આવનારા મહિનામાં સારી ઓફરો આવી શકે છે. બજારમાં હાલમાં ઓફર્સનો અભાવ. પેમેન્ટનાં વિકલ્પો અને જીએસટીની માફીની ઓફરો છે. બજારમાં ઓફર ઘણી ઓછી છે.
આવનારા મહિનામાં સારી ઓફરો આવી શકે છે. બજારમાં હાલમાં ઓફર્સનો અભાવ. પેમેન્ટનાં વિકલ્પો અને જીએસટીની માફીની ઓફરો છે. બજારમાં ઓફર ઘણી ઓછી છે.
સવાલ-
મેં મુલુન્ડમાં ખૂબ જ પ્રખ્યાત બિલ્ડિંગ પ્રોજેક્ટ માં એક 2BHK ફ્લેટ જોયો છે. તેઓએ કહ્યું કે આ પ્રોજેક્ટ હમણા 45 ફ્લોરનો છે પરંતુ રેરામાં તે 42 ફ્લોર બતાવે છે. તો શું આ ફ્લેટ ખરીદી શકાય?
જવાબ-
ડેવલપરે વધુ FSI માટે અપ્લાઇ કરી હશે. વધુ FSIની મંજૂરી મળે તો તેનો સમાવેશ થશે. તમે આ પ્રોજેક્ટમાં બુકિંગ કરી શકો છો.
સવાલ-
તેમણે લખ્યુ છે કે મારે 60 લાખથી ઓછી કિંમત વાળા ઘરની ખરીદી કરવી છે. મારી પાસે વસઈ, વિરાર, ડોમ્બિવલી, કલ્યાણ જેવા વિકલ્પો છે અને હુ લોઅર પરેલમાં કામ કરુ છુ એટલે આ બાબતે હું મુઝવણમાં છુ કે કઈ જગ્યે ઘર ખરીદવું?
જવાબ-
તમારે માટે વસઇ-વિરાર સારો વિકલ્પ છે. વિરારમાં તમને ઘણા વિકલ્પો મળશે. વિરારનું ઇન્ફ્રાસ્ટ્રકચર વિકસી રહ્યું છે. વિરારની કનેક્ટિવિટી વધી રહી છે. વિરારમાં રેડી પ્રોપર્ટી મળી શકે છે.
લોવર પરેલ પ્રોપર્ટી માર્કેટ અંગે ચર્ચા-
લોવરપરેલ પહેલા ટેક્સટાઇલ મિલનો એરિયા હતો. લોવરપરેલમાં ઘણી ચાલ હતી. મીલની જગ્યાએ મોટા મોટા પ્રોજેક્ટ આવી ગયા છે. ફિનિક્સ અને પલેડિયમ મોલ લોવર પરેલમાં છે. લોવર પરેલ બઝીંગ વિસ્તાર બન્યો છે. મિડિયા, બેન્કની ઓફિસ લોવર પરેલમાં છે. લોવર પરેલની સાઉથ મુંબઇથી કનેક્ટેડ છે. લોવર પરેલમાં લાઇફ સ્ટાઇલ ઘણી સારી છે. લોવર પરેલ અને વરલી એક જેવા વિસ્તાર છે. લોવર પરેલમાં 2BHK રૂપિયા 3.5 થી રૂપિયા 6 કરોડમાં મળી શકે છે. સ્ટેન્ડ અલોન બિલ્ડિંગમાં કિંમત થોડી ઓછી છે.
લોધા ધ પાર્ક ગેટેડ કમ્યુનિટી પ્રોજેક્ટ છે. લોધા ધ પાર્ક એમેનિટિઝ સાથેનો પ્રોજેક્ટ છે. લોવર પરેલમાં ઘણા વિકલ્પો છે. લોધા વર્લ્ડ ટાવર પ્રોજેક્ટ એક સારો વિકલ્પ છે. વર્લ્ડ ટાવર ઉંચામાં ઉંચો રેસિડન્શિયલ પ્રોજેક્ટ છે. વર્લ્ડ ટાવરમાં સ્કાય વિલાનો વિકલ્પો છે. કોમ્પેક્ટ અપાટ્ટમેન્ટનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. લોવર પરેલમાં 1BHKનાં વિકલ્પો મળી શકે છે. રિડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં નાના ઘરનાં વિકલ્પો મળશે. કામની જગ્યાથી નજીક રહેવુ વધુ પસંદ કરાય છે. સિનિયર લેવલનાં લોકો પણ ભાડે રહે છે. લોવર પરેલ, BKCમાં રેન્ટલ યિલ્ડ સારૂ છે. રેન્ટલ માટે કમર્શિયલ પ્રોપર્ટી સારો વિકલ્પ છે.
BKCમાં કિંમત રૂપિયા 4 કરોડથી વધુ થશે. અંધેરી ઇસ્ટમાં ઓમકારનો પ્રોજેક્ટ સારો છે. અંધેરીથી BKC વેલકનેક્ટેડ છે. કુર્લામાં પણ વિકલ્પો મળી શકે છે. કુર્લાનાં વિકાસમાં થોડો સમય લાગી શકે છે. ચેમ્બુરમાં રેડિયસનાં પ્રોજેક્ટમાં રોકાણ કરી શકાય છે.
સવાલ-
તેમણે પુનામાં સ્ટુડન્ટસને ભાડે આપવા માટે ફ્લેટ ખરીદવો છે તો ક્યા વિસ્તારમાં ખરીદી શકાય?
જવાબ-
પૂનામાં ઘણા આઈટી પાર્ક અને એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુટ છે. વાંકડમાં ઘણા એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુટ છે. તમે હિંજેવાડી કે વાંકડમાં ઘર ખરીદી શકો છો. તમને રૂપિયા 60 લાખ સુધીમાં 2BHK મળી શકે છે. તમને રૂપિયા 20 થી 25 હજાર ભાડુ મળી શકશે.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.