શિવાલિક ગ્રુપના એમડી, ચિત્રક શાહનું કહેવુ છે કે ચાલુ પ્રોજેક્ટ માટે 31મે RERA રજીસ્ટ્રેશનની અંતિમ તારિખ હતી. 600-700 પ્રોજેક્ટ રજીસ્ટર થયા છે. હજી સુધી RERAને પ્રતિસાદ ઓછો છે. બિલ્ડર્સને રજીસ્ટ્રેશનમાં અમૂક સમસ્યાઓ નડી રહી છે. 30 સપ્ટેમ્બર સુધી વધુ પ્રોજેક્ટ રજીસ્ટર થઇ શકે. માર્કેટમાં નવા પ્રોજેક્ટ લોન્ચ અટક્યાં છે. 1 થી 2 મહિના પછી સાચી પરિસ્થિતી ખબર પડશે.
RERA મુજબ કાર્પેટ એરિયા પ્રમાણે વેચાણ ફરજીયાત. પ્રતિ SqFt કિંમત વધેલી લાગે પરંતુ ફ્લેટની કિંમતમાં ફેર નહી આવે. પહેલા સર્વિસ ટેક્સ અને VAT પહેલા અમલી હતાં. મકાનની કિંમત પર 12% GST આપવો પડશે. ગ્રાહકને 6% ખર્ચ વધી શકે છે. GSTમાં હજી ઘણી મુંઝવણો છે. જમીન પર GST લાગુ નહી થાય.
મકાનની કિંમત પર 12% GST આપવો પડશે. બાંધકામની કિંમત પર રિબેટ મળશે. 2 થી 6%નો કિંમતનો વધારો ગ્રાહકને લાગશે. GST અને RERAને કારણે પારદર્શકતા આવશે. ગ્રાહકને RERAને કારણે ઘણો લાભ છે. પ્રોપર્ટીની કિંમતમાં મોટો ફેરફાર નહી આવે. પ્રોપર્ટીની કિંમતમાં મહત્તમ 5% વધારો આવી શકે. હવે રિયલ એસ્ટેટ માર્કેટ ઓર્ગેનાઇઝડ થશે.
દિપ બિલ્ડર્સના ડિરેક્ટર, દિપક પટેલના મતે ચાલુ પ્રોજેક્ટની રજીસ્ટ્રેશન અરજી અપાઇ છે. RERA ઓથોરિટી સારી રીતે કાર્યરત છે. RERAને કારણે કિંમત વધવી ન જોઇએ. RERA ગ્રાહકો માટે ખૂબ ફાયદાકારક છે. RERAને કારણે પારદર્શકતા આવશે.
કેપિટલ બ્રોકર્સના ડિરેક્ટર, કમલભાઇ વટાલિયાના મુજબ ગ્રાહકો હાલમાં મુંઝવણમાં છે. ગ્રાહકોને RERAની સમજ આપવી જરૂરી છે. ગ્રાહકો નિર્ણય લેવામાં અટકી રહ્યાં છે. માર્કેટમાં થોભો અને રાહ જુઓની પરિસ્થિતી છે. RERA બાદ કાર્પેટ એરિયાની પારદર્શકતા આવશે.
RERAમાં દંડની જોગવાઇઓ પણ છે. એજન્ટને પણ RERAનાં નિયમો લાગુ થશે. અમદાવાદમાં પુર્વ અને પશ્ર્ચિમ વિસ્તારમાં મકાનની કિંમતમાં મોટો ફેર છે. સસ્તા ઘરમાં GSTનું ભારણ ઓછુ છે. મોંઘા ઘર માટે GSTનું ભારણ વધુ છે.