આયુષ્માન કાર્ડ બનાવવું હવે વધારે સરળ બની ગયું છે. હવે તમે ઘરે બેઠા જાતે કાર્ડ બનાવી શકો છો. આયુષ્માન યોજનાના પાત્ર લાભાર્થીઓએ આયુષ્માન કાર્ડ બનાવવા માટે કિઓસ્ક કેન્દ્રો અથવા હોસ્પિટલોની મુલાકાત લેવાની જરૂર રહેશે નહીં. પોર્ટલ અથવા રેશનકાર્ડ સાથે જોડાયેલા મોબાઈલ નંબર વડે લોગ ઈન કરવાથી તેઓ ઘરે બેસીને તેમનું આયુષ્માન કાર્ડ બનાવી શકશે. કેન્દ્ર સરકારે આ યોજના માટે બનાવેલ પોર્ટલને અપગ્રેડ કર્યું છે.
આ માટે પાત્રોએ પહેલા પોતાના મોબાઈલ નંબરથી વેબસાઈટ ખોલવી પડશે. વધુમાં, જો લાયક હોય, તો આપેલ વિકલ્પો મુજબ તમે તમારું આયુષ્માન કાર્ડ અથવા પરિવારના નવા સભ્યોના નામ ઉમેરી શકશો. તમને જણાવી દઈએ કે બીપીએલ પરિવારો માટે 5 લાખ રૂપિયા સુધીની સારવાર માટેની કેન્દ્રની યોજના એક સર્વરથી સંચાલિત થાય છે. જેના કારણે લાભાર્થીઓના આયુષ્માન કાર્ડ ઘરે બેઠા જ બનાવી શકાશે.
જો તમે આયુષ્યમાન કાર્ડ મેળવવાને પાત્ર હશો, તો વિગતો આગળ ખૂલશે. અન્યથા તમે તેના માટે લાયક નથી, એવું જણાવવામાં આવશે. જો તમે આયુષ્યમાન કાર્ડ મેળવવાને પાત્ર બનો છો, તો તમારે તમારૂં આધાર કાર્ડ આઇડેન્ટીફાઈડ રાખવું જરૂરી છે. તો જ કાર્ડ બનશે. આધાર-સંયુક્ત માહિતી સહિત KYCનો વિકલ્પ દાખલ કરવાનો રહેશે. આ પછી, જો 90% થી વધુ ડેટા મેચ થાય છે, તો આયુષ્માન કાર્ડ 24 કલાકની અંદર જનરેટ થઈ જશે.