પ્રોપર્ટી ગુરુ: કેવું રહ્યું વર્ષ 2022 રિયલ એસ્ટેટ માટે - property guru how 2022 holds for real estate | Moneycontrol Gujarati
Get App

પ્રોપર્ટી ગુરુ: કેવું રહ્યું વર્ષ 2022 રિયલ એસ્ટેટ માટે

2022 દરેક અસેટ કલાસ માટે સારૂ રહ્યું છે. હાઉસિંગ, ઓફિસ તમામમાં સારા નંબર્સ જોવાયા છે.

અપડેટેડ 01:44:43 PM Dec 26, 2022 પર
Story continues below Advertisement

કેવુ રહ્યું વર્ષ 2022 ગુજરાતના પ્રોપર્ટી બજાર માટે?

2022 દરેક અસેટ કલાસ માટે સારૂ રહ્યું છે. હાઉસિંગ, ઓફિસ તમામમાં સારા નંબર્સ જોવાયા છે. ઇન્ડસ્ટ્રીયલ અસેટ કલાસને 5 વર્ષનો સારો પ્રતિસાદ મળ્યો છે. 2022નુ વર્ષ ગુજરાતના રિયલ એસ્ટેટ માટે ઘણુ સારૂ વર્ષ છે.

વધતા વ્યાજદરની 2023માં કેટલી અસર?

ઐતિહાસિક ઓછા વ્યાજદર આપણે જોયા છે. પાંચથી વધુ વખત વ્યાજદર વધારો થઇ ચુક્યો છે. અફોર્ડેબલ હાઉસિંગ પર વધતા વ્યાજદરની અસર દેખાશે. પેન્ટઅપ ડિમાન્ડને કારણે ઘરોના વેચાણ યથાવત છે. શેહરથી દુરના થોડા સસ્તા ઘર ખરીદી અંગે વિચારી શકાય છે.

2023માં ઘરોની કિંમતો વધશે?


શોર્ટ ટર્મમાં ઘરોની કિંમતો વધતી જોવા મળશે. બાંધકામ ખર્ચમાં ઘણો વધારો થયો છે.

ક્યા શહેરોમાં રહેશે રોકાણની તક?

ટિયર-2 સિટીમાં આવનારા સમયમાં ગ્રોથ વધશે. નાના શહેરો સાથેની કનેક્ટિવિટી વધી રહી છે. ગતિશક્તિ જેવા પ્રોજેક્ટ હવે ઝડપથી થઇ રહ્યાં છે. ટેલેન્ટ પુલનો પશ્ન હવે હલ થઇ રહ્યો છે. ટિયર-2, 3માં સૌથી વધુ ગ્રોથ થતો દેખાશે. ધોલેરા SIR અને ગિફ્ટ સિટી અર્થતંત્રમાં મોટો ફાળો આપશે.

ગુજરાત સ્થિર સરકારનુ મહત્વ

મોટા ઇન્ફ્રા પ્રોજેક્ટની સફળતા માટે સ્થિર સરકાર જરૂરી છે. સરકાર બદલાતા પાછલી સરકારના નિર્ણય બદલાતા હોય છે. સ્થિર સરકાર હોવાથી પ્રોજેક્ટ પર કામ થતા રહેશે.

કેવી છે ઇન્વેન્ટરીની સ્થિતી?

કમર્શિયલ ઇન્વેન્ટરી

કોવિડ દરમિયાન કમર્શિયલ થી રેસિડન્સિયલમાં પ્રોજેક્ટ ફેરવાયા હતા. કોવિડ દરમિયાન કમર્શિયલમાં લોવર સપ્લાયની સ્થિતી બની હતી. ગ્રેડ A પ્રકારની માંગ કરતા સપ્લાય ઓછી રહી છે. કમર્શિયલની માંગ હાઇબ્રિડ વર્કિંગ મોડલથી પણ વધી છે. કમર્શિયલ રિયલ એસ્ટેટમાં રોકાણની તક બની રહી છે. કમર્શિયલ રિયલ એસ્ટેટમાં 15 ટકા કિંમતો વધી છે. રેસિડન્શિયલ સેગ્મેન્ટ પર વ્યાજદર વધારાની અસર દેખાશે. અફોર્ડબેલ સેગ્મેન્ટના સેલ્સમાં ઘટાડો આવી શકે છે.

કેવુ રહેશે વર્ષ 2023 રિયલ એસ્ટેટ માટે?

વધતા વ્યાજદર 2023માં સૌથી મોટો પડકાર રહ્યો છે. વધતા વ્યાજદર ગ્રાહકો માટે ચિંતાનો મુદ્દો રહ્યો છે. પ્રાઇસ રાઇઝનો ટ્રેન્ડ રિયલ એસ્ટેટમાં દેખાશે. ઇન્ડસ્ટ્રીયલ અસેટ ક્લાસમાં સૌથી વધુ ગ્રોથ દેખાશે.

ક્યા અસેટ ક્લાસમાં 2023માં ગ્રોથ દેખાઇ શકે?

કોવર્કિંગમાં 2023માં સારો ગ્રોથ દેખાઇ શકે છે. કો લિવિંગનો પણ સારો ગ્રોથ થઇ શકે છે. સ્ટુડન્ટ હાઉસિંગની માંગ પણ વધી રહી છે. સ્ટુડન્ટ હાઉસિંગમાં રોકાણની સારી તક બની રહી છે. ડેટા સેન્ટર દ્વારા પણ રોકાણકાર સારા રિટર્ન મેળવી શકે છે.

સુરતમાં ફિનિક્સમીલે ખરીદ્યુ મોટુ લેન્ડ પાસર્લ છે. સુરતમાં ફિનક્સમીલે 7.22 એકર જમીન ખરીદી છે. ફિનિક્સમીલે અમદાવાદમાં મોલનુ કામ શરૂ કર્યું છે. રિટેલ માટે હવે ગુજરાતમાં ફોકસ થઇ રહયું છે. રિટલે સેગ્મેન્ટમાં ગુજરાતમાં આ વર્ષે માંગ વધી છે. સુરતમાં 1 મિલિયન સ્કેવર ફિટનો મોલ બનાવાશે.

MoneyControl News

MoneyControl News

First Published: Dec 24, 2022 4:18 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.