Google Maps: ગૂગલ મેપ્સ એક નેવિગેશન એપ છે, જેનો ઉપયોગ ભારત સહિત વિશ્વભરના લોકો કરે છે. ગૂગલ મેપ્સે ભારતીયો માટે એક નવું ફીચર રજૂ કર્યું છે, જે ફ્યુલની બચતમાં મદદ કરશે. આ ફીચરનું નામ પણ ફ્યુઅલ સેવિંગ છે.
Google Maps: ગૂગલ મેપ્સ એક નેવિગેશન એપ છે, જેનો ઉપયોગ ભારત સહિત વિશ્વભરના લોકો કરે છે. ગૂગલ મેપ્સે ભારતીયો માટે એક નવું ફીચર રજૂ કર્યું છે, જે ફ્યુલની બચતમાં મદદ કરશે. આ ફીચરનું નામ પણ ફ્યુઅલ સેવિંગ છે.
હવે આ ફ્યુઅલ સેવિંગ ફીચર ભારતમાં પણ આવી ગયું છે. અગાઉ તે માત્ર અમેરિકા, કેનેડા અને યુરોપિયન દેશો માટે જ ઉપલબ્ધ હતું. આ ફીચરની મદદથી યુઝર્સ જોઈ શકશે કે કેટલા ટકા ફ્યુલની બચત થશે.
રુટ અને કંડિશનને કરશે કેલ્ક્યુલેટ
આ ફિચરને અનેબલ કર્યા પછી, Google Maps યુઝર્સના રૂટ, ટ્રાફિક, રસ્તાની સ્થિતિ અને કિલોમીટરની ગણતરી કરશે. આ પછી એપ એક રૂટ બતાવશે જેમાં સૌથી વધુ ફ્યુલ બચત થશે. ગૂગલ મેપ્સમાં વધારાના રૂટ પણ સૂચવવામાં આવશે.
ગૂગલ મેપ્સ પર આ ફ્યુલ સેવિંગ ઓપ્શન કેવી રીતે ઓન કરશો?
ગૂગલ મેપ્સ પર ફ્યુઅલ સેવિંગ ઓપ્શન ઓન કરવું ખૂબ જ સરળ છે. ચાલો તમને તેની પ્રક્રિયા જણાવીએ. આ માટે ફોનમાં ગૂગલ મેપ્સ ઓપન કરો. આ પછી પ્રોફાઇલ પિક્ચર આઇકોન પર ક્લિક કરો. આ પછી સેટિંગ્સમાં જાઓ. ત્યાં નેવિગેશન પર ક્લિક કરો.
આ પછી રૂટ ઓપ્શન પર નીચે સ્ક્રોલ કરો. Prefer fuel-Efficient Routes ઓન કરો. જો કે આ ફીચર ઘણા ફોનમાં પહેલાથી જ ઓન છે. વધુ સારા નોટિફિકેશન માટે, ગૂગલ મેપ્સમાં એન્જિન અને ફ્યુલ વિશેની માહિતી ભરો.
ફોન પર તમને કેટલા ટકા ફ્યુલની બચત થશે તે જણાવશે
આ પછી, જ્યારે પણ યુઝર્સ નેવિગેશન માટે એપનો ઉપયોગ કરશે, ત્યારે એપમાં સૌથી ટૂંકો ફ્યુઅલ સેવિંગ રૂટ દેખાશે. જ્યારે અમે આ ફીચરનો ઉપયોગ કર્યો ત્યારે અમને ત્રણ રૂટનું સૂચન મળ્યું અને ફ્યુઅલ સેવિંગ રૂટમાં કહેવામાં આવ્યું કે 5 ટકા ફ્યુલની બચત થશે. જોકે તેમાં CNG ફ્યુઅલનો ઓપ્શન દેખાતો નથી.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.