સંસદની સુરક્ષામાં ચૂકનો મામલો, ઘૂસણખોરીના માસ્ટર માઇન્ડની ધરપકડ | Moneycontrol Gujarati
Get App

સંસદની સુરક્ષામાં ચૂકનો મામલો, ઘૂસણખોરીના માસ્ટર માઇન્ડની ધરપકડ

લલિત ઝા પોતે દિલ્હીના ડ્યુટી પાથ પોલીસ સ્ટેશનમાં આત્મસમર્પણ કરવા પહોંચ્યો હતો. જ્યારે આ કેસમાં પહેલાથી જ ધરપકડ કરાયેલા ચાર આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.

અપડેટેડ 05:40:15 PM Dec 15, 2023 પર
Story continues below Advertisement

આખરે સંસદની સુરક્ષામાં ચૂકના કેસમાં પાંચમા અને માસ્ટર માઇન્ડ આરોપી લલિત ઝાની પણ ધરપકડ કરવામાં આવી ગઇ છે. લલિત ઝા પોતે દિલ્હીના ડ્યુટી પાથ પોલીસ સ્ટેશનમાં આત્મસમર્પણ કરવા પહોંચ્યો હતો. જ્યારે આ કેસમાં પહેલાથી જ ધરપકડ કરાયેલા ચાર આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.

અને તેઓને સાત દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલવામાં આવ્યા છે. જોકે સંસદની સુરક્ષામાં ચૂકના મામલે અત્યાર સુધી જે ઘટસ્ફોટ થયો છે તે ખૂબ જ ચોંકાવનારો છે. પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે આ ઘટનાનું ષડયંત્ર લગભગ દોઢ વર્ષથી ચાલી રહ્યું છે. આ તમામ આરોપીઓ ભગત સિંહ ફેન ક્લબ નામના સોશિયલ મીડિયા પેજ સાથે સંકળાયેલા હતા.

તપાસમાં એ પણ સામે આવ્યું છે કે આ આરોપીઓએ માર્ચમાં બજેટ સત્ર દરમિયાન રેકી કરી હતી. તમને જણાવી દઈએ કે આ કેસમાં ધરપકડ કરાયેલા તમામ આરોપીઓ વિરુદ્ધ UAPA એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.


સંસદમાં સુરક્ષામાં થયેલી ચૂક અને સાંસદોને સસ્પેન્ડ કરવાના મામલે આજે સંસદમાં ભારો હોબાળો થયો. જેના કારણે લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી પહેલા બપોરના 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી. જ્યારે કે કાર્યવાહી શરૂ થતા જ ફરી હોબાળાના કારણે બંને સદનોને 18 ડિસેમ્બર સવારે 10 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે.

ઉલ્લેખનિય છે કે સાંસદોએ માંગ કરી રહ્યાં છે કે ગૃહ મંત્રી આવે અને સભાને સંપૂર્ણ ઘટનાની જાણકારી આપે. અને આશ્વાસન આપે કે ભવિષ્યમાં આવી ઘટનાઓ નહીં બને. ત્યાં જ સાંસદોએ એમ પણ આરોપ લગાવ્યો કે સરકાર નથી ઇચ્છતી કે સંસદની કાર્યવાહી થાય.

MoneyControl News

MoneyControl News

First Published: Dec 15, 2023 5:40 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.