પ્રોપર્ટી ગુરૂ: પ્રોપર્ટી માર્કેટ માટે કેવુ રહેશે વર્ષ 2019? - property guru property market for 2019 | Moneycontrol Gujarati
Get App

પ્રોપર્ટી ગુરૂ: પ્રોપર્ટી માર્કેટ માટે કેવુ રહેશે વર્ષ 2019?

નૌશાદ પંજવાણીનું કહેવુ છે કે આવનારૂ વર્ષ ગ્રાહકો માટે સારૂ.

અપડેટેડ 01:29:15 PM Jan 19, 2019 પર
Story continues below Advertisement

અફોર્ડેબલ હાઉસિંગ અંગે ચર્ચા
મેન્ડરસ પાર્ટનર્સના ફાઉન્ડર અને મેનેજીંગ પાર્ટનર નૌશાદ પંજવાણીનું કહેવુ છે કે આવનારૂ વર્ષ ગ્રાહકો માટે સારૂ. નોટબંધી અને જીએસટીને કારણે પ્રોપર્ટી માર્કેટને સમસ્યા. હાલમાં અફોર્ડેબલ પ્રોજેક્ટ પર વધુ ફોકસ છે. હાઉસિંગ ફોર ઓલ માટે સારા પ્રયાસો. અફોર્ડેબલ હાઉસિંગને જીએસટીમાં પણ રાહત.

બજેટ પાસે પ્રોપર્ટી માર્કેટની અપેક્ષા
નૌશાદ પંજવાણીના મતે આ વખતનું બજેટ વોટ ઓફ અકાઉન્ટ બજેટ હશે. આ બજેટમાં મોટા ફેરફાર નહી આવે. આ બજેટમાં સરકારનું ફોકસ જાણી શકાશે. સરકાર ઇન્ફ્રા અને અફોર્ડેબલ પર ફોકસ રાખી શકે. આ બજેટથી કોઇ આશા ન રાખી શકાય. હાલમાં દરેક શહેરોમાં સેલ વધી રહ્યું છે. ગ્રાહકોએ ઘર ખરીદવાની શરૂઆત કરી દીધી છે. ઓસી વાળા ઘરની વધુ ખરીદી થઇ રહી છે. ગ્રાહકો માટે ઘર લેવાનો સારો સમય છે.

જીએસટીની પ્રોપર્ટી માર્કેટ પર અસર
ડેવલપર્સ જીએસટી દર ઘટાડવાની માંગ કરી રહ્યાં છે. પ્રોપર્ટી માટે જીએસટીનાં દર ઘટાડવાની માંગ કરી રહ્યાં છે. જીએસટી 5% થી વધુ ઓછુ નહી થઇ શકે. અફોર્ડેબલ હાઉસિંગ માટે 8% જીએસટી લાગે છે. પ્રિમિયમ ઘર પર 12% જીએસટી લાગે છે. જીએસટી પર ક્લેરિટીની વધુ જરૂર છે. ઇનપુટ ક્રેડિટ ગ્રાહકોને મળે એ ખૂબ જરૂરી છે. કમર્શિયલ પ્રોપર્ટી રેન્ટ પર 18% જીએસટી લાગે છે. જીએસટીને રેશનલાઇઝ કરવાની ખૂબ જરૂર છે.

શું મુંબઇમાં ઘર સસ્તા થયા છે?
એરિયા પ્રમાણે કિંમતના ફેરફાર અલગ છે. પાછલા અમુક વર્ષમાં પ્રોપર્ટીની કિંમત વધી નથી. કિંમત ઘટાડવા માટે ઘરની સાઇઝ નાની કરી દેવાઇ છે. ડેવલપર્સ ઘરની સાઇઝ ઓછી કરી કિંમત ઓછી કરી રહ્યાં છે. મુંબઇનાં નવા ડીપીની અસર. નવા ડીપીમાં એફએસઆઈ વધારી છે અને પ્રિમિયમ ઘટાડ્યા છે. નવા ડીપીની અસર આવતા સમય લાગશે. સાઉથ મુંબઇમાં ખુલ્લી જગ્યા જ નથી. 3 થી 5 વર્ષમાં નવા ડીપીનો લાભ જોઇ શકાશે. સરકાર કેનેક્ટિવિટી વધારી રહી છે. દુરનાં વિસ્તારો હવે ખૂલતા દેખાઇ શકે.

સવાલ: કાલબા દેવીમાં, પઘડી સિસ્ટમાં કમર્શિયલ બિલ્ડિંગમાં એક રૂમ છે. આને વેચી શકાય? અને કેટલી કિંમત મળી શકે?

જવાબ: અમિત શુક્લાને સલાહ છે કે તમારો રૂમ કાલબા દેવીનાં માર્કેટ વિસ્તારમાં છે. પાઘડી એટલે સસ્તા દરના ભાડાની પ્રોપર્ટી. પાઘડીની પ્રોપર્ટીનાં તમે માલિક નહી ગણાવો. પાઘડીની જગ્યાનું વેચાણ કરતા માલિકને હિસ્સો આપવો પડે. 33% જેટલી રકમ તમારે માલિકને આપવી પડશે. તમને રૂપિયા 40 લાખની આસપાસ કિંમત મળી શકે. પાઘડીની પ્રોપર્ટી વારસામાં આગળને પેઢીને મળતી હોય છે.

સવાલ: અમે ગ્રાન્ટરોડમાં એક જુની ચાલમાં રહીએ છીએ. જે ટુંક સમયમાં રિડેવલમેન્ટમાં જઇ શકે છે. શું આજ ચાલમાં વધુ એક રૂમ ખરીદી લેવો જોઇએ? કે એટલી કિંમતમાં બોરીવલી તરફ નવો ફ્લેટ લેવો જોઇએ?

જવાબ: નિરજ શાહને સલાહ છે કે તમારે ક્યા રહેવુ છે એ પહેલા નકકી કરો. તમારૂ બજેટ ચકાસી લેવુ ખૂબ જરૂરી. ગ્રાન્ડરોડનાં રિડેવલમેન્ટ કરતા બોરવલીમાં નવુ ઘર ખરીદવું વધુ સારૂ. રિડેવપમેન્ટ થતા સમય લાગશે અને થોડુ રિસ્ક પણ છે. બોરીવલીમાં તમને મોટા વિસ્તારમાં ઘર મળી શકશે.

સવાલ: કલ્યાણમાં દુકાન ખરીદી શકાય, ભાડે આપવાથી કેટલુ રેન્ટ મળી શકે?

જવાબ: મયંક નાયકને સલાહ છે કે કલ્યાણ મુંબઇનો ભાગ નહી અલગ શહેર છે. કલ્યાણ સ્માર્ટ સિટીનાં લિસ્ટમાં સ્થાન ધરાવે છે. કલ્યાણમાં ઇન્ફ્રા ડેવલપમેન્ટ સારૂ થઇ રહ્યું છે. કલ્યાણની અંદરનો વિકાસ પણ સારો છે. કલ્યાણમાં દુકાન લઇ શકાય છે. રૂપિયા 15 થી 25 હજાર/સ્કેવરફીટની કિંમતમાં દુકાન મળી શકે. તમને 5 થી 6% રેન્ટલ યિલ્ડ મળી શકે.

MoneyControl News

MoneyControl News

First Published: Jan 19, 2019 1:29 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.