Ram Mandir: પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે રામમય થયું મુકેશ અંબાણીનું ઘર, તસવીરો જોઈને તમે પણ કહેશો ‘વાહ' | Moneycontrol Gujarati
Get App

Ram Mandir: પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે રામમય થયું મુકેશ અંબાણીનું ઘર, તસવીરો જોઈને તમે પણ કહેશો ‘વાહ'

Ram Mandir: સૌથી મોંઘા ઘર એન્ટિલિયાનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં મુકેશ અંબાણીના ઘરને કેસરી રંગમાં રંગેલું જોઈ શકાય છે. પ્રગટેલા દીવાઓની તસવીરો પણ દેખાય છે. આ સિવાય આખા ઘરમાં 'જય શ્રી રામ' લખેલું જોવા મળે છે. તસવીરો જોઈને દરેક લોકો મંત્રમુગ્ધ થઈ જાય છે.

અપડેટેડ 10:44:23 AM Jan 22, 2024 પર
Story continues below Advertisement
Ram Mandir: સૌથી મોંઘા ઘર એન્ટિલિયાનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં મુકેશ અંબાણીના ઘરને કેસરી રંગમાં રંગેલું જોઈ શકાય છે.

Ram Mandir: અયોધ્યામાં નવા રામ મંદિરના અભિષેક સમારોહને હવે થોડો જ સમય બાકી છે. દેશભરના મંદિરોમાં ઉત્સવો પૂરજોશમાં ચાલી રહ્યા છે. લાંબી લડાઈ બાદ આખરે ભક્તોને તેમનું રામ મંદિર મળી રહ્યું છે. ભગવાન શ્રી રામ બાળકના રૂપમાં અયોધ્યામાં નિવાસ કરવા જઈ રહ્યા છે. આ દરમિયાન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન અને એમડી મુકેશ અંબાણીના ઘર 'એન્ટીલિયા' પણ 'રામમય' બની ગયું છે.

7

કેસરીયા રંગમાં રંગાયું અંબાણીનું નિવાસસ્થાન


વાસ્તવમાં, સમારોહની પૂર્વસંધ્યાએ, અંબાણીના મુંબઈના નિવાસસ્થાને 'જય શ્રી રામ' કલાકૃતિઓથી ઝગમગી ઉઠ્યું. સૌથી મોંઘા ઘર એન્ટિલિયાનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં મુકેશ અંબાણીના ઘરને કેસરી રંગમાં રંગેલું જોઈ શકાય છે. પ્રગટેલા દીવાઓની તસવીરો પણ દેખાય છે. આ સિવાય આખા ઘરમાં 'જય શ્રી રામ' લખેલું જોવા મળે છે. તસવીરો જોઈને દરેક લોકો મંત્રમુગ્ધ થઈ જાય છે.

27 માળની ઇમારત રોશનીથી ઝળહળી ઉઠી

8

27 માળની ઈમારત એન્ટિલિયામાં લગાવવામાં આવેલી લાઈટોની ખાસ વાત એ છે કે તેમાંથી 'જય શ્રી રામ'નો અવાજ આવી રહ્યો છે. આટલું જ નહીં તેમના ઘરની આ તસવીરો વાયરલ થયા બાદ રામ ભક્તો પણ તેમના આ પગલા અને ભક્તિથી ઘણા પ્રભાવિત જોવા મળી રહ્યા છે.તેઓ મુકેશ અંબાણીના આ પગલાના ખૂબ વખાણ કરી રહ્યા છે.

મુકેશ અંબાણી પ્રાણ પ્રતિષ્ઠામાં લેશે ભાગ

9

આપને જણાવી દઈએ કે, મુકેશ અંબાણી, નીતા અંબાણી, ઈશા-અનંત, આકાશ-શ્લોકા અને અનંત-રાધિકા નવા રામ મંદિરમાં 'પ્રાણ-પ્રતિષ્ઠા' સમારોહમાં ભાગ લેવા માટે અયોધ્યામાં હશે.

10

MoneyControl News

MoneyControl News

First Published: Jan 22, 2024 10:44 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.