સુનિલ ગાભાવાલા સાથે પ્રોપર્ટીગુરૂ - property guru with sunil gabhwala | Moneycontrol Gujarati
Get App

સુનિલ ગાભાવાલા સાથે પ્રોપર્ટીગુરૂ

જુલાઇએ જીએસટીનાં અમલને એક વર્ષ થયુ. જીએસટીનાં અમલીકરણનું એક વર્ષ થયુ.

અપડેટેડ 02:56:20 PM Jun 23, 2018 પર
Story continues below Advertisement

જુલાઇએ જીએસટીનાં અમલને એક વર્ષ થયુ. જીએસટીનાં અમલીકરણનું એક વર્ષ થયુ. સીએનબીસી બજારનાં સફળ 4 વર્ષ. પ્રોપર્ટી પર 12% જીએસટી લાગુ થયુ. અફોર્ડેબલ ઘર પર 8% જીએસટી લાગુ થયેલ છે. તમામ ટેક્સનાં બદલે એક જીએસટી જ છે. ડેવલપર્સને ક્રેડિટ મળી શકે છે. પ્રોપર્ટી માર્કેટમાં બોક્સ પ્રાઇસ આવી છે. સરકાર ટેક્સમાં ઘણી છુટ આપી રહી છે. ફર્નીચર પર ટેક્સ ઘટ્યો છે. જીએસટીથી ગ્રાહકોને ફાયદો થયો છે.

જીએસટી બાબતે ઘણી મુંઝવણો ઉભી થઇ હતી. પ્રોપર્ટી માર્કેટને મોટી રાહત નથી મળી. પ્રોપર્ટીનાં રોકાણને લક્ઝરી તરીકે જોવાય છે. અફોર્ડેબલ ઘર માટે જીએસટી 8% લાગુ પડે છે. સિમેન્ટ વગેરે પરનાં ટેક્સ ઘટ્યા. ડેવલપરે ક્રેડિટ પાસઓન કરવું જરૂરી. સરકાર ઘણા પ્રયાસો કરી રહી છે.

જીએસટી બાદ વેચાણ ઘટ્યા છે. બાંધકામ હેઠળની પ્રોપર્ટી નથી વેચાતી. પ્રોપર્ટી માર્કેટ સંપૂર્ણ રીતે જીએસટી હેઠળ નથી. ઓસી પહેલા 12% જીએસટી લાગે છે. ઓસી બાદ જીએસટી લાગતો નથી. જીએસટીથી બચવા ઓસી પછી ઘર લેવાય છે. વેચાણ ઘટવાનાં ઘણા કારણો છે.

સરકાર અને ઇન્ડસ્ટ્રીને મદદ કરવાનાં પ્રયાસો છે. પ્રોપર્ટીને સંપૂર્ણ જીએસટીમાં લાવવા સ્ટેમ્પડ્યુટી રદ કરવી પડે. સ્ટેમ્પડ્યુટી રાજ્ય સરકારની મોટી આવક છે. પ્રોપર્ટી માર્કેટ માટે ઘણા પડકાર છે.

અમુક માલ જુન 2017 પહેલા ખરીદાયો હોય. જેના ટેક્સ ચુકવાયેલા હોય છે. ટ્રાન્ઝેશન પ્રોવિઝન પરફેક્ટ નથી. ક્રેડિટને લઇ ઘણી મુંઝવણો છે. ક્રેડિટ પાસઓનને લઇ સમસ્યાઓ છે. નવા પ્રોજેક્ટ બોક્સ પ્રાઇસ પર અપાઇ છે. ડેવલપરે બેકએન્ડ વર્કિંગ બદલ્યું છે. ગ્રાહકનાં બજેટ પ્રમાણે ઓફર અપાય છે.

પ્રોપર્ટી માર્કેટમાં બોક્સ પ્રાઇસની શરૂઆત છે. બોક્સપ્રાઇસમાં ડેવલપરને થોડો લાભ છે. ગ્રાહકને કિંમતની પારદર્શકતા મળશે. ફ્લેટની ટિકિટ સાઇઝ ઘટી રહી છે. નાની કિંમતમાં ફ્લેટ મળી રહ્યાં છે. અફોર્ડેબલ પર જીએસટીનો 4% લાભ છે. અફોર્ડેબલ સેગ્મેન્ટમાં વધુ માંગ છે.

અમદાવાદમાં રિડેવલપમેન્ટ થઇ રહ્યું છે. રિડેવલપમેન્ટ પર જીએસટીને લઇ પડકાર છે. બધાનાં મંતવ્યો અલગ અલગ છે. સર્વિસ ટેક્સને લઇ પણ સમસ્યાઓ છે. માર્કેટ વેલ્યુ પર જીએસટી લાગી શકે. મેમ્બર આ જીએસટી આપવા તૈયાર નથી. ડેવલપર પર ભાર વધી રહ્યાં છે. ટ્રીબ્યુનલે પણ એક ચુકાદો આપ્યો છે. પ્રોજેક્ટ કોસ્ટમાં ખર્ચ લોડ થાય છે.

રેરા ગ્રાહકનો હક આપતો ફાયદો છે. જીએસટીએ ટેક્સ છે. એસઆરએ પર જીએસટીને લઇ મુશ્કેલી છે. એસઆરએ પર જીએસટી ન લાગવું જોઇએ. સરકારે એસઆરએ પર જીએસટી માફ કરવું જોઇએ. ગિફ્ટ પર જીએસટી નથી. સેકન્ડ સેલ પર જીએસટી નથી. રેસિડન્શિયલ રેન્ટિંગ પર જીએસટી નથી. કમર્શિયલ રેન્ટિંગ પર જીએસટી છે. ટેન્નસી માટે પણ એક ચુકાદો અપાયો છે. કમર્શિયલ ટેનન્સી પર જીએસટી લાગે છે.

જીએસટી આવવાથી ઇન્ડસ્ટ્રીને ફાયદો થશે. પાછલા વર્ષમાં ઘણા સુધારા થયા છે. સરકાર બનતા પ્રયાસ કરી રહી છે. સરકાર જીએસટી માટે ઘણા પ્રયાસ કરી રહી છે. જીએસટીને લઇ સરકારની 25 મિટિંગ થઇ છે.

MoneyControl News

MoneyControl News

First Published: Jun 23, 2018 2:56 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.