ગુજરાતનાં ગામમાં રોકાણ કરી શકાય. સાઉથગુજરાત મુંબઇથી ઘણુ નજીક છે. બુલેટ ટ્રેનની કનેક્ટિવિટીનો લાભ મળી શકશે. કિંમત દરેક લોકેશન પર બદલાય છે. વિસ્તારની સારી કનેક્ટિવિટી હોવી ખૂબ જરૂરી છે. વલસાડ કે નવસારીમાં સારા વિકલ્પો મળી શકે છે.

સવાલ: મારી પાસે વડોદરામાં માંજલપુર વિસ્તારમાં 1 બીએચકે ફ્લેટ છે. આ ફ્લેટનાં વેચાણથી કેટલી રકમ મળી શકે? અને એ રકમમાં વડોદરાનાં ક્યા વિસ્તારમાં મને 2 બીએચકે મળી શકે?

જવાબ: અમર નાયકને સલાહ છે કે આપનું બજેટ વધારવું જરૂરી છે. તમે આઉટસ્કર્ટ વિસ્તારમાં વિકલ્પો શોધવા પડશે.

MoneyControl News

MoneyControl News

First Published: Dec 26, 2017 11:28 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.