પંકજ કપુર સાથે પ્રોપર્ટી ગુરૂ - property guru with pankaj kapoor | Moneycontrol Gujarati
Get App

પંકજ કપુર સાથે પ્રોપર્ટી ગુરૂ

સરકારે લિક્વિડિટી સમસ્યાને ઓળખી છે. સમસ્યા નિવારવાનાં સીધા પ્રયાસ નથી થતા.

અપડેટેડ 12:10:53 PM Sep 21, 2019 પર
Story continues below Advertisement

સરકારે લિક્વિડિટી સમસ્યાને ઓળખી છે. સમસ્યા નિવારવાનાં સીધા પ્રયાસ નથી થતા. NBFCને ક્રેડિટ ગરેન્ટી અપાઇ છે. બેન્કની લિક્વિડિટી વધારાઇ છે. પ્રોપર્ટીની ઇનવેન્ટરી વધી છે. પ્રોપ્રટીમાં સેલ્સ વધી નથી રહ્યાં. 2014 કરતા આજે 48% સેલ્સ વધ્યા. પરંતુ આ ગ્રોથ પણ પુરતો નથી. હવે આગળ સ્લો ડાઉન આવી રહ્યો છે. અર્થતંત્ર નબળુ પડી રહ્યું છે. લોકો ઘર લેવાનો નિર્ણય મુલતવી કરી રહ્યાં છે. લોકોને જોબ સિક્યુરિટી નથી. ગ્રાહકોમાં અસુરક્ષાની ભાવના વધુ છે. રિયલ એસ્ટેટમાં રિસેશન આવી રહ્યું છે.

વ્યાજદર રેપો રેટ સાથે લિંક કરાયા છે. રેટ કટ પાસ ઓન થાય તે માટેનાં પ્રયાસ છે. માંગ છે, પણ અફોર્ડિબિલિટી નથી. અર્થતંત્રને બુસ્ટ મળે એ ખૂબ જરૂરી છે. લોકોને જોબ સિક્યુરિટી મળે એ જરૂરી છે. સેન્ટિમેન્ટ ખરાબ હોય તો ઘર ખરીદાશે નહી. ફેસ્ટિવલમાં 20% સેલ વધવો જોઇતો હતો. પરંતુ ગ્રાહકો થોભો અને રાહ જુઓની સ્થિતીમાં છે. પાછલા તહેવારો કરતા આ વર્ષ  સેલ વધી શકે.

ગ્રાહક માટે ઘર ખરીદવાનો સારો સમય છે. ડેવલપર ઇનવેન્ટરી વેચવા માંગે છે. વ્યાજ દર 8%થી ઓછા થઇ શકે છે. ગ્રાહકો માટે ઘર ખરીદવાનો સારો સમય છે. રિસેશન દુર થાય તે જરૂરી છે. જોબ સિક્યુરિટી સમયની માંગ છે. સરકારે અફોર્ડેબલ માટે ઘણા પ્રયાસ કરી રહી છે. 12.5 લાખ ઇન્વેન્ટરી મોટા શહેરોમાં છે. સેન્ટિમેન્ટની ઘણી અસર જોવા મળી રહી છે.

અમદાવાદમાં રિડેવલમેન્ટને મંજૂરી મળી છે. રિડેવલપમેન્ટને અમદાવાદમાં આવતા સમય આવશે. મુંબઇમાં 2007-8 પછી ઘણા રિડેવલપમેન્ટ થયા. અમદાવાદનાં આઉટસ્કર્ટમાં પણ સપ્લાઇ આવી શકે. શહેરમાં ધીમે ધીમે રિડેવલપમેન્ટનો સ્કોપ વધશે.

ક્યા શહેરોમાં વધ્યા છે સેલ્સ. આ શહેરોમાં વધ્યા વેચાણ MMR, હૈદરાબાદ, ચૈન્નઇ અને બેંગ્લોર. લિક્વિડિટીની સમસ્યાથી સેલમાં ઘટાડો થયો હતો. NBFCsનાં લેન્ડીંગ અટકતા સેલ ઘટ્યા હતા. ઘરની માંગ માર્કેટમાં સારી છે. માર્કેટનાં પેરામિટર સારા થવાની જરૂર છે.


