કન્ઝયુમર સર્વે મુજબ 2022માં 22% લોકો ઘર, પ્રોપર્ટી, કાર વગેર ખરીદશે. 7 માંથી 1 પરિવાર રહેવા માટે ઘર ખરીદશે. 4% લોકો 2022માં બીજુ ઘર ખરીદશે.
જીગર મોતાના મતે 4% કરતા વધુ લોકો બીજુ ઘર ખરીદી શકે. કોવિડ દરમિયાન લોકોને સંકળાશનો અનુભવ થયો. હવે લોકો મોકળાશ ધરાવતા ઘર ઇચ્છે છે. ફાર્મ હાઉસ લોકોને મહામારી દરમિયાન ઉપયોગી થયા. ઘણા લોકો ફાર્મ હાઉસના ખરીદવાના નિર્ણય લઇ રહ્યાં છે. લોકડાઉન ખુલ્યા પછી સેકન્ડહોમને સારો રિસ્પોન્સ મળ્યો.
હાઉસિંગ ફોર ઓલની સ્થિતી
2022 સુધી દરેકનુ ઘર હોય તેવા પ્રયાસ થયા. દરેકના ઘર માટે સરકારે ઘણા પ્રયાસ કર્યા. મહામારીને કારણે દરેકના ઘરનુ લક્ષ્ય નથી મેળવી શકાયુ. 2022માં આ દરેકનુ ઘર લગભગ અશક્ય. સરકાર અને ડેવલપર્સના પ્રયાસોથી ઘણા પ્રોજેક્ટ થયા છે. પ્રધાન મંત્રી આવાસ યોજનાનો લાભ ઘણા લોકોએ લીધો. હાઉસિંગ ફોર ઓલ લક્ષ્ય માટે કદાચ 2025 સુધીનો સમય લાગી શકે.
રિયલ એસ્ટેટ પર ઓમિક્રોનની અસર
રિયલ એસ્ટેટ માર્કેટ સેન્ટિમેન્ટ પર આધારિત છે. લોકો આવા સમયે પોતાના નિર્ણય અટકાવે છે. સેન્ટિમેન્ટને કારણે થોડા સમય નેગેટિવ અસર રહેશે. રોકાણ માટે સારા સમયની રાહ જોવામાં મોડુ થઇ જતુ હોય છે. અત્યારે ઘર લેવાનો ઘણો સારો સમય છે. ઘર ખરીદવાના નિર્ણયમાં વધુ સમય ન લેવો જોઇએ. ઓછા હોમલોન વ્યાજનો લાભ પર હાલ મળી શકે છે. ઓમિક્રોન ઘાતક નથી,તો વધુ અસર ન થવી જોઇએ. 2021નુ છેલ્લુ ત્રિમાસિક રિયલ એસ્ટેટ માટે ઘણુ સારૂ છે.
જો વ્યાજદર વધશે તો વેચાણ પર અસર થશે?
વ્યાજદર વધારાની અસર પહેલુ ઘર ખરીદનાર પર એટલી નહી પડે. બીજુ ઘર ખરીદનાર વ્યકતિના સેન્ટિમેન્ટ પર અસર પડી શકે. વ્યાજદર વધતા વ્યક્તિના કૅશફ્લો પર અસર થાય છે. વ્યાજદર વધતા પ્રોપર્ટીની કિંમતો વધી શકે. રોકાણ માટે ઘર ખરીદનાર વધતા વ્યાજદર પર ધ્યાન આપશે.
વધતા કોવિડની ઓફિસ સ્પેસ પર અસર?
ક્રિસિલના રિપોર્ટ મુજબ 2020-21માં ઓફિસ સ્પેસનો વપરાશ 48% છે. 2022માં ઓફિસ સ્પેસનો વપરાશ 78% થઇ શકે. 2023માં ઓફિસ સ્પેસનો વપરાશ 93% થઇ શકે. 2 વર્ષથી કોર્પોરેટસના રિઝલ્ટ સુધર્યા છે. જેને કારણે કોર્પોરેટના એકસપાન્સન થતા ઓફિસની માગ વધશે. GST કલેક્શન પણ ઉચ્ચત્તમ સ્તર પર છે. ઓમિક્રોનને કારણે થોડા સમય માટે ઓફિસ સ્પેસમાં સ્લો ડાઉન શક્ય. 2022ના અંત સુધી ઓફિસની માંગ વધશે.
સવાલ: મુંબઇમાં કાંદિવલીમાં 1 BHKનો ફ્લેટ છે, લગભગ 20 વર્ષ જુનો. નિવૃત્તી નજીક હોવાથી હુ આ ઘર વેચી ગુજરાતમાં સ્થાયી થવા માંગુ છુ. અમદાવાદથી થોડે દુર પરંતુ જીવન જરૂરિયાતની સુવિધા મળી રહે એવા કોઇ વિસ્તારના સજેશન આપશો. ગુજરાતમાં 2 કે 3 BHKનુ ઘર લેવાની ઇચ્છા છે.
જવાબ: અજય શાહનું કહેવુ છે કે અમદાવાદની આસપાસ ₹35 થી 40 લાખમાં 2 BHK મળી શકે. ₹50 થી 55 લાખના બજેટમાં 2 BHK મળી શકે. તમને સાણંદની આસપાસ વિકલ્પો મળી શકે. જગતપુર, ગોતા, વૈષ્ણવ દેવી પાસે વિકલ્પો મળી શકે.
સવાલ: અમદાવાદમાં 3 BHKનુ ઘર લેવુ છે, 80 લાખ સુધીનુ બજેટ છે મારૂ લક્ઝરી ફ્લેટ લેવાની ઇચ્છા છે, જગતપુરમાં ડુપ્લેક્ષ ફ્લેટનો ઓપ્શન જોયો છે, આ ઉપરાંત બોપલ અને શેલામાં પણ ઓપ્શન જોયા છે. કયા વિસ્તારમાં કેટલા બજેટમાં મળી શકે?
જવાબ: સમીરભાઇને સલાહ છે કે ₹80 લાખમાં બોપલ, શેલા અને જગતપુરમાં ઘણા વિકલ્પો મળશે. તમારી કામ કરવાની જગ્યાથી નજીક ઘર ખરીદો. CG રોડની આસપાસ ઓફિસ હોય તો જગતપુર ગોતામાં ઘર ખરીદો. પ્રહલાદ નગરમાં ઓફિસ હોય તો બોપલમાં ઘર ખરીદો. બોપલમાં ઘણા નવા પ્રોજેક્ટ આવી રહ્યાં છે.