ખેડૂતો માટે માઠા સમાચાર, ફરી માવઠાની આગાહી! આજથી ત્રણ દિવસ કમોસમી વરસાદ થઈ શકે | Moneycontrol Gujarati
Get App

ખેડૂતો માટે માઠા સમાચાર, ફરી માવઠાની આગાહી! આજથી ત્રણ દિવસ કમોસમી વરસાદ થઈ શકે

ખેડૂતો માટે ફરી એક વખત માઠા સમાચાર સામે આવ્યા છે. 3 દિવસ છૂટો છવાયો વરસાદ પડી શકે છે. દાહોદ, ,પંચમહાલ, ખેડા, મહીસાગરમાં માવઠું પડવાની શક્યતા છે.

અપડેટેડ 07:03:23 PM Dec 01, 2023 પર
Story continues below Advertisement

ખેડૂતો પર ફરી આવી રહી છે આકાશી આફત, રાજ્યમાં હવામાન વિભાગે ફરી માવઠાની આગાહી કરી છે. મળતી માહિતી પ્રમાણે રાજ્યમાં આજથી ત્રણ દિવસ માટે કમોસમી વરસાદ થવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે દાહોદ, પંચમહાલ, ખેડા, મહીસાગર, વડોદરા, ભરૂચ, નર્મદામાં માવઠું થવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે ત્રણ દિવસ સુધી તાપમાન સામાન્ય રહેવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે.

મહીસાગર જિલ્લામાં વરસાદ વરસ્યો છે. મહીસાગર જિલ્લાના વીરપુરમાં તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. લુણાવાડા તાલુકાના મલેકપુર ગોરાળા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ વરસ્યો છે. મહીસાગર જિલ્લામાં વાદળછાયું વાતાવરણ છે તો કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે.

દક્ષિણના બે રાજ્યો તમિલનાડુ અને આંધ્રપ્રદેશના ભાગોમાં ચક્રવાતી તોફાનનો ખતરો છે. હવામાન વિભાગ (IMD) એ આગાહી કરી છે કે ચક્રવાતી તોફાન 4 ડિસેમ્બરની સાંજની આસપાસ આંધ્ર પ્રદેશના માછલીપટ્ટનમ અને તમિલનાડુના ચેન્નાઈના દરિયાકાંઠાને પાર કરશે. ગઈકાલે આઈએમડી બુલેટિન અનુસાર, દક્ષિણપૂર્વ બંગાળની ખાડી પરનું લો પ્રેશર એરિયા છેલ્લા 12 કલાક દરમિયાન પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધ્યું છે.


MoneyControl News

MoneyControl News

First Published: Dec 01, 2023 7:03 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.