Bank Niftyમાં 39000 મહત્વનો સપોર્ટ, Stock સ્પેશિફિક રોકાણથી માર્કેમાં એન્ટ્રી કરો, જાણો એક્સપર્ટના Buy કૉલ - 39000 important support in bank nifty market entry with stocks specific investment know expert buy calls | Moneycontrol Gujarati
Get App

Bank Niftyમાં 39000 મહત્વનો સપોર્ટ, Stock સ્પેશિફિક રોકાણથી માર્કેમાં એન્ટ્રી કરો, જાણો એક્સપર્ટના Buy કૉલ

કાચા માલના પ્રાઈઝમાં પણ દબાણ જોવા મળ્યું છે. વેલ્યુએશન થોડા એક્સટેન્શ સાઈટ પર છે.

અપડેટેડ 10:52:48 AM Sep 02, 2022 પર
Story continues below Advertisement
     
     
    live
    Volume
    Todays L/H
    More

    નટવરલાલ & સન સ્ટોક બ્રોકરના સમીર દલાલનું કહેવું છે કે માર્કેટમાં સારી તેજી જોવા મળી છે. ગ્લોબલ માર્કેટમાં દબાણ જોવા મળ્યો હતો. ગઈકાલે ઈન્ડિયા બાઉન્ટ બેક આઉટ પર્ફોર્મ કરતો જોવા મળ્યો છે. હજું કંપનીઓ માટે થોડું અર્નિંગ પ્રેસર આવશે અને વ્યાજ દર વધશે. હજી પણ માર્જિન પ્રેસર વધશે. કાચા માલના પ્રાઈઝમાં પણ દબાણ જોવા મળ્યું છે. વેલ્યુએશન થોડા એક્સટેન્શ સાઈટ પર છે. નિફ્ટીમાં 16000-16500ના લેવલ પર બની રહ્યા છે. વેલ્યૂએશન બેસિસ પર નિફ્ટી નીચે આવે તો ખરીદીની તક બને છે. હાલ માર્કેટમાં દાખીલ થવાનું હોય તો સ્ટૉક્સ સ્પેશિફિક રહેવું વધારે મહત્વનું છે.

    જૈનમ બ્રોકિંગના કિરણ જાનીનું કહેવું છે કે થોડા દિવસોથી ગેપ ડાઉન જોવા મળ્યું. ગઈકાલે સારી રિકવરી જોવા મળી હતી. અપલ્શન ડેટામાં જોઇએ તો 17500ના કૉલ રાઇટ ઘણા એગ્રેસિવ જોવા મળી રહ્યા છે. હાલમાં માર્કેટ 17500ની આસપાસ ટ્રેડ કરી રહ્યું છે. બેન્ક નિફ્ટીમાં 38100 સપોર્ટનું કામ કરી રહ્યું છે. ગઈ કાલે નીચે સસ્ટેન કરી રહ્યું હતું અને હાલમાં તેની આસપાસ ટ્રેડ કરતું જોવા મળી રહ્યું છે.

    કિરણ જાનીનું કહેવું છે કે બન્ને ઇન્ડાઇસિસ અત્યારે ઇન્ટ્રા ડે સાથે-સાથે મિડિયમ ટર્મ રેજિસ્ટેનની આસપાસ ટ્રેડ કરે છે. બન્ને ઇન્ડાઇસિસ પોતાનો ગેપ ફિલ કરી દીધો છે. આગલ વધારે દબાણ આવે તો 18000-18200ના લેવલ આવી શકે છે પરંતુ જો 17500ના લેવલ સસ્ટેન નહીં થાય તો તેની નીચે આવે તો ડાઉન ફોલ ચાલું રહી શકે છે.

    કિરણ જાનીનું કહેવું છે કે બેન્ક નિફ્ટીમાં ઉપરમાં 38000નો લો બન્યો છે અને નિફ્ટીમાં 37250ના લેવલ તૂટતા વાર લાગશે. માર્કેટનો થોડો સમય જોઈએ કંસોલિટેડ થવા માટે, બેન્ક નિફ્ટીમાં 39000નો મહત્વનો સપોર્ટ બની રહ્યો છે. નિફ્ટી માટે 17500ના લેવલને ધ્યાનમાં રાખો. જ્યા સુધી આ લેવલ પાર નહીં થાય ત્યા સુધી નિગેટિવ સાઈડ પર વ્યૂ રહેશે.

    જાણો એક્સપર્ટની પસંદગીના બાય સ્ટોક્સ જેમા ખરીદીની તક


    નટવરલાલ & સન સ્ટોક બ્રોકરના સમીર દલાલની પસંદગીના 2 Buy કૉલ

    ટેક મહિન્દ્રા: હાલના સ્તર પર ખરીદો, લક્ષ્યાંક - ₹1400

    નિપ્પોન લાઈફ ઇન્ડિયા: હાલના સ્તર પર ખરીદો, લક્ષ્યાંક - ₹360 (1 વર્ષ માટે)

    જૈનમ બ્રોકિંગના કિરણ જાનીની પસંદગીના 2 Buy કૉલ

    ઈન્ડિગો પેન્ટ્સ: હાલના સ્તર પર ખરીદો, લક્ષ્યાંક - ₹1850, સ્ટૉપલૉસ - ₹1620

    કેઈઆઈ ઇન્ડસ્ટ્રીઝ: હાલના સ્તર પર ખરીદો, લક્ષ્યાંક - ₹1550, સ્ટૉપલૉસ - ₹1380 (2-3 મહિના માટે)

    ડિસ્ક્લેમર: મનીકંટ્રોલ.કૉમ પર આપેલા વિચાર એક્સપર્ટના તેના ખાનગિ વિચાર હોય છે. વેબસાઈટઆ મેનેજમેન્ટ આ માટે જવાબદાર નથી. યુઝર્સને મનીકંટ્રોલની સલાહ આપે છે કે કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા હંમેશા સર્ટિફાઈડ એક્સપર્ટની સલાહ લો.

    ડિસ્ક્લેમરઃ મનીકંટ્રોલ ડૉટ કૉમ નેટવર્ક 18 સમૂહનો હિસ્સો છે. મનીકંટ્રોલ ડૉટ કૉમ અને અન્ય ડિઝિટલ, પ્રિન્ટ અને ટીવી ચેનલ નેટવર્ક 18 ના અંતર્ગત આવે છે. નેટવર્ક 18 ના સ્વામિત્વ અને પ્રબંધન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના હાથમાં છે.

    MoneyControl News

    MoneyControl News

    First Published: Aug 30, 2022 12:56 PM

    પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.