Indian Army Bharti: સેનામાં નોકરીની કરો છો શોધ, જો તમે 10મું-12મું પાસ કર્યું હોય તો તરત જ કરો અરજી
Sarkari Naukri Indian Army Recruitment 2024: ભારતીય સેનામાં નોકરી (Govt Job)ની શોધ કરી રહ્યા યુવાનો માટે આ એક સારી તક છે. કોઈપણ ઉમેદવાર 10મું કે 12મું પાસ કર્યું છે, તે આપેલા મુદ્દાઓ વાંચ્યા પછી અરજી કરી શકે છે.
Indian Army Recruitment 2024 Notification: ભારતીય સેનામાં સરકારી નોકરી મેળવવાનું સપનું જોતા યુવાનો માટે આ એક મોટી તક છે. જે ઉમેદવારો 10, 12 પાસ છે અને ITIનું પણ સર્ટિફિકેટ રાખે છે તેઓ આર્મી એએસસી સેન્ટર સાઉથ ગ્રુપ સી ની જગ્યાઓ માટે અરજી કરી શકે છે. આ માટે સેનાએ એક નોટિફિકેશન પણ રજૂ કર્યું છે. જે ઉમેદવારો આ પોસ્ટ્સ માટે અરજી કરવા ઈચ્છા રાખે છે, તેઓ 2 ફેબ્રુઆરી, 2024 સુધી ઑફલાઇન અરજી કરી શકે છે.
ભારતીય સેનાની આ ભર્તી પ્રક્રિયા હેઠળ કુલ 71 પદો પર ભરતી કરવામાં આવી રહી છે. આ પોસ્ટ્સ માટે અરજી ફૉર્મનું ફૉર્મેટ આર્મીની અધિકારીક વેબસાઇટ indianarmy.nic.in પર ઉપલબ્ધ છે. આર્મી એએસસી સેન્ટર સાઉથ ગ્રુપ સી ની ભર્તી માટેની અરજી પ્રક્રિયા 13 જાન્યુઆરી 2024થી શરૂ થઈ હતી.
ભારતીય સેનામાં આ પોસ્ટ્સ પર થશે ભર્તી
અધિકારીક નોટિફિકેશનના અનુસાર આર્મી એએસસી સેન્ટર સાઉથ ગ્રુપ સી ભર્તી 2024 હેઠળ આ પોસ્ટ પર ભર્તી કરવામાં આવશે, આવો તેના વિશે વિગતવાર જાણીએ.
સિવિલિયન મોટર ડ્રાઈવર- આ પોસ્ટ માટે અરજી કરનારા ઉમેદવારોની ઉમર મર્યાદા 18 વર્ષથી 27 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
અન્ય પોસ્ટ્સ- અન્ય તમામ પોસ્ટ માટે ઉમર મર્યાદા 18 વર્ષથી 25 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
ફૉર્મ ભરવા માટે ફરજિયાત લાયકાત
કૂક, એમટીએસ (ચોકીદાર), ટ્રેડ્સમેન મેટ (લેબર), અને ક્લીનર: ઉમેદવારોએ ધોરણ 10 પાસ કર્યું હોવું જોઈએ.
સિવિલિયન કેટરિંગ ઇન્સ્ટ્રક્ટર: કોઈપણ માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી કેટરિંગમાં ડિપ્લોમા/સર્ટિફિકેટ હોવું જરૂરી છે.
વાહન મિકેનિક: મેટ્રિક્યૂલેશન (10મું)ની સાથે એખ વર્ષના અનુભવ હોવું જોઈએ.
ફાયર એન્જિન ડ્રાઈવર: ઘોરણ 10મું પાસ હવોની સાથે ત્રણ વર્ષના અનુભવની સાથે ભારી મોટર વાહન (એચએમવી)ના માટે એખ વૈઘ ડ્રાઈવિંગ લાઈન્સેન્સ ગોવું જરૂરી છે.
ફાયરમેન અને લીડિંગ ફાયરમેન: ઉમેદવારોએ કોઈપણ માન્યતા પ્રાપ્ત બોર્ડ અથવા સંસ્થામાંથી ધોરણ 10 પાસ કરેલ હોવું જોઈએ અને સંબંધિત ટ્રેડમાં એફિશિએન્સી હોવું જરૂરી છે.