Maruti Suzuki Q1 Preview: નફામાં ત્રિમાસિક આધાર પર જોવા મળી શકે છે ઘટાડો - maruti suzuki q1 preview decline in profit may be seen on quarterly basis | Moneycontrol Gujarati
Get App

Maruti Suzuki Q1 Preview: નફામાં ત્રિમાસિક આધાર પર જોવા મળી શકે છે ઘટાડો

Kotak Institutional નું કહેવું છે કે કંપનીના એડજસ્ટેડ પ્રોફિટમાં વાર્ષિક આધાર પર 265 ટકાનો ગ્રોથ જોવા મળી શકે છે ત્યારે ત્રિમાસિક આધાર પર તેમાં 12.5 ટકાનો ઘટાડો જોવા મળી શકે છે.

અપડેટેડ 12:01:56 PM Jul 27, 2022 પર
Story continues below Advertisement

Maruti Suzuki Q1 Preview: દેશની દિગ્ગજ ઓટો મેકર મારુતિ સુઝુકી ઈન્ડિયા ના પરિણામો 27 જુલાઈના આવશે. જૂન 2022ના સમાપ્ત ત્રિમાસિકમાં કંપનીના નફામાં ત્રિમાસિકના આધાર પર 5-12 ટકાનો ઘટાડો જોવા મળી શકે છે. રેવેન્યુમાં અને ઓપરેટિંગ ઈનકમમાં ઘટાડો આવતા ત્રિમાસિકના આધાર પર કંપનીના પ્રદર્શન પર દબાણ રહી શકે છે પરંતુ લો બેસના કારણે વાર્ષિક આધાર પર કંપનીનો ગ્રોથ 250 ટકાથી વધુ રહી શકે છે.

તમને જણાવી દઈએ કે જૂન 2021માં કોવિડ-19ની બીજી લહેરમાં દેશના તમામ ભાગોમાં લોકડાઉન લાગુ હતું તેની નેગેટિવ અસર મારુતિ સુઝુકી જેવી કંપનીઓના પ્રદર્શન પર જોવા મળી હતી.

નિફ્ટી આઈટી ઈન્ડેક્સ નવા હાઈ પર જોવા મળે છે પરંતુ મારુતિ સુઝુકીના સ્ટોકે બહુ સારું પ્રદર્શન કર્યું નથી. વર્તમાન નાણાકીય વર્ષમાં મારુતિના શેરમાં લગભગ 13 ટકાની તેજી જોવા મળી છે જ્યારે આ અવધિમાં નિફ્ટી ઓટો ઈન્ડેક્સ 16 ટકા વધ્યો છે.

27 જુલાઈના આવનારા ત્રિમાસિકના પરિણામો પહેલા 2 દિવસથી મારુતિ સુઝુકીના સ્ટોક પર ભારે દબાણ જોવા મળી રહ્યું છે. બ્રોકરેજ હાઉસનું માનવું છે કે 30 જુન 2022ના પૂરા થતા ત્રિમાસિકમાં કંપનીના રેવેન્યુમાં ત્રિમાસિક આધાર પર 1-3 ટકાનો ઘટાડો જોવા મળી શકે છે. પરંતુ વાર્ષિક આધાર પર લો બેસના કારણે 45 ટકાથી વધુ વધારો જોવા મળી શકે છે.

ઉપર જણાવ્યા મુજબ જૂન 2022ના પૂરા થતા ત્રિમાસિકમાં મારુતિ સુઝુકીએ 4.67 લાખથી વધુ વાહન વેચ્યા છે. આ અવધિમાં કંપનીના વેચાણમાં ત્રિમાસિક આધાર પર 4.3 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે પરંતુ વાર્ષિક આધાર પર તેમાં 32.2 ટકાનો વધારો જોવા મળ્યો છે.


Kotak Institutional Equities નું કહેવું છે કે 30 જૂન 2022ના પૂરા થયેલા પહેલા ત્રિમાસિકમાં કંપનીના રેવેન્યુમાં ત્રિમાસિક આધાર પર 3 ટકાનો ઘટાડો ડોવા મળી શકે છે જ્યારે તેના વોલ્યુમમાં 4 ટકાનો ઘટાડો જોવા મળી શકે છે. ત્યારે ત્રિમાસિક આધાર પર કંપનીની ઔસત સેલિંગ પ્રાઈઝમાં પહેલી ત્રિમાસિક દરમિયાન કિંમતમાં કરવામાં આવેલા વધારાના કારણે 1.5 ટકાના વધારા સાથે જોવા મળી શકે છે.

Kotak Institutionalનું એ પણ કહેવું છે કે કંપનીના એડજેસ્ટેટ પ્રોફિટમાં વાર્ષિક આધાર પર 265 ટકાનો ગ્રોથ જોવા મળી શકે છે ત્યારે ત્રિમાસિક આધાર પર તેમાં 12.5 ટકાનો ઘટાડો જોવા મળી શકે છે.

ICICI Directનું કહેવું છે કે નાણાકીય વર્ષ 2023ના પહેલા ત્રિમાસિકમાં મારુતિ સુઝુકીનું પ્રદર્શન સ્થિર રહી શકે છે. આ સમયગાળામાં કંપનીની આવકમાં ત્રિમાસિક આધાર પર 2.6 ટકાનો ઘટાડો જોવા મળી શકે છે. આ સિવાય વોલ્યુમમાં ત્રિમાસિક આધાર પર 4.3 ટકાનો ઘટાડો જોવા મળી શકે છે. જ્યારે ઔસત સેલિંગ પ્રાઈઝમાં ત્રિમાસિક આધાર પર વધારો જોવા મળી શકે છે. વધુ ઉત્પાદન અને માર્કેટીંગની ઉંચી કિંમત જોતા ત્રિમાસિક આધાર પર કંપનીના ફાયદા પર દબાણ જોવા મળી શકે છે.

ડિસ્ક્લેમર: મનીકન્ટ્રોલ.કૉમ પર આપવામાં આવેલા વિચાર એક્સપર્ટના વિચાર હોય છે. વેબસાઇટ અથવા મેનેજમેન્ટ આના માટે જવાબદાર નથી. યુઝર્સને મની કન્ટ્રોલની સલાહ છે કે કોઇ પણ રોકાણ નિર્ણય લેવા પહેલા સર્ટિફાઇડ એક્સપર્ટની સલાહ લેવી.

(ડિસ્ક્લેમર: નેટવર્ક 18 મીડિયા એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડ પર ઈન્ડિપેન્ડેન્ટ મીડિયા ટ્રસ્ટનો માલિકાના હક છે. આની બેનફિશિયરી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ છે.)

MoneyControl News

MoneyControl News

First Published: Jul 26, 2022 6:58 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.