પ્રોપર્ટી ગુરૂ: કેવું છે પૂનાનું પ્રોપર્ટી માર્કેટ - property guru how is pune property market | Moneycontrol Gujarati
Get App

પ્રોપર્ટી ગુરૂ: કેવું છે પૂનાનું પ્રોપર્ટી માર્કેટ

પૂના ઇન્ડસ્ટ્રીયલ હબ છે. પૂના એજ્યુકેશન હબ છે. આઈટી ઇન્ડસ્ટ્રી માટે પૂના પસંદનું શહેર છે.

અપડેટેડ 10:41:29 AM Jul 21, 2018 પર
Story continues below Advertisement

પૂના ઇન્ડસ્ટ્રીયલ હબ છે. પૂના એજ્યુકેશન હબ છે. આઈટી ઇન્ડસ્ટ્રી માટે પૂના પસંદનું શહેર છે. પૂનામાં સ્થાયી થનારની સંખ્યા વધુ છે. પૂનાનો વિકાસ થતો જ જાય છે.

પૂના મુંબઇ પછીનું મોટુ શહેર છે. પૂનામાં ઘણી બધી યુનિવર્સિટી છે. ભારતભરનાં લોકો પૂના જાય છે. પૂના હવે IT હબ બની રહ્યું છે. પૂનામાં ઘરની માંગ વધી રહી છે. પૂનાની કનેક્ટિવિટી ખૂબ સારી છે. મુંબઇથી નજીકનું શહેર છે. લોનાવલા નજીક છે.

પૂનાનો વિકાસ થઇ રહ્યો છે. પૂનાનાં મુખ્ય ત્રણ ભાગ છે. પૂર્વ પૂનામાં IT હબ તરીકે વિકસી રહ્યાં છે. ખરાડીનો વિકાસ થઇ રહ્યો છે. ઇયોન IT પાર્ક બની રહ્યો છે. મગરપટ્ટા સિટીમાં IT કંપનીઓ વધુ છે. મગરપટ્ટમાં ટાઉનશીપ આવી રહી છે.

અમનોરા ટાઉશીપ બની રહી છે. અમનોરામાં હાઇટેક લાઇફ મળી શકશે. 300 એકરથી મોટી ટાઉનશીપ છે. ખરાડીમાં ફ્લેટનાં ઘણા વિકલ્પો છે. નગરરોડ પર મેગા મોલ આવી ગયા છે. એરપોર્ટ ખૂબ નજીક છે. પૂર્વ પૂના રહેવા અને કામ માટે સારી જગ્યા છે. પૂર્વ પૂનામાં રૂપિયા 7000-10000 પ્રતિ SqFtની કિંમત છે. છેલ્લા થોડા સમયથી કિંમતો સ્થીર છે. પૂનામાં પ્રોપર્ટીની કિંમત વધી શકે છે.

વૉક ટુ વર્ક કલ્ચર વિકસી રહ્યું છે. મગરપટ્ટામાં વૉક ટુ વર્ક સુવિધા છે. સેલ્ફકંટેન ટાઉનશીપ પૂનામાં આવી રહી છે. પૂર્વભાગ સેન્ટરથી વધુ દુર નથી. પૂનામાં નવા પોકેટ વિકસી રહ્યાં છે. કેશવનગરમાં રોકાણની તક છે. કેશવનગર હવે મ્યુનિસિપલની હદમાં છે. ગોદરેજનો મોટો પ્રોજેક્ટ કેશવનગરમાં છે. મોટો પુલ બનવા જઇ રહ્યો છે. પુર્વાકરાનો પ્રોજેક્ટ કેશવનગરમાં આવશે. ખરાડી અને હડપસર કરતા કિંમત ઓછી છે.


કેશનનગરનાં વિકાસની સારી તક છે. કેશવનગરમાં ઘરની કિંમત વધશે. પૂનામાં 2BHK રૂપિા 75 લાખથી શરૂ થશે. કેશવનગરમાં 2BHK રૂપિયા 60 લાખથી શરૂ થશે. પૂનામાં રેન્ટની સપ્લાઇ ઘણી વધી છે. પૂનામાં ઘણા ઇનવેસ્ટરનાં મકાન છે. પૂનામાં 2,3% રેન્ટલ યિલ્ડ મળી શકે છે.

વેસ્ટર્ન પૂનાનો વિકાસ સારો થયો છે. હિંજેવાડી મોટો IT પાર્ક છે. હિંજેવાડીમાં મોટા IT કેમ્પસ છે. હિંજેવાડીમાં રેસિડન્શિયલ પ્રોજેક્ટ છે. હિંજેવાડીમાં સ્કુલ, કોલેજ નજીક છે. હિંજેવાડીની સોશિયલ લાઇફ સારી છે. હિંજેવાડીમાં ટાઉનશીપ પ્રોજેક્ટ છે.

ઇયોન મોલ જેવા મોલ આવી ગયા છે. વાંકડ, બાનેર અને બાનેવાડી સારા વિસ્તાર છે. બાનેર પૂનાનો મોંઘો વિસ્તાર છે. રૂપિયા 8000-10,000ની કિંમત બાનેરમાં છે. વાંકડમાં ફ્લેટની માંગ વધી રહી છે. બાનેવાડીમાં રોકાણની તક છે.

MoneyControl News

MoneyControl News

First Published: Jul 21, 2018 10:41 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.