Top 5 Countries for Jobs: અમેરિકાને બાય-બાય! આ 5 દેશોમાં ભારતીયો માટે શ્રેષ્ઠ વર્ક વિઝાના ઓપ્શન
Top 5 Countries for Jobs: અમેરિકામાં H-1B વિઝાના નવા નિયમો બાદ ભારતીયો માટે 5 શ્રેષ્ઠ દેશો જેમાં વર્ક વિઝા અને જોબની સારી તકો છે. કેનેડા, જર્મની, સિંગાપોર, UAE અને ઓસ્ટ્રેલિયાની તમામ માહિતી જાણો!
એશિયામાં જોબ શોધતા ભારતીયો માટે સિંગાપોર શ્રેષ્ઠ વિકલ્પ છે. અહીં એમ્પ્લોયમેન્ટ પાસ (EP) દ્વારા સ્કિલ્ડ વર્કર્સને વર્ક વિઝા મળે છે.
Top 5 Countries for Jobs: અમેરિકામાં H-1B વિઝા માટે નવી ફી ની જાહેરાત થઈ છે, જેમાં એક લાખ ડોલર (આશરે 88 લાખ રૂપિયા) ની ફી ચૂકવવી પડશે. આ નિર્ણયથી અમેરિકન કંપનીઓ માટે વિદેશી વર્કર્સ હાયર કરવાનું મોંઘું થઈ ગયું છે. આવી સ્થિતિમાં ઘણા ભારતીયો હવે અમેરિકા ને બદલે અન્ય દેશોમાં જોબની તકો શોધી રહ્યા છે. ચાલો જાણીએ એવા 5 દેશો વિશે જ્યાં ભારતીયો માટે વર્ક વિઝા અને જોબની સારી તકો છે.
1. કેનેડા: સ્કિલ્ડ વર્કર્સ માટે આદર્શ
કેનેડા ભારતીય સ્કિલ્ડ વર્કર્સ માટે શ્રેષ્ઠ વિકલ્પ છે. અહીંનો ફેડરલ સ્કિલ વર્કર પ્રોગ્રામ (FSWP) વિદેશી વર્કર્સને સરળતાથી વર્ક વિઝા આપે છે. ખાસ કરીને IT સેક્ટરમાં જોબની ઘણી તકો છે. કેનેડાની ખાસિયત એ છે કે અહીં પર્મેનન્ટ રેસિડેન્સી (PR) મેળવવું પણ સરળ છે, જે ભારતીયો માટે મોટો ફાયદો છે.
2. જર્મની: યુરોપનું આર્થિક એન્જિન
જર્મની એ યુરોપનું આર્થિક પાવરહાઉસ છે, જ્યાં મેન્યુફેક્ચરિંગ અને એન્જિનિયરિંગ સેક્ટરમાં જોબની ઘણી તકો છે. અહીં જોબ સીકર વિઝા 6 મહિના સુધી દેશમાં રહીને જોબ શોધવાની સુવિધા આપે છે, જે પછી વર્ક વિઝામાં બદલી શકાય છે. વધુમાં, EU બ્લુ કાર્ડ પ્રોગ્રામ સ્કિલ્ડ વર્કર્સને જોબ મેળવવામાં મદદ કરે છે.
3. સિંગાપોર: એશિયાનું જોબ હબ
એશિયામાં જોબ શોધતા ભારતીયો માટે સિંગાપોર શ્રેષ્ઠ વિકલ્પ છે. અહીં એમ્પ્લોયમેન્ટ પાસ (EP) દ્વારા સ્કિલ્ડ વર્કર્સને વર્ક વિઝા મળે છે. સિંગાપોરની વિઝા પ્રોસેસ સરળ છે અને બેન્કિંગ, IT અને માર્કેટિંગ જેવા સેક્ટરમાં સારી સેલેરી સાથે જોબની તકો છે.
4. UAE: ટેક્સ-ફ્રી ઇન્કમનો ફાયદો
ભારતની નજીક આવેલ UAE સ્કિલ્ડ વર્કર્સ માટે આકર્ષક દેશ છે. અહીં વિઝા પ્રોસેસ સરળ છે અને ઇન્કમ ટેક્સ નથી, જે ભારતીયો માટે મોટો ફાયદો છે. IT, હેલ્થકેર, હોસ્પિટાલિટી અને કન્સ્ટ્રક્શન સેક્ટરમાં જોબની ઘણી તકો છે.
5. ઓસ્ટ્રેલિયા: હાઈ ક્વોલિટી વર્ક લાઇફ
ઓસ્ટ્રેલિયા તેની શ્રેષ્ઠ વર્ક-લાઇફ બેલેન્સ માટે જાણીતું છે. અહીં જનરલ સ્કિલ્ડ માઇગ્રેશન (GSM) પ્રોગ્રામ સ્કિલ્ડ વર્કર્સને આકર્ષે છે. આ ઉપરાંત, ટેમ્પરરી સ્કિલ શોર્ટેજ વિઝા દ્વારા IT, એન્જિનિયરિંગ, હેલ્થકેર અને એજ્યુકેશન સેક્ટરમાં જોબની તકો મળે છે.
અમેરિકામાં H-1B વિઝાના નવા નિયમો બાદ ભારતીય સ્કિલ્ડ વર્કર્સ માટે કેનેડા, જર્મની, સિંગાપોર, UAE અને ઓસ્ટ્રેલિયા શ્રેષ્ઠ વિકલ્પો છે. આ દેશોમાં સરળ વિઝા પ્રોસેસ, સારી સેલેરી અને શ્રેષ્ઠ વર્ક લાઇફ ઓફર થાય છે.