25 થી 50 લાખની કિંમતનાં ઘરનાં સૌથી વધુ લોન્ચ. MMRમાં થયા સૌથા વધુ નવા પ્રોજેક્ટનાં લોન્ચ. હૈદરાબાદમાં ન્યુ લોન્ચમાં વધારો થયો. કલક્તા અને બેંગ્લોરમાં નવા લોન્ચ વધ્યા. રૂપિયા 25 લાખથી ઓછી કિંમતનાં પ્રોજેક્ટ લોન્ચ ઘટ્યા.

હૈદરાબાદ સિવાય તમામ શહેરામાં પ્રોપર્ટીની કિંમતો સ્થિર છે. ક્વાટરલી બેઝિઝ પર દરેક શહેરોમાં પ્રોપર્ટીની કિંમત ઘટી છે. રિયલ એસ્ટેટથી રોકાણકાર દુર થયા છે. હવે માત્ર રિયલ યુઝર ઘર ખરીદી રહ્યા છે. પ્રાઇસ અને અફોર્ટિબિલિટી સાથે મેચ થાય ત્યારે વેચાણ થાય છે. નવા પ્રોજેક્ટ નાના અને ઓછી કિંમતમાં આવી શકે છે.

મુંબઇનાં રિયલ એસ્ટેટ અંગે ચર્ચા

મુંબઇમાં FSI પર પ્રિમિયમ ઘટાડાયા. FSI પર પ્રિમિયમ  ઘટવાનાં ઘણા લાભ છે. 2005-14 સુધી પ્રોપર્ટીની કિંમત 5% વધી. ડેવલપર માટે કશટ્ર્કશન કોસ્ટ વધી ગઇ. જમીનની કિંમતો વધી ગઇ હતી. ડેવલપર માટે પ્રોજેક્ટ અનવાયેબલ થયા હતા. સરકારે આ સમસ્યા સમજી હતી. સરકારે વધેલા પ્રિમિયમ ઘટાડવા પડ્યા. ઘટેલા પ્રિમિયમથી ડેવલપરની કોસ્ટ ઘટશે.

મુંબઇનાં ડેવલપર્સ સ્ટ્રેસમાં છે. ગ્રાહકોને બાર્ગેન કરવાની તક ઘણી છે. ગ્રાહકો માટે પ્રોપર્ટી ખરીદવાની સારી તક. MMR માર્કેટમાં 85% ગ્રોથ થયો છે. ઇનવેન્ટરી સસટેઇન કરવા હજુ સેલ્સ વધારવા જરૂરી. ઘરોની કિંમત ઘટશે તો ગ્રોથ શક્ય બનશે. સરકાર રિયલ એસ્ટેટ માટે સારા પ્રયત્નો કરી રહી છે. રેડી રેકનર રેટ ઘટતા નવા લોન્ચ વધી શકે.

કોસ્ટલ રોડ પર પર્યાવરણને કારણે સ્ટે અપાયો છે. કોસ્ટલ રોડની શહેરને ખૂબ જ  જરૂર છે. મુંબઇમાં ટ્રાફિકની સમસ્યા ઘણી વધી છે. મુંબઇમાં ઇન્ફ્રાનાં વિકાસની જરૂર છે. પ્રોપર્ટીની કિંમતો પર મોટો ફરક નહી પડે. કનેક્ટિવિટી સારી હોય તો પ્રોપર્ટીની કિંમતો વધતી નથી. ઇન્ફ્રાની અસર કિંમતો પર નથી થતી.

રહેવા માટેનું ઘર લેવાનો સારો સમય છે. રોકાણ માટે ઘર લેશો નહી. પોતે રહેવા માટે ઘર લેવુ હોય તો લઇ શકાય. રેડી પઝેશનમાં ઘણા ઘર તમને મળી શકે. તમારા બજેટમાં તમને ઘર મળી શકશે. પ્રોપર્ટીમાં રોકાણ કરી રિટર્ન નહી મળશે.

MoneyControl News

MoneyControl News

First Published: Sep 14, 2019 2:43 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.