રાજ્યમાં ગુલાબી ઠંડી પડવાનું શરૂ, વહેલી સવારે ગાર્ડન, ગ્રાઉન્ડ લોકોથી ધમધમતા | Moneycontrol Gujarati
Get App

રાજ્યમાં ગુલાબી ઠંડી પડવાનું શરૂ, વહેલી સવારે ગાર્ડન, ગ્રાઉન્ડ લોકોથી ધમધમતા

ઠંડી વધતા ધીરે ધીરે મોર્નિંગ વોક કરતા લોકોની સંખ્યા વધી રહી છે. જેના કારણે સ્થાનિકોએ વ્યાયામ-વોકિંગની સારી વ્યવસ્થા થાય તેવી તંત્રને માગ કરી છે. ગુલાબી ઠંડી પડવાની સાથે લોકોએ યોગ, વ્યાયામ, પ્રાણાયામ, વોકિંગ કરવાનું શરુ કર્યું છે.

અપડેટેડ 05:49:59 PM Dec 05, 2023 પર
Story continues below Advertisement

રાજ્યમાં ગુલાબી ઠંડી પડવાનું શરૂ થતા વહેલી સવારે ગાર્ડન, ગ્રાઉન્ડ લોકોથી ધમધમતા થયા છે. ગુલાબી ઠંડી પડવાની સાથે યોગ, વ્યાયામ, વોકિંગની સીઝન ખૂલી છે. મોરબીવાસીઓ પણ 'પહેલું સુખ તે જાતે નર્યા'નું સૂત્ર અપનાવતા થયા છે. અને શહેરનાં એક માત્ર એવા મયુર પુલ પર સવારે અને સાંજે લોકો વોક કરતા નજરે પડી રહ્યા છે.

ઠંડી વધતા ધીરે ધીરે મોર્નિંગ વોક કરતા લોકોની સંખ્યા વધી રહી છે. જેના કારણે સ્થાનિકોએ વ્યાયામ-વોકિંગની સારી વ્યવસ્થા થાય તેવી તંત્રને માગ કરી છે. ગુલાબી ઠંડી પડવાની સાથે લોકોએ યોગ, વ્યાયામ, પ્રાણાયામ, વોકિંગ કરવાનું શરુ કર્યું છે. સિનિયર સિટીઝન પણ યુવાનોને શરમાવે તે રીતે મોર્નિંગ વોક પર નીકળીને શરીરને સ્વસ્થ રાખવા માટે યોગા કસરતનો સહારો લઈ રહ્યા છે. ત્યારે ઠંડી વધતા મયૂર પુલ પર લોકોની સંખ્યા વધી રહી છે અને વોકિંગની સુવિધા ટૂંકી પડી રહી છે.

જેનાં કારણે સ્થાનિકોએ વ્યાયામ-વોકિંગની વ્યવસ્થા થાય તેવી તંત્રને માગ કરી રહ્યા છે. ઉત્તર ભારતમાં થયેલ હિમવર્ષાની સીધી અસર ગુજરાતમાં જોવા મળી રહી છે. રવિવાર સાંજથી જ ઠંડા પવનો ફૂંકાતા લોકો ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. ત્યારે સોમવારે જોરદાર ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે.


છેલ્લા બે દિવસથી લઘુતમ તાપમાનમાં સામાન્ય વધારો જોવા મળ્યો હતો. આગામી દિવસોમાં કાતિલ ઠંડી જોવા મળશે. નવા વર્ષના આગમન ટાણે રાજ્યમાં કાતિલ ઠંડી પડવાની શરૂઆત થઈ જશે. આવનાર દિવસોમાં રાજ્યના કેટલાક ભાગોમાં ઠંડી વધતા તાપમાનનો પારો ૭ ડિગ્રીથી પણ નીચે જઈ શકે છે.

MoneyControl News

MoneyControl News

First Published: Dec 05, 2023 5:49 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.