પ્રોપર્ટી ગુરૂ: અમદાવાદનાં પ્રોપર્ટી માર્કેટ અંગે ચર્ચા - property guru talk about ahmedabad property market | Moneycontrol Gujarati
Get App

પ્રોપર્ટી ગુરૂ: અમદાવાદનાં પ્રોપર્ટી માર્કેટ અંગે ચર્ચા

2017 કરતા 6% સેલ્સમાં વધારો છે. MMRમાં સેલ્સમાં લગભગ 15%નો વધારો થયો છે.

અપડેટેડ 11:04:43 AM Aug 25, 2018 પર
Story continues below Advertisement

માર્કેટમાં ટ્રેકશન વધી રહ્યું છે. 2017 કરતા 6% સેલ્સમાં વધારો છે. MMRમાં સેલ્સમાં લગભગ 15%નો વધારો થયો છે. NCR, બેંગ્લોર માર્કેટમાં ગ્રોથ જોવા મળી છે. હવે પ્રોપર્ટી માર્કેટનો ગ્રોથ શરૂ થઇ ગયો છે. હવે રેશનલાઇઝેશનનો સમય છે. પ્રોપર્ટીની કિંમતો 3 વર્ષથી સ્થીર છે. કિંમત અને અફોર્ડેબિલીટીનો તફાવત ઘટ્યો છે. હવે એન્ડયુઝર માટેનું માર્કેટ છે.

રોકાણકાર માટે હવે રોકાણ હિતાવહ નથી. ઘણા રોકાણકારનાં નાણાં અટક્યા છે. રોકાણકાર પર આધારિત માર્કેટ પર માઠી અસર જોવા મળી છે. લક્ઝરી પ્રોજેક્ટ માટે સેલ્સ સમસ્યા છે. એન્ડયુઝર માટેનાં પ્રોજેક્ટમાં સેલ્સ વધ્યા છે. સરકાર દ્વારા અફોર્ડેબલ માટે ઘણી સ્કીમ છે. સબવેંશન સ્કીમનો લાભ મળે છે.

RERA અને GSTએ વર્ષ પુર્ણ કર્યું છે. પ્રોપર્ટી માર્કેટની સ્થિતી બદલાઇ ગઇ છે. ન્યુ લોન્ચમાં 106% વધારો થયો છે. ડેવલપરનો વિશ્ર્વાસ પાછો આવી રહ્યો છે. ડેવલપરને કૅશફ્લો સમસ્યા આવી રહી હતી. RERA અને GST આવતા માર્કેટ પર અસર થઇ છે. હવે સેલ્સ વધવાની શરૂઆત છે. ડેવલપર માટે ન્યુ લોન્ચ જરૂરી છે.

MMRનાં નવા લોન્ચ વધ્યાં છે. MMRમાં વેચાણ વધ્યાં છે. MMR રીજનનો વિસ્તાર હેબીટેબલ છે. દિલ્હી બહારનાં વિસ્તારમાં વસ્તી નથી. મુંબઇમાં દરેક વિસ્તાર લિવેબલ છે. મુંબઇમાં ઇનફ્રાસ્ટ્રકચર સારૂ છે. મુંબઇમાં રિડેવલપમેન્ટ થઇ રહ્યાં છે.

ચૈન્નઇ અને બેંગ્લોરમાં વધુ લોન્ચ થયા છે. ગુજરાતમાં નવા લોન્ચ ઓછા છે. NCRમાં 11,885 યુનિટ ન્યુ લોન્ચ થયા છે. ચૈન્નઇમાં 6,407 યુનિટ ન્યુ લોન્ચ થયા છે. ભારતભરમાં પાછલા વર્ષ કરતા 106% ન્યુ લોન્ચ થયા છે. ચૈન્નઇ સિવાય દરેકનો ગ્રોથ સારો છે. મુંબઇ, દિલ્હી જેવા માર્કેટમાં સુધારો થયો છે.


પૂનાનાં પ્રોપર્ટી માર્કેટ અંગે ચર્ચા-

પૂનામાં દરેક તરફ સપ્લાઇ આવી રહી છે. મોટા ટાઉનશીપનાં પ્રોજેક્ટ પૂનામાં છે. મુંબઇનાં રોકાણકાર પૂનામાં રોકાણ કરે છે. પૂનામાં કિંમત પણ સારી છે. પૂનામાં પ્રોપર્ટીની કિંમત થોડી વધી છે.

