નયન શાહનું કહેવુ છે કે રિયલ એસ્ટેટ માટે બજેટ અપેક્ષા મુજબ ન હતુ. ટેક્સમાં ફેરફારથી રિયલ એસ્ટેટ પર અસર નહી થાય. ડિમાન્ડ અને સપ્લાઇ પર અસર થાય તેવા પગલાની જરૂર છે. હોમલોનનાં દર 6.5% પર લવાવા જોઇએ. પહેલા ઘર માટે ટેક્સમાં રાહત વધારવી જરૂરી હતી. રેન્ટની નોશનલ ઇનકમ પર ટેક્સ હટાવવાની જરૂર હતી. 80IB અંગે પણ અમુક માંગ હતી. અફોર્ડેબલ માટેનો સમયગાળો હજુ વધારવો જોઇતો હતો.
નયન શાહના મતે લાસ્ટ અપુર્વલ ડેટની ગણતરી માટે ક્લેરીફિકેશન જરૂરી. લિક્વિડિટીની સમસ્યા પર ધ્યાન નહી આપ્યું. મુંબઇ, MMR માટે ₹45 લાખમાં ઘર મળવું શક્ય નથી. મુંબઇ માટે ₹1 કરોડ સુધી અફોર્ડેબલ ગણાવુ જોઇએ. અફોર્ડેબલની સીમા `45 લાખથી વધારવાની જરૂર હતી. ડેવલપરની માંગ પર સરકારે ધ્યાન નથી આપ્યું. રિયલ એસ્ટેટને તાત્કાલિક બુસ્ટ આપવાની જરૂર. RBI પોલિસીમાં કમર્શિયલ રિયલ એસ્ટેટને વન ટાઇમ રોલ ઓવર આપ્યું. આને માટેની ડિટેલ ગાઇડલાઇન જોવી જરૂરી છે.
નયન શાહના મુજબ મોટા ભાગનાં ડેવલપરે NBFCs પાસેથી લોન લીધી છે. ઘણા ઓછા ડેવલપરે PSU બેન્કથી લોન લીધી છે. NBFCsની લોન માટે પણ રોલ ઓવર મળવુ જોઇતુ હતુ. જુલાઇ સુધી RBI CRR રેશિયો નહી રાખે. બેન્ક પાસેથી રિયલ એસ્ટેટને લિકવિડિટી મળવી જોઇએ. રિયલ એસ્ટેટને બજેટમાં બુસ્ટની જરૂર હતી. વાયેબલ પ્રોજેક્ટ પુરા થાય તે માટે એક્શનની જરૂર છે. બજેટથી ડિમાન્ડ અને સપ્લાઇ પર કોઇ અસર નહી થાય.
નયન શાહનું માનવુ છે કે રિયલ એસ્ટેટ પર સરકારે ધ્યાન આપવું જરૂરી. ડેવલપર માટે ઘણા પડકાર ઉભા છે. સર્કલ રેટ ઘટાડાની જાહેરાત હજી થઇ નથી, માત્ર ચર્ચા છે. સર્કલ રેટ ઘટશે તો નવા પ્રોજેક્ટનાં પ્રિમિયમ ઘટી શકે. ચાલુ પ્રોજેક્ટ સફળ થાય તે માટે સરકારે પ્રયાસ કરવા જોઇએ. સ્ટેમ્પ ડ્યુટીમાં રાહત અપાય તો ડિમાન્ડ વધી શકે. પ્રિમિયમ પર રાહત અપાવી જરૂરી છે. મુંબઇ અને MMRમાં ડિમાન્ડ ઘણી ઓછી છે.
નયન શાહનું કહેવુ છે કે 4 વર્ષમાં ન્યુલોન્ચમાં 60% ઘટોડો. રિયલ એસ્ટેટ માટે ઘણા પડકાર છે જેથી નવા પ્રોજેક્ટ લોન્ચ નથી થતા. ક્રિડાઇએ મુખ્યમંત્રી સાથે મિટિંગ કરી છે. સ્ટેમ્પ ડ્યુટી ઘટાડવાની રજુઆત કરાઇ છે. ડેવલપરને 20:80 સ્કીમ અપાવી જોઇએ. વિવિધ મંજુરીઓ ઝડપી બને તેવી રજુઆત છે. મુંબઇને રેન્ટલ પોલિસીની ખૂબ જરૂર છે. મહારાષ્ટ્ર સરકારે રેન્ટએક્ટમાં ફેરફાર કરવા જોઇએ.