ISRO Gaganyaan Mission: ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ISRO) એ ગગનયાન મિશન હેઠળ એક મહત્વનું પગલું ભર્યું છે. પ્રથમ ઈન્ટિગ્રેટેડ એરડ્રોપ ટેસ્ટ (IADT-01) સફળતાપૂર્વક પૂર્ણ થયું છે, જેમાં પેરાશૂટની મદદથી અંતરિક્ષ યાનની ગતિ નિયંત્રિત કરવાની ટેકનોલોજીનું પરીક્ષણ કરવામાં આવ્યું. આ ટેસ્ટમાં ભારતીય વાયુસેના, DRDO, નૌસેના અને કોસ્ટ ગાર્ડે સહયોગ આપ્યો હતો. ઈસરોએ સોશિયલ મીડિયા પર જણાવ્યું કે આ સફળતા અનેક સંસ્થાઓના સંયુક્ત પ્રયાસોનું પરિણામ છે.
HLVM3 રોકેટ અને ક્રૂ મોડ્યૂલની તૈયારી પૂર્ણ
કેન્દ્રીય મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે જણાવ્યું કે ગગનયાન મિશન માટે HLVM3 રોકેટનું નિર્માણ અને ગ્રાઉન્ડ ટેસ્ટિંગ પૂર્ણ થયું છે. ક્રૂ મોડ્યૂલ અને સર્વિસ મોડ્યૂલના એન્જિનનું નિર્માણ અને પરીક્ષણ પણ સફળતાપૂર્વક પૂર્ણ થયું છે. ક્રૂની સુરક્ષા માટે 5 પ્રકારના મોટર્સ તૈયાર કરવામાં આવ્યા છે, જેનું ટેસ્ટિંગ પણ થઈ ગયું છે. આ ઉપરાંત, મિશન માટે જરૂરી સુવિધાઓ જેવી કે પ્રિપેરેશન સેન્ટર, કંટ્રોલ રૂમ, ક્રૂ ટ્રેનિંગ સેન્ટર અને નવું લોન્ચ પેડ તૈયાર કરવામાં આવ્યું છે. પ્રથમ અનમેન્ડ મિશન (G1) માટે ક્રૂ મોડ્યૂલ અને સર્વિસ મોડ્યૂલ તૈયાર છે અને તેની પ્રાથમિક તપાસ પૂર્ણ થઈ ગઈ છે. ક્રૂને સુરક્ષિત પરત લાવવા માટેના સાધનો અને યોજના પણ તૈયાર છે.
ભારતનું અંતરિક્ષમાં મજબૂત સ્થાન