આજની વિકલી એક્સપાયરી 17980-18000ના લેવલની આસપાસની શક્યતા, અમિત ત્રિવેદીની પસંદગીના 2 Buy કૉલ - today weekly expiry likely around 17980-18000 level amit trivedi preferred 2 buy calls | Moneycontrol Gujarati
Get App

આજની વિકલી એક્સપાયરી 17980-18000ના લેવલની આસપાસની શક્યતા, અમિત ત્રિવેદીની પસંદગીના 2 Buy કૉલ

આવતા સપ્તાહમાં માસિક એક્સપાયરીમાં પણ થોડો ઉતાર-ચઢાવ જોવા મળી શકે છે. પરિણામ પર બધા આવી ગયા છે.

અપડેટેડ 03:54:45 PM Aug 18, 2022 પર
Story continues below Advertisement
     
     
    live
    Volume
    Todays L/H
    More

    યસ સિક્યોરિટીઝના અમિત ત્રિવેદીનું કહેવું છે કે ઇન્ડેક્સમાં સારો ઉપર મૂવ જોવા મળ્યો છે. નિફ્ટીમાં જૂન મહિનામાં લો પર થી 18 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. ગઈ કાલે એફઆઈઆઈના ડેટામાં થોડો દબાણ હતો. આજે ઇન્ટ્રા ડે માં કરેક્શન આવ્યો છે. હાલમાં ફરિથી નિફ્ટીમાં 17900ના લેવલ જોવા મળી રહ્યા છે.

    અમિત ત્રિવેદીનું કહેવું છે કે આજની વિકલી એક્સપાયરી 17980-18000ની આસપાસ આવી જોઈએ. બેન્ક નિફ્ટીમાં આ સપ્તાહમાં થોડો ઉતાર-ચઢાવના મૂડમાં જોવા મળી રહ્યો છે. ગઈકાલે રિન્યૂડ ઇન્ટરેસ્ટ બેન્કિંગમાં જોવા મળ્યો હતો. હાલમાં નિફ્ટી અને બેન્ક નિફ્ટમાં પોઝિટીવીટી જોવા મળી રહી છે. બેન્ક નિફ્ટીમાં જૂન મહિનાના લો પરથી જોઇએ તો 21-22 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે.

    અમિત ત્રિવેદીનું કહેવું છે કે શૉર્ટ ટર્મમાં નિફ્ટી અને બેન્ક નિફ્ટી અને ઘણા સ્ટૉક ઓવર બોટ ઝોનમાં છે. આવતા સપ્તાહમાં એક કરેક્શન આવવો જોઈએ. હાલમાં સ્ટૉપલોસ રાખીને રોકાણ કરવો જોઈએ. આવતા સપ્તાહમાં થોડો પ્રોફિટ બુકિંગ આવો જોઈએ. આવતા સપ્તાહમાં માસિક એક્સપાયરીમાં પણ થોડો ઉતાર-ચઢાવ જોવા મળી શકે છે. પરિણામ પર બધા આવી ગયા છે.

    યસ સિક્યોરિટીઝના અમિત ત્રિવેદીની પસંદગીના 2 કૉલ

    Bank of Baroda: હાલના સ્તર પર ખરીદો, લક્ષ્યાંક - ₹137-140, સ્ટૉપલૉસ - ₹121


    Dabur: હાલના સ્તર પર ખરીદો, લક્ષ્યાંક - ₹610-630, સ્ટૉપલૉસ - ₹580

    ડિસ્ક્લેમર: મનીકંટ્રોલ.કૉમ પર આપેલા વિચાર એક્સપર્ટના તેના ખાનગિ વિચાર હોય છે. વેબસાઈટઆ મેનેજમેન્ટ આ માટે જવાબદાર નથી. યુઝર્સને મનીકંટ્રોલની સલાહ આપે છે કે કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા હંમેશા સર્ટિફાઈડ એક્સપર્ટની સલાહ લો.

    ડિસ્ક્લેમરઃ મનીકંટ્રોલ ડૉટ કૉમ નેટવર્ક 18 સમૂહનો હિસ્સો છે. મનીકંટ્રોલ ડૉટ કૉમ અને અન્ય ડિઝિટલ, પ્રિન્ટ અને ટીવી ચેનલ નેટવર્ક 18 ના અંતર્ગત આવે છે. નેટવર્ક 18 ના સ્વામિત્વ અને પ્રબંધન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના હાથમાં છે.

    MoneyControl News

    MoneyControl News

    First Published: Aug 18, 2022 11:04 AM

    પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.