Ram Mandir: અયોધ્યામાં 22 જાન્યુઆરીએ યોજાનાર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની તૈયારીઓ યુદ્ધના ધોરણે ચાલી રહી છે. મહોત્સવને લઈ સમગ્ર અયોધ્યા નગરીને શણગારવામાં આવી રહી છે. દરમિયાન, સમારોહમાં હાજર રહેનારા મહેમાનોની યાદી પણ બહાર આવી છે, પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ માટે આમંત્રિત કરાયેલા લગભગ 8 હજાર લોકોની યાદીમાં જાહેર થઈ છે, જેમાં અગ્રણી રાજકીય નેતાઓ, ઉદ્યોગપતિઓ, ફિલ્મ કલાકારો અને રાજદ્વારીઓનો સમાવેશ થાય છે. ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને તેમનો પરિવાર, બોલીવુડ અભિનેતા અમિતાભ બચ્ચનનું નામ રાજ્ય મહેમાનોની યાદીમાં સામેલ છે. આ તમામ લોકોને પહેલાથી જ અભિષેકમાં ભાગ લેવા આમંત્રણ આપવામાં આવ્યું છે.