પાછલા 6 મહિનામાં વધ્યા 106% લોન્ચ થયા છે. મુંબઇમાં 25% વેચાણ વધ્યું છે. મુંબઇમાં ગ્રોથ સારો થઇ રહ્યો છે. પૂનામાં વેચાણ વધ્યા છે. ભારતભરનાં પ્રોપર્ટી માર્કેટમાં રિકવરી છે.

ચૈન્નઇમાં વેચાણ વધી નથી રહ્યાં છે. ચૈન્નઇ સેમી સર્કેલ સિટી છે. ચૈન્નઇમાં અફોર્ડેબલ ઘરની માંગ છે. લક્ઝરી પ્રોજેક્ટમાં વેચાણ નથી.

અમદાવાદનાં પ્રોપર્ટી માર્કેટ અંગે ચર્ચા-

અમદાવાદમાં વેચાણમાં 4% વધારો છે. અમદાવાદ માર્કેટની રિકવરી સારી છે. અમદાવાદ સૌથી અફોર્ડેબલ છે. અમદાવાદમાં અફોર્ડેબલની સપ્લાઇ સારી છે. અમદાવાદમાં વેચાણ વધતુ જોવા મળશે.

અનસોલ્ડ ઇન્વેન્ટરી અંગે ચર્ચા-

દિલ્હી-NCRમાં અનસોલ્ડ ઇનવેન્ટરી વધુ છે. નવી ઇનવેન્ટરીમાં વેચાણ થાય છે. જુની ઇનવેન્ટરી વેચવી મુશ્કેલ છે. લક્ઝરી પ્રોપર્ટીનાં વેચાણમાં મુશ્કેલી છે. 40,45 મહિનાની ઇન્વેન્ટરી છે. લક્ઝરીમાં હાલ ડિસ્કાઉન્ટ મળી શકે છે. નવા લોન્ચનાં વેચાણ ઝડપી છે.

અફોર્ડેબલ સેગ્મેન્ટની ટિકિટ સાઇઝ ઘટી છે. રૂપિયા 50 લાખ સુધીનાં ઘરનું વધુ વેચાણ છે. રૂપિયા 25 લાખ સુધીનાં પ્રોજક્ટનો ગ્રોથ વધુ છે. રૂપિયા 1 કરોડથી મોંઘા ઘરમાં વેચાણ ઓછા છે. કિંમત માર્કેટ પર અસર કરતુ મોટુ પરિબળ છે. કિંમતને કારણે ઘર નાન કરવાની ફરજ છે. રો મટીરિયલની કિંમત 9% વધી છે.

પ્રોપર્ટીની કિંમતમાં ઘટાડો શક્ય નથી. અફોર્ડિબિલિટી અને કિંમતમાં તફાવત છે. કિંમત ઓછી કરવા સાઇઝ ઘટાડી છે. પહેલા 1000 Sqftમાં 2 BHK બનાતા હતા. હવે 2 BHK 550 થી 600 SqFtમાં બને છે. બિલ્ડર હવે કિંમતમાં થોડો ઘટાડો કરી રહ્યાં છે.

લક્ઝરી સેગ્મેન્ટમાં કિંમત ઘટી છે. અફોર્ડેબલમાં કિંમત ઘટવાની શક્યતા ઓછી છે. કિંમતમાં વધુ વધારો નથી થયો. અમુક શહેરોમાં કિંમત સ્થીર છે. કિંમતમાં વધુ વધારાની શક્યતા ઓછી.

ઘર લેવા માટેનો ઉત્તમ સમય હાલમાં છે. સબવેન્શન સ્કીમનો લાભ લઇ શકાય છે. રેન્ટલ યિલ્ડ પરથી રિટર્ન ગણી શકાય છે. 3 થી 3.5% રેન્ટલ યિલ્ડ સારી ગણી શકાય છે. થી ઓછુ રેન્ટલ યિલ્ડ હોયતો રોકાણ ન કરવું. ઘર ખરીદવાનો હાલ સારો સમય છે. ન્યુ પ્રોજેક્ટ લોન્ચમાં વધારો થયો છે. એન્ડ યુઝર ઘર ખરીદી શકે છે.

MoneyControl News

MoneyControl News

First Published: Aug 25, 2018 11:04 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.