ડિવીઝ લેબોરેટરીઝ (Divi Laboratories) નો પહેલા ત્રિમાસકિમાં નફો અનુમાન કરતા વધુ રહ્યો જ્યારે કંપનીની આવક અનુમાન કરતા ઓછી રહી. આજે બજાર ખુલ્યા બાદ શરુઆતી કારોબારમાં શેરમાં ઘટાડો જોવા મળ્યો. એનએસઈ પર 11.21 વાગ્યે કંપનીનો શેર 0.27 ટકા એટલે કે 12.05 રુપિયા તૂટીને 3738.00 રુપિયા પર કારોબાર કરતો જોવા મળ્યો.
પરિણામોના આંકડા દ્વારા વાર્ષિક આધાર પર નાણાકીય વર્ષ 2023ના પહેલા ત્રિમાસિકમાં Divi Loboratories નો કન્સોલિડેટેડ નફો 26 ટકા વધીને 702 કરોડ રુપિયા રહ્યો. જ્યારે નાણાકીય વર્ષ 2022ના પહેલા ત્રિમાસિકમાં કંપનીનો નફો 557.1 કરોડ રુપિયા હતો.
વાર્ષિક આધાર પર નાણાકીય વર્ષ 2023ના પહેલા ત્રિમાસિકમાં કંપનીનો કન્સોલિડેટેડ આવક 15 ટકા વધીને 2254 કરોડ રુપિયા રહ્યું છે. જ્યારે નાણાકીય વર્ષ 2022ના પહેલા ત્રિમાસિકમાં કંપનીની આવક 1,960.6 કરોડ રુપિયા રહી હતી.
Goldman Sachs ની Divi Lab પર સલાહ
Goldman Sachs એ Divi Lab પર સલાહ આપતા તેના પર ખરીદદારીની રેટિંગ આપી છે. પરંતુ તેમણે તેની ટાર્ગેટ પ્રાઈઝ ઘટાડી છે. તેમણે આ શેરની ટાર્ગેટ પ્રાઈઝ 4,850 રુપિયાથી ઘટાડીને 4,550 રુપિયા નક્કી કરી છે. તેમણે તેનું FY 23-25 માટે ઈપીએસ અનુમાન 3-5 ટકા ઘટાડ્યું છે. તેમનું માનવું છે કે જનરલ એપીઆઈમાં રિકવરી ઊંચી કિંમતના દબાણમાં જોવા મળી શકે છે.
HSBC એ Divi Lab પર ખરીદદારીની રેટિંગ આપી છે. તેમણે આ શેર માટે ટાર્ગેટ પ્રાઈઝ ઘટાડી છે. બ્રોકરેજે શેરની ટાર્ગેટ પ્રાઈઝ 4,665 રુપિયા પ્રતિ શેરથી ઘટાડીને 4,325 રુપિયા પ્રતિ શેર નક્કી કરી છે. તેમનું કહેવું છે કે કિંમતના દબાણની અસર પહેલા ત્રિમાસિકના ઓપરેટિંગ માર્જિન પર જોવા મળી છે. જો કે જેનરિકા એપીઆઈ સેગમેન્ટની સેલ્સમાં રિક્વરી રાહત આપનાર છે. જેનરિક માટે આવનાર સમયમાં આઉટલુક સારો જોવા મળી રહ્યો છે. જ્યારે તેમણે આના માટે FY 23-25 માટે ઈપીએસ અનુમાનમાં 5-5.5 ટકાનો કાપ કરવામાં આવ્યો છે.
ડિસ્ક્લેમર: (અહ્યાં પ્રાપ્ત કરાવવામાં આવેલી જાણકારી માત્ર સૂચના હેતુથી આપવામાં આવી રહી છે. એ જણાવવું જરૂરી છે કે માર્કેટમાં રોકાણ બજાર જોખમના આધારે છે. રોકાણકાર તરીકે પૈસા લગાવવા પહેલા હંમેશા એક્સપર્ટની સલાહ લેવી. મનીકન્ટ્રોલ તરફથી કોઇ પણને પૈસા લગાવવાની ક્યારેય પણ સલાહ નથી આપવામાં આવતી.)