મુંબઇ ફાયર બિગ્રેડના ચીફ ફાયર ઓફિસર હેંમત પરબનું કહેવુ છે કે મુંબઇમાં 32 મીટરથી ઉંચા બિલ્ડિગોમાં ફાયર ઇવિક્યુશન લિફ્ટ ફરજીયાત છે. 10 માળથી ઉંચી બિલ્ડિગમાં ફાયર ફાઇટિંગ પ્રોવિઝન હોવા જરૂરી છે. ફાયર ફાયટિંગ પ્રોવિઝન અંડર ગ્રાઉન્ડ અને ઓવર હેડ વોટર ટેન્ક છે. રાઇઝર, કમર્શિયલમાં સ્પ્રિન્કલર અપાય છે. ફાયર અલાર્મ અને સ્મોક ડિટેક્શન હોય છે.
23માળનાં બિલ્ડિગો માટે 70 મીટરથી ઉંચી બિલ્ડિગમાં ફાયર ઇવેક્યુશન લિફ્ટ જરૂરી છે. ફાયરમેન લિફ્ટ અને ફાયર ઇવેક્યુશન લિફ્ટ અલગ છે. 2018 બાદ હાઇરાઇઝમાં ફાયર ઇવેક્યુશન લિફ્ટ ફરજિયાત છે. ફાયર સેફ્ટિ બાદ જ OC અપાય છે. જુના પ્રોજેક્ટમાં અન્ય ફાયર સેફિ્ટી પ્રોવિઝન હોવા જરૂરી છે.
સામાન્ય રીતે આગના કારણો
ફાયર સેફ્ટિના સાધનો મેનટેઇન નથી થતા. ફાયર સેફટિની પ્રોજેક્ટમાં સુવિધા હોવી જોઇએ. દર 6 મહિને ફાયર સેફ્ટિના સાધનોની ચકાસણી થવી જોઇએ. ફાયર સેફ્ટિના સર્ટિફિકેટ બનાવવા જોઇએ. ઘટના મોટી થયા બાદ બચાવ કામગીરી મુશ્કેલ છે. આગ શરૂ થતા જ તેની ખબર પડવી જરૂરી છે. જાગૃતતાથી આગની ઘટના ટાળી શકાય છે. આગ બચાવ માટેના મોક ડ્રિલ થવા જોઇએ. આગથી બચવાની વિવિધ લઇ શકાય. રેસિડન્ટને આગથી બચવાની જાણકારી હોવી જરૂરી છે.
ર્સ્પાર્ટરન એન્જીનિયરિંગ એમડી ડો.વિક્રમ મહેતાનું કહેવુ છે કે 2018થી ફાયર ઇવેક્યુશન લિફ્ટ જરૂરી છે. આગ લાગે ત્યારે પહેલી 30 મિનિટ ઘણી મહત્વની છે. ફાયર ઇવેક્યુશન લિફ્ટ ખૂબ મહત્વની છે. મુંબઇના ઘણા પ્રોજેક્ટમાં આ લિફ્ટનો ઉપયોગ છે. મુંબઇ સિવાયથી શહેરોમાં પણ આ લિફ્ટનો ઉપયોગ જરૂરી છે.
PWDના ગાઇડલાઇન્સ મુજબની લિફ્ટની ડિઝાઇન છે. 30 મનિટની પાવર સેફ્ટી છે. ટ્રેપ ડોર, વિઝન ડોર જેવા ફિચર છે. આગ લાગવાના મેસેજ પહોંચે છે. ઇવેક્યુશન લિફ્ટ વાપરવાની ટ્રેનિંગ અપાય છે. જુના બિલ્ડિંગમાં અમુક બદલાવ સાથે ફાયર એસ્કેપ લિફટ લગાડી શકાય.
ડેવલપર્સે ફાયર ઇવેક્યુશન લિફ્ટ માટે ખર્ચ કરવો જરૂરી છે. ગ્રાહકોએ ફાયર સેફ્ટિની માંગણી કરવી ખૂબ જરૂરી છે. જુના બિલ્ડિંગમાં પણ ફાયર ઇવેકયુશન લિફ્ટ લગાડી શકાય. હોસ્પિટલમાં ફાયર ઇવેકયુશન લિફ્ટ ખૂબ જરૂરી છે. ફાયર એસ્કેપ લિફ્ટ ભારત ભરમાં ફરજીયાત થવી જોઇએ.