HDFC Bank Q1 preview: વાર્ષિક નફામાં વધારો શક્ય, ત્રિમાસિક ગ્રોથ રહી શકે છે નબળો - hdfc bank q1 results today annual profit growth possible quarterly growth may remain weak | Moneycontrol Gujarati
Get App

HDFC Bank Q1 preview: વાર્ષિક નફામાં વધારો શક્ય, ત્રિમાસિક ગ્રોથ રહી શકે છે નબળો

સૌથી વધુ વેલ્યૂ પ્રાઇવેટ બેન્ક HDFC ના NIIમાં વાર્ષિક આધાર પર 12-23 ટકાની વૃદ્ધિ જોવા મળી શકે છે

અપડેટેડ 01:17:55 PM Jul 16, 2022 પર
Story continues below Advertisement

પ્રાઇવેટ સેક્ટરની દિગ્ગજ બેન્ક એચડીએફસી બેન્ક આજે એટલે 16 જુલાઇના તેના જૂન ત્રિમાસિકના પરિણામ રજૂ કરશે. આજે શનિવારના કારણે શેરબજારમાં કારોબાર બંધ છે પરંતુ આ મોટી બેન્કના પરિણામ પર લોકોની નજર બનેલી છે. એનાલિસ્ટ્સના પ્રમાણે કંપનીનો નફો અને શુદ્ધ વ્યાજ આવકમાં મજબૂત વૃદ્ધિ થવાની શક્યતા છે.

એનાલિસ્ટ્સને આશા છે કે સૌથી વધુ વેલ્યુ વાળી ખાનગી બેન્કની એનઆઇઆઇમાં વાર્ષિક આધાર પર 12-23 ટકાની વૃદ્ધિ જોવા મળી શકે છે. વાર્ષિક આધાર પર બેન્કનો નફો 19-32 ટકાની વચ્ચે વધવાની શક્યતા છે. જોકે ત્રિમાસિક આધાર પર વૃદ્ધિ સપાટ અથવા નકારાત્મક રહેવાની શક્યતા છે.

આઇસીઆઇસીઆઇ સિક્યોરિટીઝ બેન્કના શેર પર બુલિશ વ્યૂ ધરાવે છે. તેમણે કહ્યું કે વાર્ષિક આધાર પર બેન્કની ક્રેડિટ ગ્રોથ 21.6 ટકા મજબૂત થઇને 13.95 લાખ કરોડ રૂપિયા રહેવાની આશા છે. બ્રોકરેજે તેની રિપોર્ટમાં કહ્યું કે ડિપોઝિટ ગ્રોથ વાર્ષિક આધાર પર 19 ટકા અને કાસા રેશ્યો અંદાજે 46 ટકા રહેવાની આશા છે.

ICICI સિક્યોરિટીઝે કહ્યું, વાર્ષિક આધાર પર એનઆઇઆઇ ગ્રોથ 12.9 ટકા રહીને 19,203 કરોડ રૂપિયા થશે. જ્યારે ત્રિમાસિક આધાર પર માર્જિન 4 ટકા પર સપાટ રહેવાની આશા છે. બેન્કની અન્ય આવકમાં વાર્ષિક આધાર પર સુધારો જોવા મળશે. ત્રિમાસિક આધાર પર એસેટ ક્વોલિટીમાં સુધારો આવવાની આશા છે.

ત્યારે ગ્રોસ નૉન પરફોર્મિંગ એસેટ્સ (NPA) અંદાજે 1.1 ટકાની સ્તર પર રહેવાની શક્યતા છે. આટલું જ નહીં બ્રોકરને આશા છે કે પ્રોવિઝન ઘટીને 3208 કરોડ રૂપિયા થઇ જશે. આનાથી શુદ્ધ નફો વાર્ષિક આધાર પર 26 ટકા વધીને 9720 કરોડ રૂપિયા થઇ જશે.


યસ સિક્યોરિટીઝના પ્રમાણે ત્રિમાસિક આધાર પર એનઆઇઆઇમાં સારી વૃદ્ધિ જોવા મળશે. ત્રિમાસિક આધાર પર શુદ્ધ વ્યાજ માર્જિન (Net Interest Margin)માં વધારો જોવા મળી શકે છે.

ચોઇસ બ્રોકિંગે પણ HDFC બેન્કના પરિણામ સારા રહેવાનું અનુમાન વ્યક્ત કર્યું છે. તેમના પ્રમાણે વાર્ષિક આધાર પર બેન્કની આવક 23 ટકા અને નફો 20 ટકા વધી શકે છે.

ડિસ્ક્લેમર: (અહ્યાં પ્રાપ્ત કરાવવામાં આવેલી જાણકારી માત્ર સૂચના હેતુથી આપવામાં આવી રહી છે. એ જણાવવું જરૂરી છે કે માર્કેટમાં રોકાણ બજાર જોખમના આધારે છે. રોકાણકાર તરીકે પૈસા લગાવવા પહેલા હંમેશા એક્સપર્ટની સલાહ લેવી. મનીકન્ટ્રોલ તરફથી કોઇ પણને પૈસા લગાવવાની ક્યારેય પણ સલાહ નથી આપવામાં આવતી.)

MoneyControl News

MoneyControl News

First Published: Jul 16, 2022 1:17 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.