પ્રોપર્ટી ગુરૂઃ દર્શકોના સવાલોનું નિરાકરણ - property guru removing viewers questions | Moneycontrol Gujarati
Get App

પ્રોપર્ટી ગુરૂઃ દર્શકોના સવાલોનું નિરાકરણ

આજે પ્રોપર્ટીના તમામ પ્રશ્નોના હલ માટે આપણી સાથે જોડાયા છે જેએલએલ ઈન્ડિયાના આસિટન્ટ વાઇસ પ્રેસિડન્ટ જીગર મોતા.

અપડેટેડ 02:12:58 PM Sep 08, 2018 પર
Story continues below Advertisement

પ્રોપર્ટીગુરૂમાં આપનુ સ્વાગત છે. પ્રોપર્ટીને લગતી તમામ જાણકારી આપના સુધી પહોચાડતો શો એટલે જ પ્રોપર્ટી ગુરૂ. આજે પ્રોપર્ટીના તમામ પ્રશ્નોના હલ માટે આપણી સાથે જોડાયા છે જેએલએલ ઈન્ડિયાના આસિટન્ટ વાઇસ પ્રેસિડન્ટ જીગર મોતા.

સવાલ: આ ઇમેલ આવ્યો છે જયદિપ પટેલનો તેમણે લખ્યુ છે કે સોલા ભાગવતની પાછળ નિલગીરી અપાર્ટમેન્ટમાં 1 કરોડમાં 3 BHK રિસેલમાં લઇ શકાય?

જવાબ: જયદિપ પટેલને સલાહ છે કે સોલા ભાગવત લોકેશન સારૂ છે. ફિનિક્સ મોલનો, મોલ અહીથી નજીક આવશે. મોલ માટેની મોટી ડીલ થઇ  છે. રિસેલમાં પ્રોપર્ટી લેતી વખતે દસ્તાવેજ ચકાસવા જરૂરી છે.

સવાલ: મે બરોડામાં એક પ્રોપર્ટી બુક કરાવી છે. મારી સાથે મારા 5-6 ફ્રેન્ડ્સે પણ કરાવી છે. અમે 2014 ના અંતમાં બુક કરાવી હતી. બિલ્ડરનું ધીમે કામ ચાલતુ હતુ જેમ કંસ્ટ્રક્શન થાય તેમ અમે પૈસા આપતા હતા. હવે 90 ટકા પેમેન્ટ થઈ ગયુ છે હવે છેલ્લા 1.5 વર્ષથી અટકેલુ છે. અમે પજેશન માંગે તો તે કંઈને કંઈ ડેટ આપે છે માર્ચ 2019 સુધીમાં પણ મળવુ મુશ્કેલ છે બિલ્ડિંગ સ્ટ્રક્ચર રેડી છે ઈન્ટરનલ વર્ક કરવાનું જ બાકી છે. ઓગસ્ટ 2017 માં રેરા માટે પુછ્યુ હતુ પરંતુ 1 વર્ષ થઈ ગયુ છે છતાં પણ હજુ રેરા સર્ટિફિકેટ નથી આવ્યુ.

જવાબ: બી.એમ.શાહને સલાહ છે કે પેમેન્ટ કરતા પહેલા પ્રોગેસ સિડ્યુલ ચકાસવું. રેરા રજીસ્ટ્રેશન 1 વર્ષ સુધી ન થાય તે લગભગ અશક્ય છે. તમે રેરા ઓથોરીટીને જાણ કરી શકો છો. ગુજરેરા વેબસાઇટ પર માહિતી ચેક કરો. રેરા લાવવોનો હેતુ જ ગ્રાહકને સમયસર ઘર મળે તે છે. તમે રેરા ઓથોરીટી સમક્ષ ફરિયાદ લઇ જઇ શકો. રેરા ઓથોરીટી તમને જલ્દી જવાબ આપશે. તમે ઇમેલ કે કુરિયર દ્વારા રેરા ઓથોરીટીને જાણ કરી શકો.

