ઘરોના વેચાણ ખૂબ સારા થઇ રહ્યાં છે. લોકોને ઘર ખરિદવામાં ખૂબ રૂચિ આવી છે. 40 વર્ષના સૌથી ઓછા દર પર હોમલોન મળી રહી છે. 2021નુ વર્ષ રિયલ એસ્ટેટ માટે રહ્યું છે.
સરકારના પગલા અને ઓછા વ્યાજદરનો ગ્રાહકોને લાભ છે. 2022નુ વર્ષ રેસિડન્શિયલ માટે સારૂ રહેશે. 2021નુ વર્ષ રિયલ એસ્ટેટ માટે સારૂ વર્ષ રહ્યું. આ વર્ષ દરમિયાન લોકો ઘરનુ મહત્વ સમજ્યા. 2021માં ઘરોના વેચાણ ખૂબ વધ્યા. સરકાર દ્વારા પણ સારા બુસ્ટ અપાયા. સ્ટેમ્પ ડ્યુટી પર રાહતથી ઘણી રાહત મળી. દરેક ભારતીય પોતાનુ ઘર ઇચ્છી રહ્યું છે.
2021 દરમિયાન રેડી ફ્લેટ સૌથી વધુ વેચાયા. ટાઉનશિપના ફ્લેટ વધારે વેચાયા. લોકો પોતાના ઘર અપગ્રેડ કરી રહ્યાં છે. લોકોના જુના ઘર પણ સરળતાથી વેચાયા. લોકો માટે અપગ્રેડેશન પણ સરળ બન્યુ. લોકો દુરના લોકેશનમાં પણ ઘર લેવા તૈયાર છે. વર્ક ફ્રોમ હોમની અસરથી સારા ઘરની માગ વધી. વોક ટુ વર્ક જેવા ટ્રેન્ડ પણ દેખાઇ રહ્યાં છે. કો-વર્કિંગ સ્પેસનો ટ્રેન્ડ પણ આવી રહ્યો છે.
લોકો હવે ઘરમાં કામ કરવાની ઇચ્છા રાખે છે. હવે લોકો મોટા ઘરમાં રહેવા ઇચ્છે છે. લોકોને પ્રિમાયસિસમાં એમેનિટિઝ સાથેના ઘરોમાં રૂચિ છે. મેટ્રો, કોસ્ટલ રોડ આવી રહ્યાં છે. લોકો ઘર ઓફિસની નજીક ઇચ્છી રહ્યા છે. દરેક સબર્બમાં કમર્શિયલ સ્પેસ આવશે.
ઇન્વેન્ટરીમાં ઘણો ઘટાડો થયો છે. રેડી ઇન્વેન્ટરી લગભગ શૂન્ય થઇ છે. કોવિડની અનિષ્ચતિતા ઘટી રહી છે. ડેવલપરે ઘરોની કિંમતો વધારી નથી. ઘરનો બાંધકામ ખર્ચ ખૂબ વધી ગયો છે. ઘરોની કિંમતો આવતા વર્ષ વધશે. અફોર્ડેબલ સેગ્મેન્ટમાં કિંમતો વધશે. માંગ વધુ હોવાથી પણ કિંમતો વધશે. લોકો સારા ઘરો માટે કિંમત ચુકવવા તૈયાર છે.
આવનારા વર્ષમાં રિયલ એસ્ટેટ સામે ક્યા પડકાર હશે?