મુંબઇમાં પહેલા ક્વાટરમાં 4400 કરોડ રૂપિયાની લકઝરી ઘરોના સેલ થયા છે. 2021માં 20,030 કરોડના લકઝરી ઘરોના વેચાણ થયા હતા. લકઝરી માર્કેટનો ગ્રોથ સારો થઇ રહ્યો છે. કોવિડ બાદ લોકોને મોટા ઘર જોઇએ છે. રિયલ એસ્ટેટમાં કિંમતો લાંબા સમયથી સ્થિર છે. મુંબઇ સિવાયના શહેરોમાં પણ લક્ઝરી ઘરોના વેચાણ વધ્યા છે. વિલા અને મોટા ફ્લેટના વેચાણ વધી રહ્યા છે. કોવિડ પછી ગ્રાહકોનો માઇન્ડ સેટ બદલાયો છે. કોવિડ બાદ ઘરોનુ મહત્વ વધ્યુ છે. પ્રોપર્ટીની કિંમતો સ્થિર હોવાથી ખરિદારી વધી છે.
સેકેન્ડ હોમમાં ઝડપી ગ્રોથ વધી રહી છે. 2021માં 70% વધુ સેકેન્ડ હોમ વેચાઇ રહ્યાં છે. 2022માં 27%નો ગ્રોથ જોવાયો છે. લોકો મોટા પ્રમાણમાં બીજુ ઘર પણ ખરિદી રહ્યાં છે.
નૈનિતાલ, દેહરાદુન, હરિદ્વારમાં સેકેન્ડ હોમ માટે પસંદગીના શહેર છે. ગોવા અને લોનવલામાં પણ સેકેન્ડ હોમ માટે પસંદગીના શહેર છે.
ગુજરાતમાં ક્યા થઇ રહી છે ઘરોની ખરિદી?
અમદાવાદ, સુરત અને વડોદરામાં ઘરોની ખરિદારી વધી રહી છે. લોવર પરેલ, વરલી, પ્રભાદેવી, અંધેરીમાં લકઝરી પ્રોપર્ટીના વેચાણ વધ્યા છે. 5 થી 30 કરોડ રૂપિયાના લકઝરી પ્રોજેક્ટ થઇ રહ્યાં છે. મુંબઇમાં 15 કરોડ રૂપિયાના લકઝરી ફ્લેટ છે. દેશના અન્ય ભાગોમાં 4 થી 10 કરોડ રૂપિયામાં લકઝરી હોમ મળી શકે છે
ગ્રાહકો કેવા ઘર પસંદ કરી રહ્યાં છે?
બાલ્કનિ ગ્રાહકો માટે મહત્વની બની છે. બાલ્કનિનો ટ્રેન્ડ વધી રહ્યો છે. પ્રોજેક્ટમાં કોમન ગાર્ડનની માગ વધી રહી છે. જીમ અને સ્પોર્ટસ ફેસિલિટીની માંગ વધી છે. નેચરલ લાઇટિંગનુ મહત્વ પણ વધ્યુ છે. વર્ટિકલ વોલનો ટ્રેન્ડ પણ બની રહ્યો છે.
રિયલ એસ્ટેટમાં પર્યાવરણનુ મહત્વ વધ્યુ
વધુમાં વધુ ડેવલપર ગ્રીન સોસાયટી પર ધ્યાન આપે છે. ગ્રાહકોની માગને કારણે પર્યાવરણ પર ધ્યાન અપાય રહ્યું છે. ડેવલપર્સ પોતાની જાહેરાતમાં ઓપન એરિયાનો ઉલ્લેખ કરે છે. અમુક સોસાયટીએ અમુક ગ્રીન એરિયા અલગ કર્યો છે. પર્યાવરણ માટેની જાગૃતતા સમય સાથે વધી રહી છે.
ગુજરાતમાં ગ્રીન બિલ્ડિંગ સર્ટિફિકેશન ખૂબ સારો છે. સરકારના પ્રયાસ પણ ખૂબ સારા છે. સોલાર પેનલનો ઉપયોગ પણ ગુજરાતમાં વધ્યો છે. ગુજરાતમાં ગ્રીન બિલ્ડિંગને સરકારનુ પ્રોત્સાહન વધી રહ્યું છે. ગિફ્ટ સિટી IGBC સર્ટિફાઇડ છે. IGBC માટે સસ્ટેનિબિલિટી, ગ્રીનરી વગેરે પર ધ્યાન અપાય છે.
સોલાર પેનલનો કેટલો ઉપયોગ થાય છે?
ગુજરાતમાં 25% લોકો સોલાર પેનલનો ઉપયોગ કરી રહ્યાં છે. એકવાર ઇન્સ્ટોલેશનનો ખર્ચ આવતો હોય છે. સોલાર પેનલથી ભવિષ્યનો એનર્જીનો ખર્ચ ઘટે છે. સરકાર સોલાર પેનલને પ્રોત્સાહન આપી રહી છે. સોલાર માટે કેપેક્સ કે ઓપકેસ મોડલ પર મળી રહ્યાં છે. છુટા ઘરોમાં પણ સોલાર પેનલનો ઉપયોગ થઇ રહ્યો છે.
ઘણા પ્રોજેક્ટમાં EV ચાર્જીગ પોઇન્ટ લગાડાય છે. ઘણી સોસાયટી EV ચાર્જીગ પોઇન્ટ લગાડી રહી છે. રિયલ એસ્ટેટમાં સસ્ટેનિબલિટીનુ મહત્વ વધ્યુ છે. ગ્રીન બિલ્ડિંગ સર્ટિફાઇડ બિલ્ડિંગ માટે 5% વધુ કિંમત લાગતી હોય છે. મેન્ટેનન્સને લગતા ખર્ચ હંમેશા માટે ઘટે છે.
અફોર્ડેબલ કરતા લકઝરીના ગ્રાહકોમાં સસ્ટેનિબિલટીની વધુ માગ છે. ગ્રીન બિલ્ડિંગની સંખ્યા હવે વધતી જાય છે. ગ્રાહકો ગ્રીન બિલ્ડિંગની માગ કરી રહ્યા છે. ગ્રાહકો વોટર હોરવેસ્ટિંગની પણ માગ કરી રહ્યા છે. ગ્રીન સર્ટિફાઇડ બિલ્ડિંગની રિ સેલમાં પણ સારી કિંમત મળશે.