પ્રોપર્ટી ગુરુ: ક્યા શહેરોમાં કેટલી વધી ઘરની કિંમતો? - property guru how much did house prices rise in which cities | Moneycontrol Gujarati
Get App

પ્રોપર્ટી ગુરુ: ક્યા શહેરોમાં કેટલી વધી ઘરની કિંમતો?

આગળ જાણકારી લઈશું કોલિયર્સ ઇન્ડિયાના હેડ ઓફ રિસર્ચ, વિમલ નાદાર પાસેથી.

અપડેટેડ 10:47:39 AM Aug 29, 2022 પર
Story continues below Advertisement

તાજેતરમાં જ ક્રિડાઇ હાઉસિંગ પ્રાઇસ ટ્રેકર રિપોર્ટ રજુ કરવામાં આવ્યો છે જેને કોલિયર્સ અને લાયસસ ફોરસ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે, તો આ રિપોર્ટના શુ ફાઇન્ડિંગ્સ છે એની વાત કરીશુ. આગળ જાણકારી લઈશું કોલિયર્સ ઇન્ડિયાના હેડ ઓફ રિસર્ચ, વિમલ નાદાર પાસેથી.

કોલિયર્સ ઇન્ડિયાના હેડ ઓફ રિસર્ચ, વિમલ નાદારનું કહેવું છે કે ક્વાર્ટર 2 2022માં દેશભારમાં ઘરોની માંગ પ્રિપેન્ડામિક લેવલ પર પહોંચી ગઈ છે. ક્વાર્ટર 2 2022માં ભારતમાં ઘપોની કિંમતો સરેરાશ 5 ટકા વધી રહી છે. અમદાવાદમાં ઘરોની કિંમતો 3 વર્ષના ઉપલા સ્તરે રહી છે. અમદાવાદમાં વર્ષ દર વર્ષ ઘરોની કિંમોત 6 ટકા વધી છે. ગાધીનગરમાં ઘરોની કિંમત સૌથી વધુ 13 ટકા વધી છે.

3 BHK ઘરોની કિંમત 7 ટકા વધી છે. વર્ષ દર પર્ષ અનસોલ્ડ ઇન્વેન્ટરીમાં 36 ટકા નો વધારો થયો છે. ઈસ્ટર્ન સબર્બમાં કિંમતો સૌથી વધુ 14 ટકા વધી છે. ગાંધીનગર સબર્બમાં કિંમતો 5 ટકા વધી છે.સિટી સેન્ટ્રલવેસ્ટમાં કિંમતો 3 ટકા વધી છે. નોર્થવેસ્ટ સબર્બમાં કિંમતો 1 ટકા ઘટી ગઈ છે. સાઉથવેલ્ટ સબર્બમાં કિંમતો 2 ટકા ઘટી ગઈ છે. અમદાવાદમાં ઘરોની કિંમતો 2 વર્ષના ઉપલા સ્તરે રહ્યા છે.

વર્ષ દર વર્ષમાં ઘરોની કિંમતોમાં 1 ટકા વધી રહી છે. વર્ષ દર વર્ષમાં વેસ્ટર્ન સબર્બમાં કિંમતો 12 ટકા વધી રહી છે. ભાયંદર, મીરારોડ, વસઇ, વિરારના ઘર 12 ટકા મોંઘા થયા છે. વર્ષ દર વર્ષમાં અનસોલ્ડ ઇન્વેન્ટરી 14 ટકા વધી રહી છે. ઘણા નવા પ્રોજેક્ટ લોન્ચથી અનસોલ્ડ ઇનવેન્ટરી વધી રહી છે. સેન્ટ્રલ સબર્બ એક્સટેન્શનમાં અનસોલ્ડ ઇનવેન્ટરી વધી રહી છે. બદલાપુર, ડોબિંવલી, કલ્યાણ, ઉલ્લાસનગરમાં અનસોલ્ડ ઇન્વેન્ટરી વધી રહી છે.

વર્ષ દર વર્ષમાં બાંધકામ હેઠળના પ્રોજેક્ટની કિંમત 5 ટકા જેટલી વધી રહી છે. 2 BHKના ઘરોની માગ વધુ હોવાથી કિંમતો સૌથી વધુ વધી રહી છે. વર્ષ દર વર્ષમાં કોથરૂડ અને બાનેરમાં સૌથી વધુ 9-10 ટકા કિંમત વધી રહી છે. વર્ષ દર વર્ષમાં અનસોલ્ડ ઇન્વેન્ટરી 15 ટકા રહી છે.


MoneyControl News

MoneyControl News

First Published: Aug 27, 2022 4:14 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.