પ્રોપર્ટી ગુરૂ: ભારતીય પ્રોપર્ટીમાર્કેટની વધી પારદર્શકતા - property guru increased transparency of indian property market | Moneycontrol Gujarati
Get App

પ્રોપર્ટી ગુરૂ: ભારતીય પ્રોપર્ટીમાર્કેટની વધી પારદર્શકતા

જીગર મોતાનાં મતે JLLનાં રિપોર્ટ મુજબ ભારતીય પ્રોપર્ટીમાર્કેટની પારદર્શકતા વધી છે.

અપડેટેડ 04:23:58 PM Jul 14, 2018 પર
Story continues below Advertisement

જીગર મોતાનાં મતે JLLનાં રિપોર્ટ મુજબ ભારતીય પ્રોપર્ટીમાર્કેટની પારદર્શકતા વધી છે. આ રિપોર્ટ પારદર્શકતાનાં ઇન્ડેક્સ પર પબ્લીસ કરાયો છો. ગ્લોબલ રિયલએસ્ટેટે ટ્રાન્સપરન્સી ઇનડેક્સનો સર્વે થયો છે. ભારત 2014માં પારદર્શકતાનાં ઇનડેક્સમાં 40માં સ્થાને હતુ. ભારત 2018માં પારદર્શકતાનાં ઇનડેક્સમાં 35માં સ્થાને પહોચ્યું. ભારતનાં રિયલ એસ્ટેટમાં પારદર્શકતા વધી રહી છે.

2014માં FDI 2.2 બિલિયન ડોલર હતુ. 2017માં FDI 6.7 બિલિયન ડોલર થયુ. ભારતીય અર્થતંત્ર પર ગ્લોબલી વિશ્ર્વાસ વધી રહ્યો છે. સરકારનાં RERA, GST અને બેનામી એક્ટ જેવા રિફોર્મનો મોટો ફાળો છે. ભારતીય રિયલ એસ્ટેટમાં FDI વધી રહ્યું છે.

FDI નાં રોકાણ કમર્શિયલ અને રિટેલ પ્રોપર્ટીમાં થતા હોય છે. મુંબઇ અને બેંગ્લોરમાં પારદર્શકતા વધી. RERAનો પાર્દશકતા વધારવામાં ઘણો મોટો ફાળો છે. RERAનું અમલીકરણ સમય સાથે સખત થશે.

સવાલ: એપ્રિલ 2013માં પેસિફિકા ડેવલપર્સનાં પ્રોજેક્ટ રિફલેક્શનમાં એક ફ્લેટ બુક કરાવ્યો હતો. તે સમયે તેમને જણાવાયુ હતુ કે કંશટ્રકશન પરમિશન મળે તેના 30 મહિનામાં ફ્લેટનું પઝેશન અપાશે, જે તેમને 3 જુલાઇ 2014નાં દિવસે મળી ગયુ હતુ. પરંતુ હજુ સુધી ફલેટનું બાંધકામ સંપુર્ણ રીતે પુરૂ થયુ નથી અને AUDA દ્વારા આ પ્રોજેક્ટને BU અપાયુ નથી પરંતુ બિલ્ડર મને પઝેશન લઇ લેવા માટે દબાણ કરે છે તેમનુ કહેવુ છે કે BU માત્ર ફોર્માલિટી છે. આ સંજોગોમાં મારે શું કરવું જોઇએ?

જવાબ: મુકુંદ મહેતાને સલાહ છે કે BUએ માત્ર ફોર્માલિટી નથી. પ્રોજેક્ટ રેરા રજીસ્ટર છે કે નહી તે ચકાસો. લેખિતમાં પઝેશન માટેની તારિખ મળી હોયતો તમે કાયદાકિય કાર્યવાહી કરી શકો. પઝેશન BU બાદ જ લેવુ જોઇએ. પર્યાવરણ, સ્વાસ્થય અને સુરક્ષાની દ્રષ્ટીએ BU પહેલા પઝેશન લેવુ અયોગ્ય છે. BU પહેલા પઝેશન લેવાયુ હોયતો ઇન્શ્યોરન્સ ક્લેમ પાસ થવો પણ મુશ્કેલ છે.

