માર્કેટ એક્સપર્ટ રાજન શાહનું કહેવું છે કે માર્કેટમાં હજી પણ સારી રણનીતિ જોવા મળી રહી છે. ઉપરમાં માર્કેટએ રેજિસ્ટસેન્સમાં 17800ની ઉપર એન્ટ્રી કરી દીધી હતી. હાલમાં 17915ની આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે. માર્કેટમાં રોકાણ કરો તો ટ્રેડિંગ સ્ટૉપલોસ રાખીને રોકાણ જાળવી રાખવો. અહીંથી 15250થી તેજી જોવા મળી છે તે હવે 17900ની નજીક આવી ગયા છે.
રાજન શાહના મતે લગભગ 2600-2700 અંકનો ઉછાળો છે. એટલે કે મંદી અચાનક નહીં આવે. મંદી આવે તો એક ટાઈમ અને પ્રાઈઝ કંસોલિડેશનમાં જતો જોવા મળી શકે છે અને બજાકમાં એક સપ્તાહનો સમય ગાળો લઇ શકે છે. હાલમાં ટ્રેડિંગ સ્ટૉપલોસ રાખીને રોકાણ કરવું અને પોઝિશન ઓછી રાખવાની રહેશે. નિફ્ટીમાં 17840ના સ્ટૉપલોસની સાથે 17990ના લક્ષ્ય માટે રોકાણ કરવું જોઈએ.
રાજન શાહના મુજબ બેન્ક નિફ્ટીમાં 39300ની નજીક ચાલી રહ્યો છે 32300ની પાસે હતી ત્યારથી તેજી જોવા મળી રહી છે. એટલે કે લગભગ 6000-7000 અંકનો ઉછાળો આવતો જોવા મળ્યો છે. બેન્ક નિફ્ટીમાં પણ 39000 થી 40500ની મજબૂત રેજિસ્ટેન એરિયા છે. આ લેવલની અંદર હજી શૉર્ટ સેલિંગની અંદર જોવા મળી શકે છે.
જેએસટી ઇન્વેસ્ટમેન્ટના આદિત્ય શાહનું કહેવું છે કે માર્કેટમાં થોડુ થોડું રોકાણ કરવાનું ચાલું રાખવું જોઇએ. માર્કેટમાં સતત ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. આઈટીમાં બાઉન્સ બેક થયો હતો તેમાં તેના જોવા મળી રહી છે. નાણાકીય વર્ષ 2022માં ઉતાર-ચઢાવ જોવા મળશે પરંતુ માર્કેટમાં થોડુ-થોડું રોકાણ કરવાનું ચાલું રાખો.
નાણાકીય વર્ષ 2020-21 સુધી ઇકોનૉમી માટે ખૂબ ખરાબ સમય હતો. હવે એફએમસીજી સેક્ટરમાં ફરી તેજી જોવા મળી શકે છે. આવનારા 2-3 વર્ષમાં સારૂ રિટર્ન મળશે. સ્ટૉક સ્પેશિફિક સારો રિટર્ન જોના મળી શકે છે. માર્કેટમાં રિક્સ લેવાની સમ્તા હોય તો રોકાણ કરવું જોઈએ.
જાણો એક્સપર્ટની પસંદગીના બાય સ્ટોક્સ જેમા ખરીદીની તક
જેએસટી ઇન્વેસ્ટમેન્ટ્સના આદિત્ય શાહની પસંદગીનો Buy કૉલ
પિરામલ એન્ટરપ્રાઈસિસ: હાલના સ્તર પર ખરીદો, લક્ષ્યાંક - ₹2500-3000 (6-12 મહિના માટે)
માર્કેટ એક્સપર્ટ રાજન શાહની પસંદગીના 2 Buy કૉલ
આઈશર મોટર્સ: હાલના સ્તર પર ખરીદો, લક્ષ્યાંક - ₹3550-3600, સ્ટૉપલૉસ - ₹3340
દીપક નાઇટ્રાઇટ: હાલના સ્તર પર ખરીદો, લક્ષ્યાંક - ₹2220-2300, સ્ટૉપલૉસ - ₹2040
ડિસ્ક્લેમર: મનીકંટ્રોલ.કૉમ પર આપેલા વિચાર એક્સપર્ટના તેના ખાનગિ વિચાર હોય છે. વેબસાઈટઆ મેનેજમેન્ટ આ માટે જવાબદાર નથી. યુઝર્સને મનીકંટ્રોલની સલાહ આપે છે કે કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા હંમેશા સર્ટિફાઈડ એક્સપર્ટની સલાહ લો.
ડિસ્ક્લેમરઃ મનીકંટ્રોલ ડૉટ કૉમ નેટવર્ક 18 સમૂહનો હિસ્સો છે. મનીકંટ્રોલ ડૉટ કૉમ અને અન્ય ડિઝિટલ, પ્રિન્ટ અને ટીવી ચેનલ નેટવર્ક 18 ના અંતર્ગત આવે છે. નેટવર્ક 18 ના સ્વામિત્વ અને પ્રબંધન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના હાથમાં છે.