અમદાવાદની ટ્રાન્સસ્ટેડિયા યુનિવર્સિટીમાં 11મી ડિસેમ્બરે યોજાનારા દેશના સૌથી પહેલા ગુજરાત સ્પોર્ટસ સ્ટાર્ટઅપ કોન્કલેવ દરમિયાન યોજાનારી પિચબુક પ્રતિયોગિતા માટે સાત સ્પોર્ટસ સ્ટાર્ટઅપ કંપનીઓને પસંદ કરવામાં આવી છે. આ કોન્કલેવ માટે ટોચની 60થી વધુ સ્પોર્ટસ સ્ટાર્ટઅપ કંપનીઓએ નોંધણી કરાવી હતી, જે માટે અરજી કરવાનો સમય 2 ડિસેમ્બર 2023ના રોજ પૂરો થયો છે.
રાજ્યના ગૃહ રાજયમંત્રી અને યુથ અને રમતગમત મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, "રમતગમતના વૈશ્વિક નકશા પર ભારતની હાજરીમાં અત્યંત ઝડપથી વધારો થયો છે. સ્પોર્ટસ ઈન્ડસ્ટ્રી હવે ફક્ત પ્રતિસ્પર્ધાઓ પૂરતી મર્યાદિત નથી રહી, પણ અપાર ક્ષમતાઓ સાથેનું તેજીમય આર્થિક સેક્ટર બની છે."
નેક્સ્ટ જનરેશન આંત્રપ્રિન્યોરશિપ માટે સવલતો પૂરી પાડવા માટે ગુજરાત સરકાર સાથે મળીને કામ કરતા ઈન્ક્યુબેશન સેટઅપ સ્ટાર્ટઅપ ઈન્ડિયા અને આઈ- હબ દ્વારા આ કોન્કલેવને સમર્થન આપવામાં આવ્યું છે. ભારતમાં રમતગમતના વિકાસ અને દેશભરમાં સ્પોર્ટસના વ્યવસાયના પરિદ્રશ્યમાં અસાધારણ સિદ્ધિઓની ઓળખ માટેની ગુજરાત સરકારની દુરંદેશીતા સાથેના સમાયોજન તરીકે ગુજરાત સ્પોર્ટસ સ્ટાર્ટઅપ કોન્કલેવ સ્પોર્ટસ અને વેપાર વચ્ચેના આંતરછેદન સમાન હશે.
આ કોન્કલેવ ફક્ત સ્પોર્ટીંગ પાવરહાઉસ તરીકેની ભારતની ક્ષમતાનું જ પ્રદર્શન નહીં કરે, પણ સ્ટાર્ટઅપના અર્થતંત્ર તેમજ ગુજરાત અને દેશના અન્ય ભાગોમાં રમતગમતના વિકાસને પણ વેગ આપશે. આ કોન્કલેવ દેશના યુવાનોને સ્પોર્ટસ માર્કેટમાં ઉપલબ્ધ વેપારની વિશાળ ક્ષમતાઓની શોધ માટે પ્રેરિત કરશે અને મદદરૂપ બનશે.