પ્રોપર્ટી ગુરૂ: દર્શકોનાં સવાલ-નિષ્ણાંતનાં જવાબ - property guru viewers questions - expert answers | Moneycontrol Gujarati
Get App

પ્રોપર્ટી ગુરૂ: દર્શકોનાં સવાલ-નિષ્ણાંતનાં જવાબ

રેરાનું અમલીકરણ ગુજરાતમાં થઇ ચુક્યું છે. જીએસટીને કારણે 12% ખર્ચ ગ્રાહકો માટે વધશે.

અપડેટેડ 11:58:43 AM Aug 28, 2017 પર
Story continues below Advertisement

પ્રોપર્ટીને લગતા ખાસ શો પ્રોપર્ટી ગુરૂમાં હુ નિશા તમારૂ સ્વાગત કરૂ છુ. પ્રોપર્ટીની લગતી તમામ જરૂરી માહિતી આપના સુધી પહોચાડતો શો એટલે પ્રોપર્ચી ગુરૂ. આજના પ્રોપર્ટી ગુરૂમાં આપણે કરીશું રિયલ એસ્ટેટની હાલની સ્થિતી અંગે ચર્ચા અને સાથે જ મેળવીશુ તમારા સવાલોનાં જવાબ. અને આજે આપણી સાથે જોડાયા છે જેએલએલ ઇન્ડિયાનાં આસિસ્ટન્ટ વાઇસ પ્રેસિડન્ટ જીગર મોતા.

જેએલએલ ઇન્ડિયાનાં આસિસ્ટન્ટ વાઇસ પ્રેસિડન્ટ જીગર મોતાનું કહેવું છે કે રેરાનું અમલીકરણ ગુજરાતમાં થઇ ચુક્યું છે. જીએસટીને કારણે 12% ખર્ચ ગ્રાહકો માટે વધશે. હાલમાં ગ્રાહકો થોભો અને રાહ જોવોની સ્થિતીમાં છે. તહેવારો સમયમાં ગ્રાહકો ઘર ખરીદવાનો નિર્ણય લઇ શકે છે.

સવાલ-
20 વર્ષ પહેલા 216.66 વારનો પ્લોટ ખરીદ્યો હતો. જોનો દસ્તાવેજમાં પણ આ જ માપ દર્શાવાયું છે, હવે 20 વર્ષ પછી આ પ્લોટ વેચવો છે ત્યારે ખરીદવા તૈયાર વ્યક્તિએ આ પ્લોટની માંપણી કરવાતા 13 વારનો ફરક આવેલ છે. ખરીદનાર વ્યક્તિ આટલી કિંમત ઓછી આપવા કહે છે. મારો સવાલ છે કે આ 13 વારની જે કિંમત ઓછી થઇ તે હુ કોની પાસે વસુલી શકુ અથવા મારી પાસેથી ખરીદનારે દસ્તાવેજમાં લખેલી રકમ પર જ ખરીદી કરવી પડે?

જવાબ-
પાડોશી દ્વારા થોડા પ્લોટ પર કબજો થયો હોઇ શકે છે. રોડ પહોળો કરવા માટે તમારો થોડો પ્લોટ કપાયો હોય શકે છે. તમે જેની પાસેથી પ્લોટ ખરીધો છે તેની સાથે વાત કરી શકો છો.

સવાલ-
મે જાન્યુઆરી 2016માં ફ્લેટ બુક કર્યો હતો. જેનુ પઝેશન મને 18 મહિના પછી એટલે કે અત્યાર સુધી મળી જવુ જોઇતુ હતું જે હજી મળ્યુ નથી અને 3 ટાવરનાં આ પ્રોજેક્ટને પુરો થતા હજી 1 વર્ષનો સમય લાગી શકે છે. 1)શું રેરા મને આ બાબતે કોઇ મદદ કરી શકે? 2)શું હવે મને કાર્પેટ એરિયા પ્રમાણે ફ્લેટ મળશે 3) ડેવલપર અમારી પાસે 12% જીએસટીની માંગણી કરે છે? શું એ યોગ્ય છે? આ તમામ બાબતે આપની સલાહ આપશો.


જવાબ-
તમે રેરાની મદદ લઇ શકો છો, તમારા પ્રોજેક્ટનું રજીસ્ટ્રેશન ચકાશો. રેરાનાં અમલીકરણ પછી કાર્પેટ એરિયાની જાણકારી ફરજીયાત છે. 12% જીએસટી તમારે હાલમાં ભરવો પડશે. જીએસટી પર તમને ઇનપુટ ક્રેડિટ મળવાની સંભાવના છે.

સવાલ-
મારા પાસે જગ્યા છે ડ્રીમ સિટીથી 5 કિલોમિટર દૂર છે તો હાલમાં વેચવુ જોઇએ કે રાહ જોવી જોઇએ?

જવાબ-
તમે થોડા સમય સુધી રાહ જોઇ શકો છો. સારા અપ્રિસિયેશન માટે થોડી રાહ જોવી જાઇએ. એમા સારા રિટર્ન 5-6 વર્ષમાં આવી શકે છે.

MoneyControl News

MoneyControl News

First Published: Aug 28, 2017 11:58 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.