સવાલ: સરકાર દ્વારા મકાન ખરીદીએ તો 12 ટકા જીએસટી લાગે છે પલ્સ 5 ટકા સ્ટેમ્પડ્યુટી પલ્સ, 0.90 ટકા રજીસ્ટ્રેશન ફી લાગે છે. ત્યારે ડેવલપર ઈનપુટ ક્રેડિટ નથી આપતા. તે શું કારણ હોઈ શકે તે જણાવશો.

જવાબ: વિષ્ણુ પટેલને સલાહ છે કે જીએસટીની ઇનપુટ ક્રેડિટ મળતા ઘણો સમય લાગે છે. ઇનપુટ ક્રેડિટ ડેવલપરને મળશે તો જ તમને મળી શકશે. ઇનપુટ ક્રેડિટ તરીકે 2 થી 4% મળતી હોય છે. હવે સ્કેવર ફીટ મુજબ વિવિધ ચાર્જ લાગે છે. ડેવલપરનાં ખર્ચ વધતા તેઓ અમુક ચાર્જ લગાડે છે.

સવાલ: આ ઇમેલ આવ્યો છે ભરત ચંગેલાનો તેમણે પુછ્યુ છે કે પ્રોપર્ટીનાં એન્ડ યુઝર પર જીએસટીની શુ ઇફ્કેટ આવે? આ બાબતે હજી ઘણી મુંઝવણ છે. અમદાવાદમાં બિલ્ડર્સ પ્રતિ Sq. Yd કિંમત સુપર બિલ્ટઅપ પર, ડોક્યુમન્ટ ચાર્જ અને 12% જીએસટી અને મેન્ટેનન્સ માંગે છે, શું આ યોગ્ય છે?

જવાબ: ભરતભાઇને સલાહ છે કે જીએસટીને કારણે તમને 8 થી 9% કોસ્ટ વધે છે. જીએસટીને કારણે સિસ્ટમની પાર્દશકતા પણ વધશે.

સવાલ: આ ઇમેલ છે દક્ષેશ ઇમાનદારનો વલસાડથી..તેમણે લખ્યુ છે કે..અમારો પ્લોટ આશરે 250 વારનો ગાંધીનગરથી 15 કિમી . અમરાપુર ગામે એક પ્લોટ્સની સ્કીમમાં છે ત્યાં આસપાસનાં એરિયામાં ફાર્મ હાઉસ , પ્લોટ્સ એવું ડેવેલોપમેન્ટ છે અમારાંથી આગળ સ્વપ્નશ્રુષ્ટિ વોટરપાર્ક આવેલો છે અમે ઇન્વેસ્ટ કરે આશરે 7/8 વરસ થયાં અમારે વેચવો છે તો આપની શું સલાહ છે ?  અમે આશરે 2500/વાર દીઠ લીધેલો હતો. ત્યાં માર્કેટ શું અને એનું ભવિષ્ય જણાવશો. ગાંધીનગર થી મહુડી રોડ પર આવેલું છે.

જવાબ: દક્ષેશભાઇને સલાહ છે કે તમારૂ રોકાણ ખૂબ સારા લોકેશન પર છે. આ વિસ્તારમાં હાલ સારી કિંમત ચાલી રહી છે. તમે આ પ્રોપર્ટીનું વેચાણ કરી તમે સારો લાભ મેળવી શકો. આ વિસ્તારમાં પ્રોપર્ટીની માંગ સારી છે. મહુડીનો વિકાસ સારો થઇ રહ્યો છે.

સવાલ: સરગાસણ ગાંધિનગરમાં પ્રોપર્ટી લેવાય કે નહીં, અને પીએમએવાય કોને મલે કોને ના મલે. એમા પણ કોઈ સલેબ નક્કી કરેલ છે સરકારે મને જણાવશો.

જવાબ: નિલેશભાઈને સલાહ છે કે સરગાસણનો વિકાસ ખૂબ ઝડપથી થઇ રહ્યો છે. સરગાસણમાં તમે તમારૂ ઘર ખરીદી શકો છો. પહેલી વાર ઘર ખરીદનારને પ્રધાનમંત્રી આવાસ યોજનનો લાભ મળશે.

MoneyControl News

MoneyControl News

First Published: Sep 08, 2018 2:12 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.