Pakistan Facts: દુનિયામાં એવી કઈ 10 વસ્તુમાં પાકિસ્તાન છે સૌથી આગળ, ફેક્ટ જાણીને તમે પણ ચોંકી ઉઠશો | Moneycontrol Gujarati
Get App

Pakistan Facts: દુનિયામાં એવી કઈ 10 વસ્તુમાં પાકિસ્તાન છે સૌથી આગળ, ફેક્ટ જાણીને તમે પણ ચોંકી ઉઠશો

Pakistan Facts: આજના સમયમાં ભારતના પોડોસી દેશ પાકિસ્તાનની સ્થિતિ ખરાબ છે. પાકિસ્તાન આ સમયે ગરીબી અને આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. ત્યાં લોકો આજે બે ટંકના ભોજન માટે પણ ફાફા મારી રહ્યાં છે. પરંતુ પાકિસ્તાન કેટલાક મામલામાં આજે પણ દુનિયાભરમાં આગળ છે.

અપડેટેડ 10:43:55 AM Nov 30, 2023 પર
Story continues below Advertisement
Pakistan Facts: આજના સમયમાં ભારતના પોડોસી દેશ પાકિસ્તાનની સ્થિતિ ખરાબ છે.

Pakistan Facts: પાકિસ્તાન તે દેશ છે જ્યાં વિશ્વનું બીજુ સૌથી ઊંચુ શિખર છે. K2, જે દુનિયાનું બીજુ સૌથી ઊંચુ શિખર છે, જે પાકિસ્તાનમાં સ્થિત છે. આ સિવાય ત્રણ સૌથી ઊંચી પર્વત શ્રેણી- હિંદૂકુશ, કારાકોરમ અને હિમાલય પણ આ દેશમાં સ્થિત છે.

બંદર

પાકિસ્તાનમાં વિશ્વનું સૌથી મોટુ બંદર છે, જે ગ્વાદર બંદરના નામે જાણીતું છે. નોંધનીય છે કે આ બંદરનો ઉપયોગ પાકિસ્તાનની સાથે-સાથે ચીન પણ કરે છે.


કારાકોરમ રાજમાર્ગ

દુનિયામાં સૌથી ઊંચા હાઈટ પર સ્થિત પાકો રસ્તો પણ પાકિસ્તાનમાં છે. આ રસ્તાને ચીન-પાકિસ્તાન મૈત્રી રાજમાર્ગ કે કારાકોરમ રાજમાર્ગ પણ કહે છે.

એમ્બ્યુલન્સ સર્વિસ

દુનિયાભરમાં સૌથી મોટી વોલેન્ટિયર એમ્બ્યુલન્સ સર્વિસ પણ પાકિસ્તાનમાં ચલાવવામાં આવે છે, જે ઈધી ફાઉન્ડેશન દ્વારા ચલાવવામાં આવી રહી છે.

ફુટબોલ

દુનિયાભરમાં વેચાતા ફુટબોલ પાકિસ્તાનના સિયાલકોટમાં બને છે. હાથથી સિલાઈ કરી વેચાતા ફુટબોલમાં પાકિસ્તાન દુનિયામાં નંબર 1 છે.

પોલોનું મેદાન

પાકિસ્તાન તે દેશ છે, જ્યાં દુનિયાનું સૌથી ઊંચુ પોલોનું મેદાન છે. તે પાકિસ્તાનના શંદૂરમાં સ્થિત છે.

પરમાણુ શક્તિ

પાકિસ્તાન દુનિયાનો એકમાત્ર મુસ્લિમ દેશ છે, જેની પાસે પરમાણુ શક્તિ છે.

મલાલા યુસુફઝઈ

દુનિયાની સૌથી નાની ઉંમરની નોબેલ પુરસ્કાર વિજેતા મલાલા યુસુફઝઈ પણ પાકિસ્તાનની રહેવાસી છે, જેનું ઘર પાકિસ્તાનમાં છે.

સિંધુ ઘાટીની સભ્યતા

દુનિયાની સૌથી જૂની અને સૌથી મોટી સભ્યતા, જે સિંધુ ઘાટીની સભ્યતાના નામથી જાણીતી છે, તે એ ક્ષેત્રમાં વિકસિત થઈ હતી, જ્યાં આજે પાકિસ્તાન છે.

આ પણ વાંચો - Leg Pain: પગમાં સતત થતા દુખાવાની ન કરો અવગણના, આ રોગની હોઈ શકે છે નિશાની

MoneyControl News

MoneyControl News

First Published: Nov 30, 2023 10:43 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.