Ayodhya Flight Ticket: અયોધ્યા રામલલાના દર્શનનો કરી રહ્યાં છો પ્લાન? જાણી લો ફ્લાઇટનું ભાડું | Moneycontrol Gujarati
Get App

Ayodhya Flight Ticket: અયોધ્યા રામલલાના દર્શનનો કરી રહ્યાં છો પ્લાન? જાણી લો ફ્લાઇટનું ભાડું

Ayodhya Flight Ticket: અમદાવાદ-અયોધ્યા વચ્ચે મંગળવાર, ગુરુવાર અને શનિવારે ફ્લાઈટ ઓપરેટ કરવામાં આવશે. ફ્લાઇટ અમદાવાદથી સવારે 9.10 વાગ્યે ઉપડશે અને સવારે 11 વાગ્યે અયોધ્યા લેન્ડ થશે. જ્યારે અયોધ્યાથી ટેકઓફનો સમય સવારે 11.30 વાગ્યાનો છે અને તે બપોરે 1.40 વાગ્યે અમદાવાદ પહોંચશે.

અપડેટેડ 10:23:23 AM Jan 24, 2024 પર
Story continues below Advertisement
Ayodhya Flight Ticket: અમદાવાદ-અયોધ્યા વચ્ચે મંગળવાર, ગુરુવાર અને શનિવારે ફ્લાઈટ ઓપરેટ કરવામાં આવશે.

Ayodhya Flight Ticket: હાલમાં અયોધ્યા માટેની લગભગ બધી જ ફ્લાઈટની ટિકિટ ફુલ છે અથવા તો તેના ભાવ ખૂબ વધારે છે. તેથી સામાન્ય લોકો માટે પ્લેનમાં અયોધ્યા જવું થોડું મુશ્કેલ બન્યું છે. આ સ્થિતિમાં તમને જણાવીએ કે 10 દિવસ બાદ ફ્લાઈટ્સની ટિકિટ કેટલી સસ્તી થશે. અયોધ્યા જવા માટે લોકોની ભીડ જામી છે. આવી સ્થિતિમાં, જો તમે પણ અયોધ્યા જવાનું વિચારી રહ્યા છો, તો ચાલો તમને જણાવીએ કે અમદાવાદથી અયોધ્યાની ફ્લાઈટ અને ટ્રેનનું ભાડું.

ફ્લાઈટની ટિકિટના ભાવ ખૂબ જ વધારે

રામલલા ના દર્શન માટે પ્લાન કરી રહ્યાં છો તો આપને જણાવી દઇએ કે હાલ તમામ ફ્લાઇટ અને ટ્રેન ફૂલ જઈ રહી છે. જો ફ્લાઇટની વાત કરીએ તો અમદાવાદ-અયોધ્યા વચ્ચે મંગળવાર, ગુરુવાર અને શનિવારે ફ્લાઈટ ઓપરેટ કરવામાં આવશે. ફ્લાઇટ અમદાવાદથી સવારે 9.10 વાગ્યે ઉપડશે અને સવારે 11 વાગ્યે અયોધ્યા લેન્ડ થશે. જ્યારે અયોધ્યાથી ટેકઓફનો સમય સવારે 11.30 વાગ્યાનો છે અને તે બપોરે 1.40 વાગ્યે અમદાવાદ પહોંચશે. અમદાવાદથી અયોધ્યાની ફ્લાઈટનું ભાડું 4000 રૂપિયા આસપાસ હતું. પરંતુ રામલલાના દર્શન માટે ભીડને કારણે હાલમાં ફ્લાઈટની ટિકિટ ખૂબ મોંઘી છે. 29 જાન્યુઆરીએ ઈન્ડિગોની વેબસાઈટ પર અમદાવાદ અને અયોધ્યા વચ્ચેની ફ્લાઈટ ટિકિટની કિંમત 11,232 રૂપિયા સુધી દેખાઈ રહી છે. તમને જણાવી દઈએ કે ફ્લાઇટની કિંમતો ચેન્જ થઈ રહી છે, તેથી તેમની કિંમતો માંગના આધારે વધતી અને ઘટતી રહે છે.


IRCTCની વેબસાઈટ અનુસાર, 29 જાન્યુઆરીએ અયોધ્યા માટેની ટ્રેનની ટિકિટ 1600 રૂપિયા હતો. હાલમાં અયોધ્યા જતી તમામ ફ્લાઈટ્સ અને ટ્રેનો ફૂલ જઈ રહી છે. આવી સ્થિતિમાં, તમે માર્ચ સુધી થોડા દિવસો પછી અયોધ્યા આવવાની યોજના બનાવી શકો છો.

થોડા દિવસ પછીના બુકિંગ પર ડિસ્કાઉન્ટ

જો તમે અયોધ્યા જવા માટે 10 દિવસ બાદ ટિકિટનું બુકિંગ કરાવશો તો તમને પ્લેનની ટિકિટ 3,000 રૂપિયાથી લઈને 4,000 રૂપિયા સુધીમાં મળી જશે. આજથી 10 દિવસ બાદ એટલે કે 3 ફેબ્રુઆરીની વાત કરીએ તો દિલ્હીથી અયોધ્યાની ફ્લાઇટની ટિકિટ 3,522 રૂપિયાથી લઈને 4,408 રૂપિયાની વચ્ચે મળી રહી છે.

આ પણ વાંચો - Ram Mandir Darshan Booking: અયોધ્યા રામલલાની આરતીમાં થવું છે સામેલ, કેવી રીતે મેળવશો ફ્રી પાસ? જાણો સંપૂર્ણ પ્રક્રિયા

MoneyControl News

MoneyControl News

First Published: Jan 24, 2024 10:23 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.