પ્રોપર્ટી ગુરૂ: બજેટથી શુ મળ્યુ પ્રોપર્ટી માર્કેટને? - property guru what is the property market from the budget | Moneycontrol Gujarati
Get App

પ્રોપર્ટી ગુરૂ: બજેટથી શુ મળ્યુ પ્રોપર્ટી માર્કેટને?

નૌશાદ પંજવાણીનું કહેવુ છે કે આ બજેટ ખૂબ સારૂ બજેટ છે.

અપડેટેડ 03:03:48 PM Feb 16, 2019 પર
Story continues below Advertisement

મેન્ડરસ પાર્ટનરનાં ફાઉન્ડર અને મેનેજીંગ પાર્ટનર,નૌશાદ પંજવાણીનું કહેવુ છે કે આ બજેટ ખૂબ સારૂ બજેટ છે. તમામ લોકોની તકલીફો પર ધ્યાન અપાયુ છે. નોશનલ રેન્ટ પર ટેક્સ રાહત હવે 2 વર્ષ સુધી મળી શકશે. 1 ઘર વેચી 2 ઘર લેવા પર હવે રૂપિયા 2 કરોડ સુધી કેપિટલ ગેઇન નહી લાગે. રહેવાના બીજા ઘર પર નોશનલ રેન્ટ નહી લાગે. ભાડા પર લાગતા TDS માટેની લિમિટ વધારાઇ. સ્ટેન્ડર્ડ ડિડકશન વધારાયો છે. લોકોની પાસે બચત વધતા લોકો ઘર લઇ શકશે.

આરબીઆઈ દ્વારા પણ રેટ કટ અપાયો છો. એસબીઆઈ બેન્કે રેટ કટ પાસ કર્યો છે. જીએસટીનો રેટ ઘટે હવે એ ખૂબ જરૂરી છે. સરકાર તકલીફો સમજી રહી છે. પ્રોપર્ટી પર જીએસટી જલ્દી જ ઘટી શકે છે.

બાંધકામ હેઠળની પ્રોપર્ટી પર 12% જીએસટી. ઓસી વાળી પ્રોપર્ટી પર જીએસટી નથી લાગતો. ઓસી વાળી પ્રોપર્ટીની કિંમત વધારે હોય છે. બાંધકામ હેઠળનાં પ્રોજેક્ટમાં નેગોશિયેશન કરી શકાય.


સવાલ: આ ઇમેલ આવ્યો છે પરિમલ ત્રિવેદીનો મુંબઇથી. તેમણે લખ્યુ છે કે હાલ જીએસટી ઓછો થવાની અને તમામ પ્રોપર્ટી પર લાગશે એવી વાત ચાલે છે તો શું મારે OC વાળી પ્રોપર્ટી ખરીદવા ઉતાવળ કરવી પડશે?

જવાબ: પરિમલ ત્રિવેદીને સલાહ છે કે ઘર ખરીદવા માટે રાહ ન જુઓ. પ્રોપર્ટી ખરીદવા માટે આ ઉત્તમ સમય છે. રહેવા માટેનું ઘર લેવા માટે પ્રોવિઝનની રાહ ન જુઓ. ઓસી આવેલી પ્રોપર્ટી તરત જ ખરીદી શકાય.

સવાલ: આગળનો ઇમેલ છે નિમિષા જોશીનો તેમણે પુછયુ છે કે હાલમાં મુંબઇમાં મારા બીજા ઘર માટેની ડીલ ચાલી રહી છે, એક ઘરમાં તો હુ રહુ છુ તો આ રકમથી બીજુ ઘર લઇશ તો કેપિટલ ગેઇન ટેક્સ લાગશે?

જવાબ: નિમિષા જોશીને સલાહ છે કે કેપિટલ ગેઇન ઘર વેચવા પર થતા નફા પર લાગે છે. તમારે ઘર વેચવુ હોયતો તમને કેપિટલગેઇનની ચિંતા નથી. આ ઘર વેચી તમે 2 ઘર લઇ શકો છો. ઘર વેચવાથી થયેલા નફા પર ટેક્સ લાગે. 3વર્ષમાં ઘર વેચોતો શોર્ટ ટર્મ ગેઇન લાગે. 3 વર્ષથી લાંબાગાળે વેચાતા ઘરનાં નફા પર લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ લાગે.

સવાલ: આગળનો ઇમેલ આવ્યો છે ચેતન ધનાણીનો..તેમણે લખ્યુ છે કે મારી આવક રૂપિયા 6 લાખ છે, મારે પહેલુ ઘર લેવુ છે, થાણામાં મે એક પ્રોપર્ટી જોઇ છે રૂપિયા 40 લાખમાં થાણામાં મને 2બીએચકે મળે છે, તો શુ મને ટેક્સમાં રાહત અને પીએમએવાયનો લાભ મળી શકશે?

જવાબ: ચેતન ધનાણીને સલાહ છે કે ડેવલપરે પીએમએવાયમાં રજીસ્ટર હશે તો તમને લાભ મળી શકે. તમારે ડેવલપરને પીએમએવાયમાં રજીસ્ટર છે કે નહી તે પુછવુ પડશે. તમારી પીએમએવાય માટે અમુક યોગ્યતા હોવી જોઇએ. તમારા કે તમારા પરિવારજનોનાં નામે એક પણ ઘર ન હોવુ જોઇએ. પીએમએવાય યોજનામાટે આવકની પણ અમુક મર્યાદા છે. તમારી આવક રૂપિયા 6લાખથી વધુ હશે તો તમે એલઆઈજીમાં નહી પણ એમઆઈજીમાં આવશો. બેન્ક દ્વારા પણ પીએમએવાય યોજના માટે મદદ મળશે, તમારા પુરાવા યોગ્ય હોવા જોઇએ. રેરા જેવા રિફોર્મથી રિયલ એસ્ટેટ ઓર્ગેનાઇઝ થયુ છે. પહેલાથી જ 5% જેટલો ટેક્સ સ્વીકારાયો હતો,જેથી જીએસટી વધુ લાગી રહ્યું છે. જીએસટી 5% સુધી કરવાની માંગ હાલ થઇ રહી છે.

સવાલ: આ સવાલ ફેસબુક દ્વારા આવ્યો છે રમેશ શાહનો તેમણે પુછયુ છે કે મારી પાસે પહેલાથી બે ઘર છે,તો શું એના પર કેપિટલ ગેઇનની રાહત મળી શકે?

જવાબ: રમેશ શાહને સાલહ છે કે એક ઘર વેચી બે ઘર લો તો કેપિટલ ગેઇન પર બજેટમાં રાહત અપાઇ છે. તમારૂ એક ઘર ખાલી હશે તો તેના પર નોશનલ રેન્ટ નહી લાગે. ડેવલપર્સે બજેટને આવકાર્યું છે. સરકાર ડેવલપરની સમસ્યા સાંભળી રહી છે, તે મોટી વાત છે. નવા રિફોર્મસથી તરત તકલીફ થાય પરંતુ લાંબાગાળે ફાયદો થાય છે.

MoneyControl News

MoneyControl News

First Published: Feb 16, 2019 3:03 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.