સૌરાષ્ટ્ર મેલ એક્સપ્રેસ ટ્રેનમાં મુંબઇથી રાજકોટ જતાં આંગડિયા પેઢીના કર્મચારી સાથે લૂંટની ઘટના બની છે. રિઝર્વેશન કોચમાં કર્મચારીએ પોતાની સીટની નીચે મૂકેલી 14 લાખથી વધુની કિંમતની ચાંદી ભરેલી બેગની ચોરી થઈ છે. ટ્રેનમાં બનેલી આ લૂંટના કેસમાં રેલવે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. મુંબઇના ફોફલવાડી બિલ્ડિંગમાં રહેતા મૂળ મધ્યપ્રદેશના રામચરણ ઉમેદસીંગ તોમરે વડોદરા રેલવે પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, મુંબઇમાં સુર્યા આંગડિયા પેઢીમાં નોકરી કરું છું. તારીખ 14ના રોજ રાત્રે હું ઓફિસ ખાતેથી કાળા રંગની તથા બીજી લીલા રંગની સફેદ લાઇનિંગવાળી પીઠુંબેગ જેમાં સફેદ રંગનો થેલો મૂક્યો હતો તે લઇને રાજકોટ જવા માટે હું તેમજ સ્વામીનારાયણ આંગડિયાપેઢીના સોનું પરમાર અને લક્ષ્મીનારાયણ આંગડિયા પેઢીના અલ્પેશ તોમર ટેક્સીમાં બેસીને મુંબઇ રેલવે સ્ટેશન પર પહોંચ્યા હતાં.