સવાલ: અમદાવાદમાં પ્રોપર્ટીની કિંમત વધતી જ જઇ રહી છે. તો શું ભવિષ્યમાં અમદાવાદમાં પ્રોપર્ટીની કિંમત ઘટવાની શક્યતા છે?

જવાબ: વિકેશભાઇને સલાહ છે કે ભારત જેવા વિકાસતા દેશમાં પ્રોપર્ટી કિંમત ઘટવી અશક્ય છે. જમીનની કિંમત ઘટવી મુશ્કેલ છે. જમીનની કિંમત વધતી જ જાય છે. અમદાવાદમાં પ્રોપર્ટીની કિંમત ઘટવાની શક્યતા નથી. ઘરની સાઇઝ અથવા લોકેશન બદલી તમને ઘર મળી શકે. સમયની સાથે પ્રોપર્ટીની કિંમત વધતી જ જશે.

સવાલ: કડોદરા નજીક 1400 SqFtનાં પ્લોટમાં રોકાણ કરેલુ છે. 6-7 વર્ષ પહેલા 400 પ્રતિ સ્કેવર ફિટ માં આ રોકાણ કર્યું હતુ. તો હવે મારે આ રોકાણ રહેવા દેવુ જોઇએ કે આ પ્લોટ વેચી દેવો જોઇએ?

જવાબ: દેવેન્દ્રસિંહને સલાહ છે કે તમારે આ રોકાણ સાથે બની રહેવું જોઇએ. દહેજમાં ઘણો વિકાસ થઇ રહ્યો છે. આવનારા સમયમાં તમને સારૂ અપ્રિશિયેશન મળી શકે છે. 5 થી 10 વર્ષમાં તમને વધુ ફાયદો મળી શકે.

સવાલ: ઘોડાસર વિસ્તારમાં ટેનામેન્ટ લેવુ છે અને તેમનુ બજેટ રૂપિયા 60 લાખ છે. મને વિકલ્પો મળી શકશે? ઘોડાસરમાં હાલમાં શુ કિંમત ચાલે છે?

જવાબ: ધિરેન પટેલને સલાહ છે કે બજેટની સાથે પ્રોપર્ટીનાં ટાઇટલ્સને મહત્વ આપો. બજેટ ઘટાડવા ડિફેક્ટિવ ટાઇટલ્સ સાથેની પ્રોપર્ટી ન ખરીદવી. ટાઇટલ્સ વાંધાજનક હોયતો એન્ટ્રી અને એક્સિટ બન્ને મુશ્કેલ બને છે. સારા ડેવલપરની ચોખ્ખા દસ્તાવેજની પ્રોપર્ટી ખરીદવી. રૂપિયા 60 લાખમાં તમને ઘોડાસરમાં ટેનામેન્ટ મળી શકે. ઘોડાસરમાં હાલ રૂપિયા 40-60 હજાર/વારની કિંમત ચાલી રહી છે.

સવાલ: પ્રતિક મોદીએ ગોતા અને વેષ્ણવદેવી વિસ્તારની જમીનની સરેરાશ કિંમત પુછી છે. અને વધુમાં પુછયુ છે કે આ વિસ્તારની જમીનમાં જો `20-25 લાખનું રોકાણ કરીએ તો 5 વર્ષ પછી આશરે કેટલી કિંમત મળી શકે?

જવાબ: પ્રતિક મોદીને સલાહ છે કે ગોતા અને વૈષ્ણવદેવી વિસ્તારમાં નાની જમીન મળવી મુશ્કેલ છે. ગોતા અને વૈષ્ણવદેવીમાં બે મોટી ટાઉનશીપનાં પ્રોજેક્ટ છે. અદાણીનો કોર્પોરેટ હેડ ક્વાટર આ લોકેશનમાં આવશે. ઝાઇડસનું કોર્પોરેટ હાઉસ આ લોકેશનમાં આવશે. ગોતા અને વૈષ્ણવદેવી વિસ્તારમાં રોકાણ કરી શકાય.

MoneyControl News

MoneyControl News

First Published: Jul 14, 2018 4:23 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.