આઈટી સેક્ટરમાં ક્યાં છે તક, જાણો નિષ્ણાતો પાસેથી આઈટીમાં રોકાણ કરવું કે નહીં - where is the opportunity in it sector know from experts whether to invest in it or not | Moneycontrol Gujarati
Get App

આઈટી સેક્ટરમાં ક્યાં છે તક, જાણો નિષ્ણાતો પાસેથી આઈટીમાં રોકાણ કરવું કે નહીં

આગળ જાણકારી લઇશું બાયોન્ટ કેપિટલના વિરલ બેરાવાલા અને અસિમ મહેતા એન્ડ એસોસિએટ્સના અસિમ મહેતા પાસેથી.

અપડેટેડ 06:03:20 PM Aug 25, 2022 પર
Story continues below Advertisement

આઈટી સેક્ટરમાં પાછલા સપ્તાહમાં અને ઓગસ્ટ મહિનાની અંદર જો કઈ પણ અમુક ચિંતા જનક સમાચાર આવ્યા હતા. જેથી આઈટી સેક્ટર પર ચર્ચા કરીશું. આગળ જાણકારી લઇશું બાયોન્ટ કેપિટલના વિરલ બેરાવાલા અને અસિમ મહેતા એન્ડ એસોસિએટ્સના અસિમ મહેતા પાસેથી.

બાયોન્ટ કેપિટલના વિરલ બેરાવાલાનું કહેવું છે કે ભારતીય આઈટી પર ઓવરવેઈટનું સ્ટાન્સ યથાવત્ રહ્યું છે. આવક અને માર્જિન અનુમાન વધુ ઘટાડો નહીં આવે. માર્જિન માટે ખરાબ કરતા સારી બાબતો વધુ છે. એન્ટરપ્રાઈસ સર્વસ ખરીદવું સંકેત કે ટેક બજેટ ઘટ્યા છે. માર્કેટમાં નવી ભરતી ઘટી, ગયા વર્ષના વેતનના સ્તર નહીં ટકે.

આઈટી સોફ્ટવેર જોબ ઈન્ડેક્સ જુલાઈમાં 7 ટકા વધ્યો છે. એક્ઝિક્યુશન કોસ્ટ ઓછી થતાં નાણાકીય વર્ષ 2024 માં માર્જિન વધશે. ઈન્ફોસિસ, ટીસીએસ અને એચસીએલ ટેક પસંદગીની કંપનીઓ રહી શકે છે. કર્મચારીઓમાં વધારો માર્જિન માટેનું મહત્વનું સંકેત જોવા મળી રહ્યા છે.

બાયોન્ટ કેપિટલના વિરલ બેરાવાલાની પસંદગીના શેર્સ -

એચસીએલ ટેક-


વેલ્યુએશન ઘણું સસ્તુ થયું છે. પ્રોડક્ટ પ્લેટફોર્મ અને R&Dથી વધુ આવક આવે છે. ઓપરેટિંગ માર્જિન હવે વધુ ઘટાડો જોવા નહીં મળે. આ શેરમાં ખરીદારીની સલાહ છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.

સાયન્ટ-

કોરોના બાદ સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો હતો. ક્લાઈન્ટ R&Dના ખર્ચ વધતા કંપનીને ફાયદો થશે. બવે સાયન્સમાં સતત અને વધતો ગ્રોથ જોવા મળશે. આ શેરમાં ખરીદારીની સલાહ છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.

અસિમ મહેતા એન્ડ એસોસિએટ્સના અસિમ મહેતાનું કહેવું છે કે દરેક કંપનીના ઓવરવેઈટને રેટિંગને ન્યુટ્રલ કર્યુ, સેક્ટર પર અંડરવેઈટ રહ્યું છે. ઈન્ફોસિસ, ટેક મહિન્દ્રા, એમ્ફેસિસ, પર્સિસટન્ટ પર ન્યુટ્રલ જોવા મળી રહ્યું છે. ટૂંકાગાળે માર્જિનમાં ધોવાણ જોવા મળી શકે છે. લાંબાગાળે પણ માર્જિન થોડા નીચલા સ્તર પર રહી શકે છે. માર્જિન વધવા માટેના કારણો ઘણાં મર્યાદિત રહેશે. કોવિડ પહેલાના લાંબાગાળાની સરેરાશથી આઈટી કંપનીઓ 40 ટકા ઉપર રહી હતી.

ગ્રોથનું શિખર આવી ગયું, હવે માર્જિનમાં માળખાગત ઘટાડો થશે. સેક્ટર પર વધુ બેરિશ થયા છે. ક્વાર્ટર 3 નાણાકી વર્ષ 2023 એટ્રિશન થોડો સ્થિર રહેવાની અપેક્ષા છે. ક્વાર્ટર 1 માં કેશ જનરેશન ઘટ્યું તે કંપનીઓમાં ચિંતાનો વિષય રહી છે. ડાઉનગ્રેડ સાયકલ ટૂંકાગાળે અટકી જશે. માગ પરની અસર વધુ આકરી નહીં હોય.

અસિમ મહેતા એન્ડ એસોસિએટ્સના અસિમ મહેતાની પસંદગીના શેર્સ -

ટાટા એલેક્સી-

ક્લાઉડ, EVની ડિઝાઈન જેવા વિવિધ ક્ષેત્રમાં કામ કરે છે. જૂન ત્રિમાસિકમાં નફાકારકતામાં વધારો થયો છે. જોરદાર ગ્રોથની આશા છે. આ શેરમાં ખરીદારીની સલાહ છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.

એલએન્ડટી ઇન્ફોટેક-

કંપનીના ગ્રોથની શક્યતાઓ વધી છે. ડિસેમ્બર સુધીમાં માઈન્ડટ્રીનું મર્જર પૂર્ણ થશે. આ શેરમાં ખરીદારીની સલાહ છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.

MoneyControl News

MoneyControl News

First Published: Aug 25, 2022 1:17 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.