પ્રોપર્ટીની લગતી તમામ જરૂરી માહિતી આપના સુધી પહોચાડતો શો એટલે પ્રોપર્ટી ગુરૂ. આજના પ્રોપર્ટી ગુરૂમાં આપણે જાણીશું. આપણા સાથે જોડાઇ રહ્યા છે ડિરેક્ટર એકવેસ્ટના, પરેશ કારીયા અને સેલ્સ ડિરેક્ટર, અમલ ગ્રુપના રાધિકા શાહ
પ્રોપર્ટીની લગતી તમામ જરૂરી માહિતી આપના સુધી પહોચાડતો શો એટલે પ્રોપર્ટી ગુરૂ. આજના પ્રોપર્ટી ગુરૂમાં આપણે જાણીશું. આપણા સાથે જોડાઇ રહ્યા છે ડિરેક્ટર એકવેસ્ટના, પરેશ કારીયા અને સેલ્સ ડિરેક્ટર, અમલ ગ્રુપના રાધિકા શાહ
પરેશ કારીયાનું કહેવું છે કે હાલમાં પ્રોપર્ટી યુઝર દ્વારા ખરીદી થઇ રહી છે. પાછલા 2,3 વર્ષોથી કિંમતો સ્થીર છે. ડેવલપર્સ દ્વારા ગ્રાહકોને સારી ડીલ અપાઇ રહી છે. જીએસટીને કારણે ગ્રાહકોને ઘર મોંઘા પડી રહ્યાં છે. રેડી ટુ મુવ પ્રોપર્ટી પર જીએસટી નથી લાગતું છે. હાલમાં રેડી હોમ્સની માંગ વધી છે. રૂપિયા 1 કરોડની નીચેનાં ઘરની માંગ વધુ છે. રેરા ભવિષ્ય માટે ખૂબ સારૂ છે.
રેરાને કારણે ગ્રાહકોને પાર્દશક્તા મળશે. દરેક સેગ્મેન્ટનાં ફ્લેટની માંગ છે. બાન્દ્રા થી અંધેરીમાં માર્કેટ અલગ છે. અમલ ગ્રુપ દ્વારા કોમ્પેક્ટ હાઉસિંગનો પ્રોજેક્ટ છે. પાલઘરમાં અફોર્ડેબલહોમ્સની ટાઉનશીપનો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. ડિમોનેટાઇઝેશન બાદ દરેક પેમેન્ટ ચેકમાંજ લેવાય છે. પાલઘરમાં હવે ખૂબ વિકાસ થઇ રહ્યો છે.
પાલઘરમાં રૂપિયા 18થી 25 લાખ સુધીનાં ફ્લેટનો પ્રોજેક્ટ છે. સુવિધા અને ઇન્ફ્રાસ્ટ્રકચર વધતા પાલઘરમાં માંગ વધી છે. જ્યાં જમીનનીકિંમત ઓછી હોય ત્યા જીએસટી પાસ ઓન થઇ શકે છે. જ્યાં જમીનની કિંમત ઘણી મોટી છે ત્યા જીએસટી પાસ ઓન થઇ શકે એવી શક્યતા નહિવત છે. પ્રોપર્ટીની કિંમત પર 12% જીએસટી લાગશે. સાઉથમુંબઇમાં પરેલ, શિવરી, વડાલાનો વિકાસ વધુ છે.
સેન્ટ્રલમાં BKC વિસ્તારમાં લક્ઝરી પ્રોજેક્ટની માંગ છે. ગોરેગાંવની આસપાસ રૂપિયા 1 કરોડમાં 1 BHKનાં પ્રોજેક્ટ થઇ રહ્યાં છે. દહીસર, મીરારોડ તરફ ઘણા પ્રોજેક્ટ થઇ રહ્યાં છે. વેસ્ટર્ન હાઇવે પર ઘણા સારા પ્રોજેક્ટ થઇ રહ્યાં છે. થાણાનો ખૂબ ઝડપી વિકાસ થઇ રહ્યો છે. થાણામાં જમીનની ઉપલબ્ધતા પણ છે.
હાઇકોર્ટ દ્વારા મુંબઇમાં નવા પ્રોજેક્ટ લોન્ચ પર લિમિટેશન લવાઇ છે. મુંબઇમાં ગ્રીનપ્રોજેક્ટ અને રિડેવલપમેન્ટ સિવાય નવા પ્રોજેક્ટનાં લોન્ચ પર સ્ટે લવાયો છે. થાણાંમાં ઘણા અફોર્ડેબલ પ્રોજેક્ટ થઇ રહ્યાં છે. હાલમાં બિલ્ડર્સનુ ફોકસ ઇનસોલ્ડ ઇન્વેટરીનાં વેચાણ પર છે.
રાધિકા શાહનું કહેવુ છે કે અમલ ગ્રુપ 1995થી કાર્યરત છે. 4 BHKથી લઇ 1BHKનાં પ્રોજેક્ટ કરી રહ્યાં છે. હવે 1 BHK ફ્લેટનો પ્રોજેક્ટ કરી રહ્યાં છે. રેડી ટુ મુવ ઇન પ્રોજેક્ટ લાવ્યાં છે. રૂપિયા 80 થી 1 કરોડ સુધીનાં ઘરની માંગ છે. મુંબઇમાં આવતા યુવા વર્ગને અનુરૂપ પ્રોજેક્ટ છે. હાલમાં રેડી ઓક્યુપેશનનાં પ્રોજેક્ટ વેચાઇ રહ્યાં છે.
બેંકનાં વ્યાજદર હજી ઓછા થવાની સંભાવના છે. મોટાભાગનાં લોકો હોમલોન દ્વારા ઘર ખરીદે છે. સબવેશન સ્કીમ અમલ ગ્રુપ દ્વારા લવાશે. પઝેશન બાદ 9 થી 10 મહિના બાદ ઈએમઆઈ આપવાનાં રહેશે. એસી અને મોડ્યુલર કિચનની ઓફર જીવીએલઆરનાં પ્રોજેક્ટ પર છે. હવે માર્કેટમાં નવી નવી ઓફરો આવી રહી છે.
આ ફેસટિવ સિઝનમાં ગ્રાહકો આવી ઓફરનો લાભ મળી શકે છે. હાલમાં લોનનું એક બેન્કમાથી બીજી બેન્કમાં સિફ્ટિંગ થઇ રહ્યું છે. બેન્ક પાસે લોન લેનારાની સંખ્યા પાછલા થોડા સમયમાં ઘટી છે. રૂપિયા 1 કરોડ સુધીની ખરીદી કરનારા લોકો લોન લઇ ઘર ખરીદે છે. બજેટ હોમની માંગ હંમેશા રહે છે. હાલ માર્કેટ ગ્રાહકો માટેનું છે.
ગ્રાહકોએ પોતાની જરૂરિયાત પ્રમાણે જ ઓફરનો લાભ લેવો છો. ગ્રાહક ઓફરનાં બદલામાં કિંમતમાં ડિસ્કાઉન્ટ લઇ શકે છે. વિવિધ પ્રકારની ફાયનાન્સ સ્કીમ ચાલી રહી છે. 5:95 જેવી સ્કીમ હવે આવી રહી છે. રેરાથી ફાયનાન્સ સ્કીમ પર અસર નથી. રેરામાં રજીસ્ટર પ્રોજેક્ટ લેવામાં જોખમ નથી. પ્રોજેક્ટની તમામ માહિતી તમને રેરા વેબસાઇટ પર મળી જશે. ઘર લેવાનો આ ઉત્તમ સમય છે. નવા લોન્ચ ખૂબ ઘટી ગયા છે.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.